Your Moonsign Janam Rashi This Week –
07th October, 2017 – 13th October, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી મુસાફરીના પ્લાન કરતા નહીં અને કરો તો સંભાળીને ટ્રાવેલ કરજો. કોઈ વ્યક્તિ ખોટી રીતે તકલીફ આપી જાય. નાણાકીય બાબતમાં ખેંચતાણ રહેશે. થોડું ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.

શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.

Saturn rules you till 27th October so avoid traveling. Stand up for yourself against those who harass you. Spend wisely and make investments. Pray the ‘Moti Haptan Yasht’ for peace.

Lucky Dates: 7, 8, 11, 12

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા બધાજ કામો બુધ્ધિબળ વાપરીને પૂરા કરી શકશો. સમજાવી ને પારકાને પોતાના બનાવી લેશો. નાણાકીય મુશ્કેલીને દૂર કરવા બુધ્ધિબળ વાપરજો. ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલશો નહીં. મનગમતી ચીજ મળ્યા પછી મનને શાંતિ મળશે. નવાકામ શોધવાથી સફળતા મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 13 છે.

Mercury’s rule will enable you using your strength and wisdom to complete all tasks. You will win over others. A good week financially, so make sure you invest. You will be successful in undertaking new ventures. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 9, 10, 11, 13

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી 20મી નવેમ્બર સુધી તમે તમારા બનાવેલ પ્લાનમાં સફળ થશો. નાણાકીય સ્થિતિને સુધારવા માટે એકસ્ટ્રા કામ કરવામાં આગળ રહેશો. તમે જે પણ કંઈ એકસ્ટ્રા મેળવશો તેમાંથી બચત અવશ્ય કરજો. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 7, 9, 10, 12 છે.

With Mercury ruling you, success in all your endeavours is indicated. You will work harder to improve your financial condition. Make sure you save from your earning. You will catch up with your old pals. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 7, 8, 10, 12

.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં ખુબ ગુસ્સે થઈ જશો. ઘરમાં ભાઈ બહેનોમાં મતભેદ વધી જશે. તમારા વિચારોમાં તમે ખોવાયેલા રહેશો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. નાણાકીય લેતી દેતીમાં નુકસાની ભોગવશો. મંગળને શાંત રાખવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 13 છે.

With Mars ruling over you, you might get easily agitated. Arguments amidst siblings is indicated. Avoid losing yourself in your thoughts and drive carefully. Be careful with financial transactions. Pray ‘Tir Yasht’ to pacify Mars.

Lucky Dates: 8, 9, 10, 13

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

26મી સુધી ચંદ્ર તમને શાંતિ આપશે. તમારા લીધેલા નિર્ણયો બીજાને ગમશે. ઘરવાળાને ખુશ રાખવા તમારાથી બને તે બધી બાબતો કરશો. રોજના કામમાં સારા સારી રહેશે. નાનુ રોકાણ કરવાથી ફાયદામાં રહેશો. સગાસંબીધીઓની મુલાકાત લેતા ફાયદામાં રહેશો. જે પણ કામ કરશો તેમાં સેલ્ફકોન્ફિડન્સ સારો રહેશે. 101નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.

Moon brings you peace until the 26th. People will approve of your decisions. Put in all effort to please your family members. Routine work will move smoothly. Small investments will prove beneficial. Maintain good relations with your relatives. Your self-confidence will be high. After praying 101 name, pray the 34th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 7, 8, 11, 12

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આજથી તમને શીતળ ચંદ્રની દિનદશા 26મી નવેમ્બર સુધી ચાલશે. તેથી ધીરે ધીરે તમારા અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. મગજે શાંત કરી શકશો. કામ કરતા હશો ત્યાંની વ્યક્તિ તમને સાથ આપશે. નાની મુસાફરીનો પ્લાન બનાવી શકશો. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. ધનલાભ મળશે. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 9, 10, 12, 13 છે.

Starting today, Moon rules you till 26th November, enabling you to restart pending tasks. You will find peace and colleagues will be helpful. Travel is indicated. A good week ahead, financially. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 9, 10, 12, 13

.


LIBRA | તુલા: ર.ત.

07Libra

17મી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી આ અઠવાડિયામાં તમે જેને પણ પ્રોમીશ આપેલા હશે તે પૂરા કરી શકશો ત્યારબાદ કોઈને પ્રોમીસ આપશો નહીં. તમે પ્રેમમાં હશો તો તે વ્યક્તિ સાથે સંબંધ સારા રહેશે. શુક્રની કૃપાથી મનગમતી ચીજ વસ્તુ વસાવી શકશો. કરકસર કરવાની કોશિશ કરજો. રોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 7, 8, 11, 13 છે.

Venus continues ruling you till the 17th, so fulfil old promises and avoid making new ones. Relations with loved ones will flourish. You will be able to make your purchases of preference. Save money. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 7, 8, 11, 13

 

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી અગત્યના કામ પર ધ્યાન આપજો. રીસાયેલા પ્રેમી કે પ્રેમીકાને મનાવી લેજો. દુશ્મન સાથે દોસ્તી કરી તેનું દીલ જીતી લેશો. શુક્રની કૃપાથી ખર્ચ પર કાબુ નહી કરી શકશો પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. નવા કામ કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

Venus rules you till 16th November, so pay attention to important work. You will make up with your disappointed lover, as well as win over your enemies. Even after spending, finances will smile on you. You will be able to start new ventures. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates:  8, 9, 10, 11

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ગઈકાલથી શુક્રની દિનદશા 70 દિવસ માટે શરૂ થયેલી છે. તમારા દરેક કામમાં ફત્તેહના ડંકા વગાડશો. કામ કરતા હશો ત્યાં કામ પૂરૂં કરવામાં ધ્યાન લગાવશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. જીવનસાથી શોધતા હશો તો 16મી ડિસેમ્બર સુધી મનપસંદ વ્યક્તિ મળવાના ચાન્સ છે. આજથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી તા. 7, 10, 12, 13 છે.

Venus begins its rule over you for the next 70 days, bringing you success in all endeavours. You will stay focused and make new friends. There are good chances of finding your life-partner till 16th December. From today, Pray to ‘Behram Yazad’.

Lucky Dates: 7, 10, 12, 13

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ઘરનું વાતાવરણ સારૂં નહીં રાખે. ધણી ધણીયાણીમાં મતભેદ થયા કરશે. ઓપોઝિટ સેકસની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. નાણાકીય મદદ માગવા જશો તો તે વ્યક્તિ તમને મદદ નહીં કરે તથા તમારા પોતાના લેણાના પૈસા પણ પાછા નહીં મેળવી શકો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

Rahu’s rule till November 6th means you need to try and keep the family peaceful. Take care of your family’s health. Those who owe you money may not return the same, so be cautious financially. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 8, 9, 10, 11

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી બને એટલું ચેરિટીનું કામ કરજો. ગુરૂની કૃપાથી બીજાના મદદગાર થશો. 25મી સુધી તમારૂં માન ઈજ્જત વધી જશે. તમારા કરેલ કામ બીજાને ગમશે તથા તમારા કામના વખાણ પણ થશે. જૂના રોકાણમાંથી ફાયદો લેવાનું ભુલતા નહીં. લાંબા સમય માટે રોકાણ અવશ્ય કરજો. રોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 7, 9, 12, 13 છે.

With Jupiter ruling you, indulge generously in charity. You will be able to help others. By the 25th, others will respect you more and you will get appreciated by others. Reap benefits of previous investments and make new ones too. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 7, 8, 12, 13


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને જ્ઞાનના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે થોડું કામ કરીને વધુ માન કમાશો. તમારા પોતાના ફસાયેલા પૈસા પાછા મેળવવા માટે થોડીઘણી ભાગદોડ કરી લેશો. ગુરૂની કૃપાથી ઘરવાળા તમારી વાત જલદીથી સમજી જશે. ગામ-પરગામથી સારા સમાચાર મળીને રહેશે. કોર્ટના કામમાં જીત મેળવશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.

Jupiter ruling you brings in more respect. You will have to work hard to get back money you’ve lent. Family members will be understanding. Good news awaits you. Success indicated in your legal matters. Pray ‘Srosh Yasht’ everyday.

Lucky Dates: 9, 10, 11, 12

.

Leave a Reply

*