મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
14મી એપ્રિલ સુધી સુખ આપનારા શુક્રની દિનદશા ચાલશે. તમે તમારા મોજશોખ ઉપર કાબુ રાખવામાં સફળ નહીં થાવ. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. કામકાજ માટે ગામ-પરગામ જવાનું થશે. ફેમીલીને ખુશ રાખવા કયાંક પીકનીકનો કાર્યક્રમ બનાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણતા કામમાં સફળતા મળશે.
શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.
The pleasure-giving Venus rules you till 14th April. You will not be able to control your inclinations towards fun and entertainment. With Venus’ grace you will face no financial difficulties. You could get travel opportunities abroad for work. You will be able to organize a picnic to please the family. For continued success at work, pray to Behram Yazad daily.
Lucky Dates: 3, 4, 7, 8
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આજ અને કાલનો દિવસ ખુબ સંભાળીને પસાર કરજો. ઉતરતી રાહુની દિનદશા તમારા આખા અઠવાડીયાને બગાડે નહીં તેવું ચાહતા હો તો બે દિવસમાં કોઈ સાથે ખોટી બોલાચાલીમાં પડતા નહીં. બાકી 4થી માર્ચથી શુક્રની દિનદશા આવતા 70 દિવસમાં તમારા જીવનમાં ખુશીઓ લાવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.
You are advised to spend today and tomorrow with great caution. To ensure that Rahu’s descending rule doesn’t end up ruining your whole week, avoid unnecessary conversations with people. Venus’ rule, starting 4th March, for the next 70 days, will fill your life with happiness. Pray to Behram Yazad alongside praying the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 5, 6, 7, 8
GEMINI | મિથુન: ક.છ.ઘ.
3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારી સામે પડેલી અગત્યની ચીજ તમને દેખાશે નહીં. રોજબરોેજના કામ સમય પર પુરા કરવામાં મુશ્કેલીમાં આવશો. તમને જે મુસીબત નાની લાગતી હશે તે મુસીબત પહાડ જેવી બની જશે. નાણાકીય બાબતમાં ખુબ હેરાનગતિ આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 7 છે.
Rahu’s rule till 3rd April will have you visually omitting things right in front of you. You could get into trouble trying to complete your daily chores on time. A petty issue will get magnified into a mountain. Financial difficulties are predicted. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 2, 3, 4, 7
CANCER | કર્ક: ડ.હ.
23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમને ધર્મ અને સોશીયલ કામો કરવામાં ખુબ મજા આવશે. ફેમીલીમાં સારા પ્રસંગો આવવાના ચાન્સ છે.ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં જરા પણ કસર નહીં રાખો. બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળશે. તમે કોઈને ધનની મદદ કરવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 5, 6, 8 છે.
Jupiter’s rule till 23rd March will have you finding much satisfaction in doing works related to religion and community service. An auspicious occasion is on the cards for the family. You will go all out to make any home purchases. Children will bring good news. You will provide financial help to others. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 2, 5, 6, 8
LEO | સિંહ: મ.ટ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી જાણતા અજાણતા તમે ચેરીટીના કામ કરવામાં સફળ થશો. ગુરૂની કૃપાથી હાલમાં તમને ધનની ચિંતા જરાબી નહીં આવે. તમને તમારા કામ પુરા કરવામાં કોઈની મદદની જરૂરત નહીં પડે. તમારી બગડેલી તબિયતમાં ધીરે ધીરે સુધારો થતો જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
Jupiter’s ongoing rule has you indulging in charitable ventures, knowingly or otherwise. You will not face any financial worries. You will not need any help to complete your tasks. Health will gradually start improving. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 3, 4, 5, 6
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તબિયતની ખુબ સંભાળ લેજો. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતના ખાડામાં નાખી દેશે. પેટની માંદગીથી પરેશાન થશો. કંઈક લાગવા કે પડવાના બનાવ બનશે. શનિને કારણે કોઈની મદદ તમને મળશે નહીં. તમારા લેણાના નાણા પાછા મળવાના ચાન્સ ઓછા છે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 7 છે.
Saturn’s ongoing rule calls for you to take special care of your health. A small mistake could land you in big trouble. You could suffer from stomach ailments. You could have a minor fall or accident. You will not receive support from others. It will be difficult to get back your money from debtors. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 2, 3, 4, 7
LIBRA | તુલા: ર.ત.
બુધની દિનદશા ચાલુ હોવાથી આજથી થોડી બચત કરવાની કોશિશ જરૂર કરજો. બીન જરૂરી નાણાકીય ખર્ચ પર કાબુ રાખીને ઈનવેસ્ટ કરવામાં સફળ થશો. ઉધાર નાણા માગનારને મદદ કરવાની ભુલ કરતા નહીં. તે વ્યક્તિ તમારા ખરાબ સમયમાં તમને મદદ નહીં કરી શકે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.
Mercury’s ongoing rule starting today advises you to start saving money. By not spending money on unnecessary expenses, you will be able to save and invest your money. You are advised against lending money to anyone as they will not help you in your time of need. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 5, 6, 7, 8
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ કામ કરતા હશો તેમાં તમારે બીજાની મદદની જરૂરત નહીં પડે. બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી શકશો. મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી લેશો. ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 8 છે.
The onset of Mercury’s rule ensures that you will not need any external help in getting your work done. You will be able to smoothly work through even difficult tasks by using your intelligence. You will be able to win over strangers with your sweet words. Financial prosperity is indicated. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 2, 3, 4, 8
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં ગુસ્સામાં આવી જશો. જ્યાં કામ કરતા હશો ત્યાં ઉપરી વર્ગ તમને નાની બાબતમાં ઈરીટેટ કરશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. સમજ્યા વગર કોઈ પણ કામ કરતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણતા મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 3, 5, 6, 7 છે.
Mars’ ongoing rule will make you get angry over petty matters. Your senior colleagues will tend to irritate you at the workplace. Drive/ride your vehicles with caution. Do not take on any work without thining things through. For peace of mind, pray the Tir Yasht daily.
Lucky Dates: 3, 5, 6, 7
CAPRICORN | મકર: ખ.જ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા આનંદમાં વધારો થશો. સારા સમાચાર મળશે. ધનની ચિંતા નહીં આવે. ઘરવાળાનો સાથ મલવાથી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 8 છે.
The onset of the Moon’s rule increases your sense of happiness. You will receive good news. There will be no financial worries. The support of your family members will turn challenging tasks into easy ones. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 2, 3, 4, 8
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
આજ અને કાલનો દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. સરકારી કે દસ્તાવેજી કામો 5મી માર્ચ બાદ કરજો. ચંદ્રની દિનદશા તમારા મનને ખુબ શાંત કરી નાખશે. નેગેટીવ વિચારોને પોજીટીવ બનાવી શકશો. ચંદ્ર તમારા અટકેલા કામને ફરી ચાલુ કરાવશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.
Today and tomorrow are the last two days under the Sun’s rule. Take on any government-related or legal matters only post 5th March. The Moon has a very soothing effect on your mind. You will be able to convert negative thoughts into positive ones. You will be able to restart your stalled projects. Pray the 96th Name. ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.
Lucky Dates: 5, 6, 7, 8
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારી ગમતી વ્યક્તિ સાથે તમે વધુ સમય પસાર કરી શકશો. તમારા કામમાં બીજાની મદદ લેવાનો વિચાર કરતા નહીં. ધણી-ધણીયાણીના સંબંધમાં સારા સારી થતી જશે. નાણાંકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 7 છે.
Venus’ rule till 14th March helps you spend more time with your favourite person. Do not take outside help in doing your works. Relations between couples with greatly improve. Financial prosperity is indicated.
Lucky Dates: 2, 3, 4, 7