મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં ખુબ ગુસ્સામાં આવી જશો. ધન આવવાની જગ્યાએ ધનનો ખર્ચ ખુબ વધી જવાથી મન અશાંત થઈ જશે. ઘરમાં નાનું મોટું રીપેરીંગ કામ કરાવું પડશે. વાહન ખુબ સંભાળીને ચલાવજો. તાવ-માથાના દુખાવાથી પરેશાન થશો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 5, 7 છે.
The start of Mars’ rule will tend to get you very angry over petty matters. A lot of mounting expenses will cause you much mental unrest. Your house will need big and small repair jobs. Drive/ride your vehicles with great caution. You could suffer from headaches or fever. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 1, 2, 5, 7
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા તમારા મનને શાંતિ આપશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. જે પણ કામ કરશો તે પુરૂં કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ફેમીલી મેમ્બર અને તમારા વિચારો સરખા રહેશે. સાચી સલાહ આપી કોઈનું દિલ જીતી લેવામાં સફળ થશો. હાલમાં રોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
The Moon’s rule till 26th July will bring peace to your mind. Financial prosperity is predicted. You will find no challenges in completing the tasks you undertake. The thoughts of your family members will be in line with yours. You will win over the heart of someone by giving them your sincere advice. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 3, 4, 5, 6
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ચાર દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી સુર્યની દિનદશા તમને માથાનો દુખાવો આપશે. તેમજ ચાર દિવસમાં તમારી અગત્યની ચીજ ગુમાઈ ન જાય તેનું ધ્યાન આપજો. 5મીથી શરૂ થતી ચંદ્રની દિનદશા મનને શાંતિ આપશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 2, 5, 6, 7 છે.
You have 4 days left under the Sun’s rule. The descending rule of the Sun could leave you with a headache. Ensure that you do not misplace or lose any of your important items in these four days. The Moon’s rule, starting from the 5th of July, will bring you much mental peace. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.
Lucky Dates: 2, 5, 6, 7
CANCER | કર્ક: ડ.હ.
16મી સુધી શુક્રની દિનદશા ચાલશે. મોજશોખ પુરા કરવામાં મહેનત નહીં કરવી પડે. મનગમતી વ્યક્તિ સાથે મુલાકાત થશે. નાણાકીય વ્યવહાર જલદીથી પુરા કરી લેજો. મિત્રો સાથેના સંબંધો સારા રહેશે. ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 3, 4, 7 છે.
Venus’ rule till 16th July will have you fulfilling your inclinations towards fun and entertainment without any effort. You will meet with someone your heart desires. Ensure to complete all your financial commitments. Relations with friends will bloom. Squabbles between couples will reduce. Pray to Behram Yazad daily.
Lucky Dates: 1, 3, 4, 7
LEO | સિંહ: મ.ટ.
શુક્ર જેવા ચમકીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામને ખુબ સારી રીતે કરવામાં સફળ થશો. ઘરનું વાતાવરણ સારૂં હોવાથી મનને આનંદ મળશે. નાની મોટી મુસાફરી કરી શકશો. અપોઝીટ સેકસનો સાથ મળતો રહેશે. નવા કામ મેળવવામાં માટે થોડી મહેનત કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 5, 6 છે.
Venus’ ongoing rule helps you execute all your work tasks very efficiently. The cordial atmosphere at home will bring you much joy. You will be able to take travel trips. The members of the opposite gender will be supportive. Put in a little effort to get new work projects. Pray to Behram Yazad daily.
Lucky Dates: 2, 3, 5, 6
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
પહેલા ચાર દિવસ ખુબ સંભાળીને પસાર કરજો. ઉતરતી રાહુની દિનદશાને લીધે તમે ખોટા ડીસીઝન લેશો. બને તો 4થી સુધી ઓછું બોલી કામ કરજો. 5મીથી શરૂ થતી શુક્રની દિનદશા 70 દિવસમાં તમારા દુ:ખને ઓછા કરી આપશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 6, 7, 8 છે.
You are advised to practice great caution during these four days. Rahu’s descending rule could lead you into making wrong decisions. Till the 4th of July, try to speak minimal. Venus rule, starting from 5th July, for the next 70 days, will alleviate your pain and suffering. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 1, 6, 7, 8
LIBRA | તુલા: ર.ત.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે કોઈ પણ જાતનું બેલેન્સ રાખવામાં સફળ નહીં થાવ. અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. પેટમાં તથા માથાના દુખાવાથી પરેશાન થશો. ખોટા ખર્ચા અને વધુ પડતા ડોકટરના બીલ ભરવામાં પરેશાન થશો. રાહુના દુખને ઓછું કરવા ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.
Ranu’s ongoing rule makes it impossible for you to keep a balanced mind. Your health could suddenly go bad. You could suffer from stomach-aches or headaches. You will get worried having to pay for unnecessary expenses and medical bills. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 2, 3, 4, 5
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
23મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે જે પણ કામ કરશો તેમાં તમારો વિલ પાવર ખુબ સારો રહેશે. જે પણ ધનલાભ મલતા હોય તે લઈ લેજો. અગત્યના કામો પહેલા પુરા કરવાની કોશીશ કરજો. દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 4, 6, 7 છે.
Jupiter’s rule till 23rd July will ensure a surge in your will-power in all the endeavours that your undertake. Take in all your profits and benefits. Try and complete your important works first. You will receive anonymous help in all areas of life. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 1, 4, 6, 7
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમારી રાશિના માલીક ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ધર્મ કે ચેરીટીના કામો થઈ જશે. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. અચાનક ફાયદો થઈ જશે. રોકાયેલા નાણા મેળવી શકશો. મિત્રોનો લાભ લેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.
Jupiter’s ongoing rule will make you do religious and charitable works. There will be gradual improvement in your financial condition. You could get a sudden bonus. You will be able to retrieve your stuck funds. Take in the benefits you receive from friends. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 2, 3, 4, 5
CAPRICORN | મકર: ખ.જ.
26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે. તમને નાના કામો કરવામાં ખુબ કંટાળો આવશે. શનિ તમને થોડાઘણા આળસુ બનાવી દેશે. ખોટા ખર્ચાઓ થવાથી વધુ પરેશાન થશો. તબિયતની ખાસ સંભાળ લેજો. તમારી નાની બેદરકારી તમને મોટી મુસીબતમાં મુકશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 4, 6, 7 છે.
Saturn’s rule till 26th July will make you feel annoyed in doing your tasks. Saturn makes you lethargic. Unnecessary expenses will add to your worries. Take special care of your health. A small carelessness could land you in big trouble. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 1, 4, 6, 7
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે બુધ્ધિ વાપરીને તમારા અગત્યના કામો પુરા કરવામાં સફળ થશો. થોડીઘણી બચત કરવામાં સફળ થશો. ખોટા ખર્ચા પર કાબુ મેળવી લેશો. હીસાબી કામો કરી પોતાનો ફાયદો લેવામાં સફળ થશો. બીજાના મદદગાર થશો. રોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 3, 4, 5 છે.
Mercury’s ongoing rule helps you use your intelligence and complete your important tasks, efficiently. You will be able to save some money. You will be able to control unnecessary expenditures. You will be able to reap the benefits related to accounting works. You will be helpful to others. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 1, 3, 4, 5
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
બીજાને સમજાવી પટાવીને પોતાનું કામ પુરૂં કરી શકશો. તમારા લેણાના પૈસા પાછા મેળવવા માટે થોડી ભાગદોડ કરી લેજો. ગામ પરગામથી મનને ખુશી મળે તેવા સમાચાર મળશે. ઘરમાં મહેમાનની અવર જવર વધી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 5, 7 છે.
You will be able to convince others and getting your work done. You will need to put in some effort to retrieve money from your debtors. You will receive good news. There will be an increase in the inflow of guests at your home. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 2, 3, 5, 7