મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
બુધની દિનદશા ચાલુ હોવાથી ભવિષ્યમાં ધનની કમી નહીં આવે તેની સંભાળ લેવામાં ચુકશો નહીં. થોડી મીઠી વાતો કરીને તમારા દુશ્મનનું દિલ જીતી લેશો. જે પણ કામ કરતા હશો ત્યાં માન સન્માન વધી જશે. ખર્ચનું પ્રમાણ ઘટાડવામાં સફળ થશો. ધનની કમી નહીં આવે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 22, 24, 25 છે.
Mercury’s ongoing rule sees to it that you will ensure you will not allow any scarcity of finances for the future. You will be able to win over your enemy with your sweet talk. Respect and admiration for you will increase at your workplace. You will be able to control your expenses. There will be no shortage of money. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 19, 22, 24, 25
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. કોઈબી વ્યક્તિ સાથે સંભાળીને વાત કરજો. ઉતરતી મંગળની દિનદશા નાનું એકસીડન્ટ કરાવે તેવા ચાન્સ છે. તબિયતની સંભાળ રાખજો. તાવ શરદી ખાસી જેવી માંદગીથી પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.
This is the last week under Mars’ rule. You are advised to speak very sparingly and cautiously with others. Mars’ descending rule could cause a minor accident. Take care of your health – you could suffer from fever, fever or cold. Pray the Tir Yasht daily.
Lucky Dates: 20, 21, 22, 23
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ઓગસ્ટ સુધી ચંદ્રની દિનદશા મનને શાંત રાખવામાં મદદગાર થશે. ઘરવાળાના સંબંધમાં સારા સારી રહેશે. તમારા કામ કરવામાં સફળ થશો. તમારૂં મન જે કામ કરવા માનશે તે કામ કરવામાં તમને વધુ આનંદ આવશે. પૈસાની લેતી દેતી પહેલા પુરી કરી લેજો. મનને શાંત કરવા દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 23, 24, 25 છે.
The Moon’s rule till 26th August will keep your mind cool and calm. Relationships with family members will bloom. You will be successful in your work endeavours. You will feel great satisfaction in doing work which gives you happiness. Ensure to complete all pending financial transactions. To keep the mind cool, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 21, 23, 24, 25
CANCER | કર્ક: ડ.હ.
તમારી રાશિના માલીક ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ધનલાભ મળવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. નાની મુસાફરી કરવાથી વધુ આનંદમાં આવી જશો. ઘરનું વાતાવરણ ખુબ સારૂં રહેવાથી ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી શકશો. હાથમાં લીધેલા કામ પુરા કર્યા વગર નહી મુકતા. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 19, 20, 22, 25 છે.
The start of the Moon’s rule will ensure there are no challenges in your path in earning wealth. Short travels will bring you joy. With the atmosphere at home being very pleasant, you will cater to the wants of family members. You are advised to ensure you complete all tasks at hand. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 19, 20, 22, 25
LEO | સિંહ: મ.ટ.
6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલશે. તમે સમજ્યા વગર ગુસ્સે થઈ જશો. મગજનો પારો ઉચો રહેશે. પ્રેશર ઉપર નીચે થતું રહેશે. સરકારી કામોમાં ખુબ મુશ્કેલીઓ આવશે. શેર સટ્ટાથી દૂર રહેજો નહીં તો મોટી મુસીબતમાં આવી જશો. સુર્યને શાંત કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 23, 24 છે.
The Sun’s rule till 6th September could have you getting angry without understanding situations. Tempers will flare. Your Blood Pressure could fluctuate. You will face lots of challenges in any government-related work. You are advised to stay away from the share market, or else you could land in big trouble. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 20, 21, 23, 24
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી બચત કરવામાં સફળ નહીં થાવ. તમને ખબર નહીં હોય તેવી મુસીબતમાંથી બહાર આવી જશો. બીજાના કામ પુરા કરવામાં મદદ કરશો. હરવા ફરવા તથા ખાવાપીવામાં વધુ ધ્યાન આપશો. ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 21, 22, 23 છે.
Venus’ ongoing rule makes it impossible for you to save money. You will be scooped out of a tough situation even without knowing it. You will help others complete their work. You will be inclined towards travel and entertainment. You will be able to retrieve your stuck funds. Pray to Behram Yazad daily.
Lucky Dates: 19, 21, 22, 23
LIBRA | તુલા: ર.ત.
તમને શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમે તમારી મહેનતનું ફળ મેળવી લેશો. તમારા કામમાં તમારી ભુલ કોઈ શોધી નહીં શકે. નાણાકીય બાબતમાં ખુબ સારા સારી રહેશે. મનની વાત કહેવામાં મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.
The onset of Venus’ rule will ensure you receive the fruits of your labour. Your work will be faultless. Great financial prosperity is indicated. You will be able to speak your mind freely. Pray to Behram Yazad daily.
Lucky Dates: 20, 23, 24, 25
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં મુશ્કેલીમાં આવશો. તમારી અંગત વ્યકિત અથવા ઘરવાળા તમને સાથ આપવા તૈયાર નહીં થાય. રાહુ ને કારણે આંખ, કાન, ગળાની તકલીફ આવવાનો ચાન્સ છે. પૈસાની ખેચતાણ વધુ થતી રહેશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 19, 21, 22, 24 છે.
Rahu’s rule till 6th September could land you into trouble over petty issues. Those close to you as also your relatives will not be supportive of you. The health of your eyes, ears or throat could be compromised due to Rahu’s influence. Financial stress could increase. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 19, 21, 22, 24
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લા 6 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમીલી મેમ્બરને આપેલા પ્રોમીશ પહેલા પુરા કરી લેજો. નહીં તો 25મીથી તમારા વિચાર સ્થિર નહીં રહે. 42 દિવસમાં રાહુ તમારી દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19,20, 22, 23 છે.
You have 3 days remaining under Jupiter’s rule. Ensure to deliver on the promises made to family members. Your thoughts will not be very stable from 25th August, marking the start of Rahus’ rule for 42 days. You will be robbed of your sleep and your appetite. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 19, 20, 22, 23
CAPRICORN | મકર: ખ.જ.
24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા રોજના કામ સાથે ધર્મનું કામ કરી આનંદમાં આવશો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. થોડું ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 23, 24, 25 છે.
Jupiter’s rule till 24th September will have you feeling much joy doing religious works, alongside your other tasks. There will be no financial difficulties. You will be able to make small investments. You will be able to make purchases for the house. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 21, 23, 24, 25
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને આળસુ બનાવી દેશે. રોજના કામો સમય પર પુરા કરવામાં મુશ્કેલીઓ આવશે. તબિયતની ખાસ કાળજી લેજો. જોઈન્ટ પેઈન અથવા માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 22, 24 છે.
This is your last week under Saturn’s rule. The descending rule of Saturn will make you lethargic. You will find it tough to complete your daily chores on time. Take special care of your health. You could suffer from joint-pain or headaches. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 19, 20, 22, 24
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આજનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. લેતી-દેતીના કામો પહેલા કરી લેજો. કાલથી 36 દિવસ માટે શનિની દિનદશા તમને આળસુ બનાવી દેશે. શારિરીક મુસીબત આવશે તમારા કરેલા કામનું વળતર તમને નહીં મળવાથી તમે ચિંતામાં આવશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો
શુકનવંતી તા. 19, 23, 24, 25 છે.
This is your last day under Mercury’s rule. Complete any transactions related to lending or borrowing of money. Saturn’s rule, starting tomorrow for the next 36 days, makes you lazy. You could face a physical ailment. Not receiving the recognition due for your hard work will prove worrisome to you. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 19, 23, 24, 25