ક્રિસમસ ટ્રીની પરંપરા

નાતાલ એ ખ્રિસ્તીઓનો પવિત્ર તહેવાર છે, જેને મોટો દિવસ પણ કહેવામાં આવે છે. દર વર્ષે 25 ડિસેમ્બરે ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે, વિશ્ર્વભરના ખ્રિસ્તી સમુદાયના લોકો તેમની પરંપરાઓ અને રિવાજ તરીકે વિવિધ સ્થળોએ આદર અને નિષ્ઠાથી ઉજવે છે. નાતાલના દિવસની ઉજવણી માટે ચર્ચોને લાઈટો અને કેન્ડલોથી શણગારવામાં આવે છે. નાતાલનાં પ્રસંગે નાતાલનાં વૃક્ષનું વિશેષ મહત્વ […]

પ્રેમ એ આપવાની ચીજ છે!

ઈશુ ખ્રિસ્ત એક વખત યાત્રાએ નીકળ્યા હતા. સાથે કેટલાક અનુયાયીઓ હતા. જ્ઞાનની અને ભગવાનની વાતો કરતાં કરતાં આગળ વધતા હતા. એવામાં એક અનુયાયીએ પૂછ્યું, ‘પ્રભુ! તમે તમારા લગભગ દરેક પ્રવચનમાં વારંવાર કહો છો કે પ્રેમ કરો. પાડોશીને પણ પ્રેમ કરો. દુશ્મનોને પણ પ્રેમ આપો.’ ‘સાચી વાત છે, પ્રેમથી પ્રેમ વધે છે.’ ‘તમારી એ આજ્ઞા માથે […]

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

પહેલી સ્ત્રી તથા પહેલકરી તે હવેલીમાં દાખલ થયાં પછી બીજી સ્ત્રી કે જેણીએ બારણું ઉઘાડયું હતું તે તેણીએ બંધ કીધું. તે ત્રણે આસામીઓ આગળ ચાલતા તે હેલકરીન માલમ પડયું કે પહેલા તો શોભીતી બાંધણીની દેવડી તેઓએ પસાર કીધી અને ત્યાંથી એક કુશાદે ચોક મુકી તેઓ આગળ ચાલ્યા. તે ચોકની આસપાસ ખુલ્લી ગેલરી હતી અને તે […]