Your Moonsign Janam Rashi This Week –
02 April – 08 April 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારી મનગમતી ચીજ વસ્તુ લેવામાં કોઈ કસર બાકી નહીં રાખતા. અપોજીટ સેકસનો સાથ કળવાથી અધુરા કામ પુરા કરી શકશો. શચક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. તંદુરસ્તી સારી રહેશે. કામકાજમાં જશ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 02, 06, 07, 08 છે.

Venus’ rule till 13th April suggests that you don’t hold back on purchasing all those items you desire. You will be able to complete your unfinished works with the support of the opposite gender. With the blessings of Venus, there will be no financial shortage. Health will be good. Your work will bring you fame. Pray to Behram Yazad daily.

Lucky Dates: 02, 06, 07, 08


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

 તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળા સાથે મનમેળાપ સારો રહેશે. નાણાકીય સ્થિતિ સુધરતી જશે. કામકાજમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. 14મી મે સુધી નવા મિત્રની મુલાકાત થાય તેવા હાલના ગ્રહ છે. જૂના રોકાણમાંથી ફાયદો લેવાનું ભુલતા નહીં. બીજાને મદદ કરવાથી પાક પરવરદેગાર તમને મદદ કરશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 03, 04, 05, 06 છે.

Venus’ ongoing rule makes you compatible with your family members at home. Financial prosperity is indicated. A promotion at work is indicated. Venus’ rule till 14th May will help you make new friends. Old investments will prove profitable. Helping others will bring you divine help from the Universe. Pray to Behram Yazad daily.

Lucky Dates: 03, 04, 05, 06


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમારે આજનો દિવસ ખુબ સંભાળીને પસાર કરવાનો છે. ઉતરતી રાહુની દિનદશા આખુ અઠવાડીયું ખરાબ ન કરે તેની કાળજી લેજો. બને તો ઓછું બોલવાનું રાખજો. કાલથી એટલે કે 3જી એપ્રિલથી 70 દિવસ શુક્રની દિનદશા તમારા બધાજ દુ:ખોને ઓછા કરી આનંદ આપશે. નાણાકીય બાબત ધીરે ધીરે સારી થતી જશે. આજથી ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 04, 05, 07, 08 છે.

You need to spend today very carefully. Take caution to ensure that Rahu’s descending rule does not end up spoiling the entire week. Try to speak minimally. Starting 3rd April, Venus’ rule for the next 70 days, will relieve you of all your sufferings and bring you great joy. You financial condition will improve eventually. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 04, 05, 07, 08


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

4થી મે સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા માથાનો બોજો ઓછો કરવા જતા વધી જશે. નાણાકીય બાબતમાં કોઈની મદદ લેવી પડે તેવા હાલના ગ્રહો છે. શેર સટ્ટાથી દૂર રહેજો. જ્યાં કામ કરતા હશો ત્યાં કામ કરનાર સાથે ઓછું બોલવાનું રાખજો. તમારા બોલવાથી તમે મુસીબતમાં મુકાશો. રાહુને શાંત કરવા દરરોજ દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 02, 03, 06, 08 છે.

Rahu’s rule till 4th May will end up increasing your mental tensions, instead of reducing them. You might need to seek financial help from others. Avoid dabbling in stocks and shares. Try to keep your speaking to a minimum with your colleagues at the workplace. Your words could land you in trouble. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 02, 03, 06, 08


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા માન પાનમાં વધારો થશે. બીજાના મદદગાર થશો. ગુરૂની કૃપાથી બીજાની ભલાઈ કરવાથી ખુબ આનંદ મલશે. ચેરીટીના કામ કરી શકશો. ફેમીલીમાં ગેટ ટુગેધર જેવા કાર્યક્રમો કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાથી વધુ ધનલાભ થશે.
શુકનવંતી તા. 03, 04, 05, 07 છે.

Jupiter’s rule till 21st April will elevate your fame and prosperity. You will be able to help others. With Jupiter’s graces, you will find great contentment in doing good for others. You will be able to do works of charity. You will be able to organize family get-togethers. For greater prosperity, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 03, 04, 05, 07


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoતમને 22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા કામકાજમાં સારી રીતે આગળ વધી શકશો. મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કરકસર કરતા નહીં. ગુરૂની વધુ કૃપા મેળવવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 02, 03, 07, 08 છે.

Jupiter’s rule till 22nd May will help you zoom ahead at your workplace. You will be able to resolve even challenging tasks with ease. You will be able to cater to the wants of your family members. Ensure to make investments. Do not hesitate to make house purchase. For greater blessings from Jupiter, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 02, 03, 07, 08


LIBRA | તુલા: ર.ત.

07Libraશનિની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતમાં નેગેટીવ વિચાર આવતા રહેશે. શનિ તમને થોડા આળસુ બનાવી દેશે. રોજના કામ સારી રીતે નહીં કરી શકો. વડીલવર્ગની તબિયત બગડી જવાના ચાન્સ છે. તમે સાંધાના દુખાવાથી પરેશાન થશો. તમારા લેણદાર તમને ખુબ પરેશાન કરશે. અંગત વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. શનિના નિવારણ માટે દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 04, 05, 06, 07 છે.

Saturn’s ongoing rule will fill your head with negative thoughts over petty issues. You could feel very lethargic. You will not be able to execute your daily chores effectively. The health of the elderly could come into question. You could suffer from joint-pains. Money-lenders will harass you. A close person will get upset with you over a petty issue. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 04, 05, 06, 07


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

17મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામ જલદીથી પુરા કરી લેજો. લેતી દેતીના કામો 17મી પહેલા કરી લેજો. કામકાજમાં કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવે. રોજના કામ રોજ કરજો. કરકસર કરી નાણાને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 02, 03, 06, 08 છે.

Mercury’s rule till 17th April suggests that you complete your important works quickly. Ensure to complete all your transactions related to lending-borrowing before April 17th. There will be no hurdles in your workplace. Continue to execute your daily chores without postponement. Work hard for your money and invest it profitably. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 02, 03, 06, 08


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી 21મી સુધી તમારા કામકાજને વધારવા ભાગદોડ કરી શકશો. નાણાકીય ફાયદો જયાં થતો હશે ત્યાં તમારૂં ધ્યાન પહેલા જશે. બીજાને સમજાવી પટાવી તમારા કામ પુરા કરી લેજો. બુધને કારણે દુશ્મનને પણ પોતાના બનાવી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 04, 05, 06, 07 છે.

Mercury’s ongoing rule till 21st April, suggests that you will be able to put in added effort to expand your business. You will gravitate towards profitable ventures. You are advised to use your convincing powers with others and complete your current and pending works. With Mercury’s blessings, you will be able to win over your enemies. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 04, 05, 06, 07


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

21મી એપ્રિલ સુધી મંગળની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં ખુબ ગરમ થઈ જશો. તાવ માથાના દુખાવાથી પરેશાન થશો. તમને જો પ્રેશરની તકલીફ હોય તો બેદરકાર રહેતા નહીં. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ આવશે. તમારી નાની ભુલ મોટી મુસીબતમાં નાખશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 02, 03, 05, 08 છે.

Mars’ rule till 21st April will have you losing your temper over petty matters. You could suffer from headaches and fever. Those suffering from Blood Pressure issues are advised to not be careless. Financial strain is predicted. A small mistake you make could land you in a huge mess. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 02, 03, 05, 08


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

21મી એપ્રિલ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. મગજને શાંત રાખી જે ડીસીજન લેશો તેમાં સફળ થશો. તમારા લીધેલા ડીસીઝનથી બીજાને ફાયદો થશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. ઘરવાળાનો સાથ મળતો રહેશે. ધારેલા કામ સમય પર પુરા કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 04, 05, 06, 07 છે.

The Moon’s rule till 21st April will ensure that your decisions made with a cool and calm mind will yield positive results. Others will also benefit off your decisions. You will receive travel opportunities. Share what’s on your mind to the person you wish to speak with. Family members will be supportive. You will be able to complete your work in time. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 04, 05, 06, 07


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

પહેલા 4 દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. મગજનો કંટ્રોલ ગુમાવતા વાર નહીં લાગે. ઉપરીવર્ગ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મુકે. ખાવાપીવામાં ધ્યાન નહીં આપવાથી તબિયત ખરાબ થવાના ચાન્સ છે. 6ઠ્ઠીથી શરૂ થતી ચંદ્રની દિનદશા તમારા મગજને શાંત કરી દેશે. બગડેલા કામ સુધારી શકશો. પારકાને પોતાના બનાવી શકશો. 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 02, 06, 07, 08 છે.

You have 4 days remaining under the Sun’s rule. It wont take long for you to lose control over your temper. Senior colleagues will go all out to harass you. By not paying attention to your diet, your health could go down. The Moon’s rule, starting 6th April, will calm your mind. You will be able to repair any bungled projects. You will be able to win over strangers. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 02, 06, 07, 08

Leave a Reply

*