Your Moonsign Janam Rashi This Week –
09 October – 15 October 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તમે જે ધારશો તેના કરતા કામ ઉલટા થશે. શનિને કારણે નાણાકીય મુશ્કેલીમાં આવી જશો તેવા ગ્રહ છે. તમારા પોતાના જ પૈસા મેળવવા બીજા પાસે હાથ લાંબો કરવો પડશે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમને કોઈ સાથ નહીં આપે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 9, 13, 14, 15 છે.

Saturn’s rule till 27th October will result in your efforts yielding topsy-turvy consequences. You could encounter financial difficulty. You would need to ask others to return your own money. Colleagues at your workplace will not be supportive. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 9, 13, 14, 15.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા બે અઠવાડિયા બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બધા કામ બાજુ મુકેને લેતી દેતીના કામ પહેલા પૂરા કરી લેજો. તમારા લેણાના પૈસા થોડી ભાગદોડ કરી પાછા મેળવી શકશો. કોઈને પૈસા આપવાના હોય તો તેની પાસે મુદત માંગી લેજો. ધનલાભ મળતા રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.

You have two weeks left under Mercury’s rule. Ensure to place all your other work on the side and prioritize the completion of any transactions related to lending or borrowing money. With a little effort you will be able to retrieve the funds lent to others. If you need to return borrowed money, ask your creditors for some time. You will continue to be prosperous. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 9, 10, 11, 12.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમારી બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. ધનમાં આવક વધવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં બચત કરવામાં સફળ થશો. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. તમારી સલાહથી કોઈને નવો રસ્તો મળશે. તમારી મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી લેેશો. દરરોજ ‘મહેર ની આએશ’ ભણજો.

શુકનવંતી તા. 10, 13, 14, 15 છે.

Mercury’s ongoing rule helps you to get even your challenging tasks done with ease by using your intelligence. An increase in income is predicted. You will be able to save money as well as make investments. Your advice will help someone find a new path. Your sweet words will be able to win over even strangers. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 10, 13, 14, 15.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમને જરાબી શાંતિ નહીં મળે. ભાઈબહેન સાથે મતભેદ પડતા રહેશે. તમારા વાંક ગુના વગર તમારા દુશ્મન તમને ફસાવી દેશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. તમારી નાની ભુલ તમને માટી મુસીબતમાં મુકશે. નાણાંકીય વ્યવહાર કરતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.

Mars’ ongoing rule leaves no scope of mental peace for you. Squabbles with siblings could take place. Your detractors will go all out to get you in trouble, even without confirming your fault. Exercise caution while driving / riding your vehicle. A small mistake of yours could land you in big trouble. Avoid getting into any monetary transactions. Pray the Tir Yasht daily.

Lucky Dates: 9, 10, 11, 12.


LEO | સિંહ: મ.ટ.

05Leo

26મી ઓકટોબર સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. બીજાને મદદ કરવામાં પાછીપાની નહીં કરો. ઘરવાળાને મદદ કરવાથી વધુ આનંદ થશે. નાણાકીય બાબતમાં મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. મળેલા ધનને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.

The Moon’s rule 26th October will bring you an opportunity for a short travel. You will be able to help others. Helping your family members will bring much joy. You will be able to rise above any financial difficulties. You will be able to gainfully invest your income. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 10, 11, 12, 14.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને ચંદ્રની દિનદશા ચાલુ થયેલી હોવાથી તમારા અટકેલા કામ ફરી ચાલુ કરવા માટે કોઈનો સાથ સહકાર મળી રહેશે. બીજાને ફાયદો કરાવી નાણા કમાઈ શકશો. જ્યાં પણ કામ કરતા હશો ત્યાં માન ઈજ્જત વધી જાય તેવું કામ કરીને બતાવશો. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 9, 13, 14, 15 છે.

The onset of the Moon’s rule will help you restart your stalled projects, with the help and support of someone. You will be able to earn income by bringing profit to others. You will earn great admiration at fame at the workplace for your professional endeavours. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 9, 13, 14, 15.


LIBRA | તુલા: ર.ત.

07Libra

છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાક છે. અપોજીટ સેકસની ડિમાન્ડ પહેલા પુરી કરી લેજો. ધણી-ધણીયાણીમાં પ્રેમ ખુબ વધી જશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેજોે. મિત્રો તરફથી ફાયદો મળતો હોય તો જરા પણ વાર લગાડતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

This is the last week under the rule of Venus. Ensure to complete the demands of the opposite gender on a priority basis. Affection between couples will greatly increase. You are advised to make any house purchases you need installed. If propositions from friends show profit potential, you are advised to take them. Pray to Behram Yazad daily.

Lucky Dates: 10, 11, 12, 13.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે જેટલી કરકસર કરવા જશો ત્યાં ડબલ ખર્ચ કરવો પડશે. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે.સાથે કામ કરનારને સમજાવી પટાવી તમારા અધુરા કામ પુરા કરી લેશો.  પસંદગીનો જીવન સાથી મળવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 11, 14, 15 છે.

Venus’ ongoing rule will have you spending a lot of money despite your attempts to avoid it. Even so, there will be no financial shortfall. You will be able to convince your colleagues into working with you and completing any unfinished projects. You could bump into your ideal life partner. Pray to Behram Yazad daily.

Lucky Dates: 9, 11, 14, 15.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી શુક્ર જેવા વૈભવ આપનારા ગ્રહની દિનદશા ચાલશે. તમારા કામ પુરા કરવામાં કોઈના સહકારની જરૂર નહીં પડે. નવા કામ કરવામાં સફળતા મલશે. અપોઝીટ સેકસ સાથે મતભેદ ઓછા પડવાથી તમારા કામ પર તમે ધ્યાન આપી શકશો. ધન ખર્ચ વધુ થશે પણ તેની ચિંતા કરતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 11, 13, 14 છે.

Venus’ rule till 16th December ensures that you will be able to complete all your tasks without anyone’s assistance. You will be successful in landing and executing new projects. A decrease in squabbles with the opposite gender enables you to focus on your work. You will have to bear a lot of expenditures but you needn’t worry about that. Pray to Behram Yazad daily.

Lucky Dates: 9, 11, 13, 14.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તમે નાના કામ પણ પુરા કરવામાં સફળ નહીં થઈ શકો. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે. નાણાકીય બાબતમાં ખુબ ખેચતાણ રહેશે. ખર્ચ ઓછો થવાની જગ્યાએ વધી જશે. ખાવા પીવા પર ધ્યાન આપજો નહીં તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે.  દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 12, 15 છે.

Rahu’s rule till 6th November will make it difficult for you to complete even the smaller tasks. Trying to help another will end up spoiling things for yourself. Financially, things could get strenuous. Expenses will increase instead of decreasing. Focus on your diet, else you could fall ill. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 9, 10, 12, 15.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

25મી ઓકટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે. અગત્યના કામો પહેલા પુરા કરી લેજો સમય પર ધ્યાન આપતા નહીં. ગુરૂની કૃપાથી કામ પુરા થતા જશની સાથે ધનલાભ પણ મળશે. ફેમીલી મેમ્બરની મદદ કરી શકશો. કોઈને સાચી સલાહ આપી તેનુંં દીલ જીતી લેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Jupiter’s rule till 25th October suggests that you first complete your important tasks, without heeding to how much time these take. With Jupiter’s blessings, on the completion of your work, you will receive financial profits along with fame. You will be able to help a family member. You will win over someone with your sincere advice. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 11, 12, 13, 14.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ચેરીટીના કામ થવાથી તમે આનંદમાં આવશો. અધુરા કામ પુરા કરવામાં ઈનવીજીબલ હેલ્પ મળી જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. વડીલવર્ગ તરફથી સારા સમાચાર મળી શકશે. દરરોજ ‘સરોશ યશ્ત’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 10, 14, 15 છે.

Jupiter’s ongoing rule nudges you towards doing charitable works and this will bring you a great sense of contentment. You will receive anonymous help in completing your unfinished works. Financially, things will continue to get better. Ensure to make investments. You will receive good news from someone elderly. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 9, 10, 14, 15.

Leave a Reply

*