મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી ડિસેમ્બર સુધી તો ગુરુની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમારાથી બીજાની ભલાઈનું કામ થઈ જશે. કોઈકના મદદગાર બની શકશો. ગુરુની કૃપાથી જાણતા અજાણતા કોઈક વ્યક્તિને સાચો રસ્તો બતાવીને તેનું દિલ જીતી લેશો. નાણાકીય મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો પાક પરવર દેગાર બનાવી દેશે. રોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 5, 7, 9, 10 છે.
Jupiter’s rule till 25th December will have you indulging in helpful acts for others. You will be able to be of use to others. Under the grace of Jupiter, you will also be able to show the right path to others and in the process, win over their hearts. The Almighty will show you a way out of your financial difficulties. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 5, 7, 9, 10.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
હવે તો તમનેબી ગુરુ જેવા ધર્મના દાતા ગુરુની દિનદશા ચાલુ થયેલી છે તેથી 25મી જાન્યુઆરી સુધીમાં તમારા કામની કદર થઈને રહેશે. નવા કામ શરૂ કરવામાં કોઈબી મુશ્કેલી નહીં આવે. નાના-નાના ધનલાભ મળવાથી ધનની મુશ્કેલીમાં નહીં આવો. તમારા ઉપર મુકેલ વિશ્ર્વાસનો તે વ્યક્તિને સંતોષ મળે તેવા કામ કરી શકશો. હાલમાં દર રોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4 થી 7 છે.
The onset of Jupiter’s rule till 25th January, 2022, brings in much adulation and praise for you as regards your professional work. There will be no obstacles in starting new ventures. Small sporadic incomes will help to keep away any financial shortcomings. You will be able to come through for those who have put their faith in you. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 4 to 7.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તેથી તબિયતની ખૂબ જ કાળજી લેવી પડશે. તમે જો થોડાબી બેદરકાર રહેશો તો મોટી મુસીબતમાં ફસાઈ જશો. હાલમાં નાણાંની ખેંચતાણ વધી જશે. આવકના ઠેકાણા નહીં રહે. ખર્ચ એટલો થઈ જશે કે તમે પોતે પરેશાન થઈ જશો. સગાથી દૂર રહેજો. ‘મોટી હપ્તન’ ભણવાથી થોડીક શાંતિ મેળવશો.
શુકનવંતી તા. 4, 8, 9, 10 છે.
Saturn’s rule till 26th December calls for you to take great care of your health. The slightest carelessness on your part could land you in big trouble. Financially, things could get a little tight. There will be no guarantee of income. Rising expenses will become a cause of worry for you. Try to stay away from relatives. To ge peace of mind, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 4, 8, 9, 10.
CANCER | કર્ક: ડ.હ.
બુધની દિનદશા ચાલુ હોવાથી બુદ્ધીથી જેટલા કામો કરશો તેમાં વધુ ને વધુ સફળ થઈ જશો. અટકેલા કામોને પૂરા કરવા માટે કોઈકની મદદ લેવી પડે તો મદદ લેવામાં જરાબી વાર નહીં લગાડો. જેબી કમાશો તેમાંથી થોડા ઘણી રકમને બચાવીને સારી જગ્યાએ રોકાણ કરવામાં સફળ થશો. મનને આનંદ મળે તેવા સમાચાર મળી રહેશે. હાલમાં ‘મહેર નીઆયેશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7 ને 10 છે.
Under Mercury’s ongoing rule, all the tasks that you do using your intelligence will bear you success. You might need another’s help or support in restarting your stalled projects. You will be successful in saving a little money from your income and investing it profitably. You will receive news which will fill you with happiness. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 5, 6, 7, 10.
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધીમાં બુધ તમારા કામને ખૂબ જ સારી રીતે પૂરા કરાવી આપશે. ધનની ચિંતા ઓછી કરવા માટે એકસ્ટ્રા કામ કરવામાં જરાબી મુશ્કેલીમાં નહીં આવો. ધનલાભની સાથે નાનું પ્રમોશન મળવાના ચાન્સ છે. ગામ-પરગામ જવાથી તમને આનંદની સાથે ધન કમાવાનો ચાન્સ મળી રહેશે. રિસાયલી વ્યક્તિને મનાવી લેશો. હાલમાં ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 6, 7, 8 છે.
Mercury’s rule helps you complete all your works effectively till 18th January. To reduce your financial worries, working extra for added income will ensure that you don’t fall into a financial crisis. A small promotion along with an increase in income is indicated. Travel abroad will help you earn an income while you enjoy yourself. You will be able to win over someone who is upset with you. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 4, 6, 7, 8.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
24મી ડિસેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારું સાચું બોલવાનું કોઈકને કડવા ઝેર જેવું લાગશે. તમે સ્વભાવથી ખૂબ જ સેન્સીટીવ હોવાથી બીજાને મદદ કરવા જતા તમે નુકશાનીના ખાડામાં ઉતરી જશો. મંગળને કારણે પ્રેશર ઉપર-નીચે થયા કરશે. માંદગીનું નિવારણ કરવા માંગતા હો તો રોજ ‘તીર યશ્ત’ભણજો.
શુકનવંતી તા. 5, 6, 9, 10 છે.
Mars’ rule till 24th December might make your words seem like poison to other. Trying to help another will surely land you in losses. Mars could affect your Blood Pressure levels. To alleviate any illnesses from your home and placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 5, 6, 9, 10.
LIBRA | તુલા: ર.ત.
26મી ડિસેમ્બર સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે જ્યાંબી કામ કરતા હશો ત્યાં ફતેહના ડંકા વગાડીને રહેશો. તમારા લીધે બીજાને ફાયદો થવાના ચાન્સ પૂરેપૂરા છે. નાના-મોટા જેબી કામ કરશો તેમાં પ્લાનિંગ બનાવીને કામ કરી શકશો. મનની વાત મનમાં રાખી નહીં શકો. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 4, 7, 8 ને 10 છે.
The Moon’s rule till 26th December will bring you lots of appreciation and fame at your place of work. You will be the reason that others also profit. You will meticulously plan all your tasks – small or big. You will not be able to hold back your thoughts. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.
Lucky Dates: 4, 7, 8, 10.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજ અને કાલનો દિવસ જ સૂર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી વડીલ વર્ગની સાથે મતભેદ પડી જશે. તમારું હાઈ પ્રેશર બધી જશે. બાકી 6ઠ્ઠી ડિસેમ્બરથી 50 દિવસના માટે શીતળ ચંદ્ર ગરમ મગજને ખૂબ જ શાંત બનાવી દેશે. તમારા બગડેલા કામોને સુધારી દેશે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. નવા કામ કરી શકશો. ‘યા રયોેમંદ’ની સાથે ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 6 થી 9 છે.
Today and tomorrow mark the last two days under the rule of the Sun. You could end up having arguments with the elderly. Your Blood Pressure could increase. The Moon’s rule, starting 6th December, for the next 50 days, will help cool off the hot-headedness. All your stalled or spoilt works will get resolved. Financially, things will start looking up. You will be able to take on new projects. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.
Lucky Dates: 6 to 9.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં ધણી-ધણીયાણીના કામો પહેલા પૂરા કરી લેજો. શુક્રની કૃપા તમારા મનની વાત બીજાને કરીને મન ઉપરનો બોજો ઓછો કરી નાખજો. નાણાકીય સ્થિતિ સારી હોય તો બીજાના મદદગાર જરૂર થઈ જજો. રોજબરોજના કામો વિજળી વેગે પૂરા કરવામાં સફળ થશો. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 4, 7, 8, 9.
Venus’ rule till 16th December suggests that you prioritize the completion of work related to your spouse. Speaking about what’s on your mind with another will reduce your mental tension. If you are in a good place financially, you are encouraged to help others. You will be successful in completing your daily tasks at lightning speed. Pray to Behram Yazad daily.
Lucky Dates: 4, 7, 8, 9.
CAPRICORN | મકર: ખ.જ.
તમારી રાશિના માલિક શનિના પરમમિત્રની દિનદશા ચાલતી હોવાથી તમારા દરેક કામો ખૂબ જ સારી રીતે પૂરા કરશો. પૈસાની જરાબી ખેંચતાણ નહીં આવે. શુક્રની કૃપાથી જ્યાં તમારે ત્રણનો ખર્ચ કરવાના હશે ત્યાં ત્રીસનો ખર્ચ આવશે. નાણાંકીય મુશ્કેલી નહીં આવે. બીજાને મદદ સારી રીતે કરશો. હાલમાં તમોબી ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5 થી 8 છે.
Under the rule of Venus, you will be able to complete all your work effectively. There will be no financial shortage. Under the rule of Venus, you will end up spending ten times more than what you expected. But there will be no financial difficulties. You will be able to help others creditably. Pray to Behram Yazad daily.
Lucky Dates: 5 to 8.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
પહેલાં ત્રણ દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી કોઈની ખોટી પંચાતમાં પડી જતા નહીં. તમારી કોઈ ચીજવસ્તુ ગુમાઈ જાય તેની સંભાળ લેજો. બાકી 6ઠ્ીથી તમોને શુક્રની દિનદશા ભરપૂર સુખ આપશે. મનની નેક મુરાદ પૂરી થશે. આજથી દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 11 છે.
You have the last three days under Rahu’s rule. You are advised not to unnecessarily get into other’s problems. Ensure that you do not misplace or lose your important items. Venus’ rule starting from 6th December will bring you much happiness. Your desires will get fulfilled. Starting today, pray to Behram Yazad daily.
Lucky Dates: 9, 10, 11.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ ઉડી જશે. ખર્ચનો ખાડો ઊંડો થતો જશે. તમારા પોતાના અંગત વ્યક્તિ તમારી સાથે દુશ્મન જેવો વહેવાર કરશે તેનું દુ:ખ લાગશે. જ્યાંબી કામ કરતા હો ત્યાં કોઈબી વ્યક્તિ સાથે ખોટી બોલાચાલી નહીં કરતા. હાલમાં દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17 થી 20 છે.
Rahu’s rule till 5th January will rob you off your sleep and appetite. Expenses will increase greatly. Those close to you will treat you like a stranger, and this will hurt you. Avoid getting into any kind of unnecessary arguments with your colleagues at the workplace. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 17 to 20.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025