Your Moonsign Janam Rashi This Week –
11 February – 17 February 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારા મોજશોખ ખુબ વધી જશે. શુક્રની કૃપાથી જે પણ કામ કરતા હશો તેમાં તમને ભરપુર જશ મળશે. તમારૂં અશાંત મન શાંત થઈ જશે. તમારાથી નારાજ થયેલી વ્યક્તિ તમને સામેથી કોન્ટેકટ કરશે. તમને મળવા આવેલી વ્યક્તિનું વેલકમ કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 15, 17 છે.

The start of Venus’ rule increases your inclinations towards fun and entertainment. With Venus’ graces, you will receive great appreciation and fame in all your endeavours. Your restless mind will find peace. Those upset with you will approach you themselves. Ensure to welcome those who come to meet you. Pray to Behram Yazad daily.

Lucky Dates: 11, 12, 15, 17


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી માર્ચ સુધી રાહુ તમારા મગજનો બોજો ઉતરવા નહીં દે. તમારી અંગત વ્યક્તિ તમને પરેશાન કરે તો નવાઈમાં નહીં પડી જતા. રાહુ તમને સાચો રસ્તો બતાવશે નહીં. બીજાનું સારૂં કરવા જતાં તમે તમારા કામો ભુલી જશો. ખોટા વિચારોથી પરેશાન થશો. નાણાંકીય મુશ્કેલી ઓછી કરવા માટે ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Rahu’s rule till 4th March doesn’t allow your mental tensions to lessen. Don’t be surprised even if those close to you start to harass you. Rahu does not let you see the right path. Trying to help others, you will forget to do your own work. Negative thoughts will upset you. To reduce financial stress, ensure to pray Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 11, 12, 13, 14


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લા 10 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પુરી કરજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેવામાં જરાબી કરકસર કરતા નહીં. ગુરૂની કૃપાથી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. કોઈના મદદગાર બની શકશો. ધારેલા કામો સમય પર પુરા કરી શકો તે માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 14, 15, 16 છે.

You have 10 days remaining under Jupiter’s rule. Ensure to cater first to the wants of family members. Do not hesitate at all to make purchases for the house. There will be no financial concerns. You will be of help to others. To be able to complete your works on time, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 12, 14, 15, 16


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધારશો તો ધર્મ કે ચેરીટીના કામો સારી રીતે કરી શકશો. ધારેલા કામ સમય પર પુરા કરી શકશો. અટકેલા નાણાં પાછા મેળવવામાં થોડી ભાગદોડ કરી લેજો. સમય પર કામ પુરા થવાથી મનને વધુ શાંતિ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 17 છે.

Jupiter’s ongoing rule enables you to do works of religion and charity more effectively. You will be able to complete your work on time. You are advised to put in a little effort to retrieve your stuck funds. Completing your work in time will give you mental peace. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 11, 12, 13, 17


LEO | સિંહ: મ.ટ.

05Leo

23મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. હાલમાં તબિયતથી વધુ પરેશાન રહેશો. મોટી ઉમરના લોકોને સાંધાના દુખાવાથી પરેશાન થશે. જયાં એક બાજુથી કરકસર કરશો ત્યાં બીજી બાજુથી ત્રણ ગણો ખર્ચ વધી જશે. લાંબા સમયના વિચારો કરતા નહીં. મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Saturn’s rule till 23rd February could have you upset over health matters. The elderly could suffer from joint pains. While trying hard to save money from one end, your expenses will increase from three other ends! Do not think about any long-term plans. For mental peace, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 14, 15, 16, 17


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

બુધની દિનદશામાં છેલ્લુ અઠવાડિયું પસાર કરવાનું બાકી છે. બધા કામ બાજુમાં મુકીને લેતી દેતીના કામો પહેલા પુરા કરજો. તમારા લેણાના પૈસા પાછા મેળવવા ભાગદોડ કરી લેજો. માથા પર વધુ ઉધારી હોય તો લેણદાર પાસેથી થોડી મુદત માંગી લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 13, 14, 17 છે.

This is the last week under Mercury’s rule. Keep all your work aside and first focus on transactions related to lending or borrowing money. To retrieve your money from debtors, put in extra effort. If you have to return money, request your creditors for a little more time. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 11, 13, 14, 17


LIBRA | તુલા: ર.ત.

07Libra

 બુધની દિનદશા ચાલુ હાવેથી તમારા ખર્ચ પર કાબુ મેળવવામાં સફળ થશો. તમારા રેકમેન્ડથી કોઈના અટકેલા કામો ફરી ચાલુ થઈ જશે. કોઈપણ જાતનું ઈનવેસ્ટમેન્ટ કરવામાં કસર રાખતા નહીં. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. સરકારી કામમાં સફળતા મળવાના ચાન્સ છે. તમે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 15, 16 છે.

Mercury’s ongoing rule helps you to control your expenses. Your recommendation will help restart the stalled work of another. Do not hesitate to make investments. You could receive good news from abroad. You will be successful in government-related works. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 11, 12, 15, 16


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

21મી ફબ્રુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવો અગત્યનો છે. નોકરી કરનાર વ્યક્તિને ધનલાભ મળી રહેશે. રોજ બરોજના કામો સારી રીતે કરી શકશો નહીં. મનમાં ખોટો ડર રહ્યા કરશે. બુધ્ધિનો ઉપયોગ કરતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

Mars’ rule till 21st February makes it crucial for you to be able to control your temper. The employed will receive monetary benefits. You will not be able to do your daily chores effectively. Your mind will be haunted with unnecessary fear. You will not be able to use your intelligence. Pray the Tir Yasht daily.

Lucky Dates: 13, 14, 15, 16


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

23મી ફેબ્રુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે તમારા કામો સારી રીતે કરી શકશો. ઘરવાળા મિત્રનો સાથ મલવાથી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં જરાબી કરકસર કરતા નહીં. થોડી રકમ સારી જગ્યાએ ઈનવેસ્ટ કરજો. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

The Moon’s rule till 23rd February helps you do your tasks very efficiently. You will be able to do even challenging tasks with ease, with the help of family members and friends. Do not hesitate to make any purchases for the house. Invest a part of your income. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 12, 13, 14, 15


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. જો તમને નાની મુસાફરી કરવાનું મન થાય તો મુસાફરી જરૂર કરજો તેનાથી તમને મનને શાંતિ અને આનદં મળશે. જે પણ કામ કરશો તેમાં ખુબ સાવધાની રાખજો. ઘરની વ્યક્તિનો સાથ સહકાર મલવાથી વધુ સુખી થશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 14, 17 છે.

The Moon’s rule till 23rd March advises you to travel if your heart desires, as this will bring you mental peace and joy. You are advised to be alert in all your tasks. The support of a family member brings you much contentment. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 11, 12, 14, 17


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

આજ અને કાલનો દિવસ સુખ અને શાંતિમાં પસાર કરવાનો બાકી છે. 13મીથી સુર્યની દિનદશા તમને આવતા 20 દિવસમાં શારિરીક નુકસાની આપવામાં કોઈ કસર નહીં છોડે. 4થી માર્ચ સુધીમાં તમે તાવ માથાના દુખાવાથી પરેશાન થશો. સુર્યની ગરમીને શાંત કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12, 13, 15, 16 છે.

You have today and tomorrow to spend in peace and happiness. The Sun’s rule, starting 13th Feb, for the next 20 days, will cause you much trouble. You could suffer from fever and headaches till 4th March. To placate the heat of the sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 12, 13, 15, 16


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ વધતા જશે. જેટલા કમાશો એટલો ખર્ચ કરી નાખશો. શુક્રની કૃપાથી કોઈ પાસે હાથ લાંબો કરવાનો સમય નહીં આવે. અપોજીટ સેકસનો સાથ ખુબ સારી રીતે મળશે. નવી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુુ રાખજો.
શુકનવંતી તા. 11, 15, 16, 17 છે.

Venus’ ongoing rule will have you inclined increasingly towards fun and entertainment. You will end up spending all your earnings. But, with Venus’ blessings you will not need to borrow money from others. You will get good support from members of the opposite gender. You will be able to buy new things. Pray to Behram Yazad daily.

Lucky Dates: 11, 15, 16, 17

Leave a Reply

*