શિરીન

પહેલીજ તકે ત્યારે તે જવાન પોતાની વહાલી માતા આગળ મળવા મદ્રાસ પુગી ગયો.

દીલનાઝ વોર્ડન ઘણે ઘણે વરસે પોતાનાં બચ્ચાંને ફરી મળવાથી ખુશાલીથી છાકટ બની ગઈ.

‘કેરસી, મારા બચ્ચાં, મારા દીકરા, તું કેટલે વરસે કયાંથી પાછો આયો?’

ને જ્યારે તે સર્વ વિગત તે માતાએ એક શોક ખાઈ પોતાનાં દીકરા આગળથી જાણી કે તેણી ઉશ્કેરાઈ જઈ પુકારી ઉઠી.

‘કોણ, આપણી શિરીને આટલું બધું કીધું? ખરેજ, જ્યારે હું તેણીને હમેશ સુધલા વગરની કહી બોલાવતી, ત્યારે તારો બાપ હમેશ મને સુધારતો કે શિરીન ઘણી અકકલમંદ છે.’

‘મંમા, સાથે શિરીન સ્વભોગી છે. એને આપણા ખાનદાનની ઈજ્જતને ખાતર અંતે પોતાની ઈજ્જતો પણ ભોગ આપી દીધો, પણ ખરેજ, ગુરૂજી કહે તેમ સત્યનીજ હમેશ ફત્તેહ થાય છે.’

એમ વખત ઝડપમાં પસાર થતો ગયો ને તે બન્ને બહેનોએ પણ મેડમ ડુબારી આગળથી બ્યુટી ટ્રીટમેન્ટ લેવાનું શરૂ કરી દીધું.

તેના માટેના થોડાક ઓર્ડરો તેઓએ શિરીનને આપી દીધા.

‘શિરીન, તું રોજ તારા ફિરોઝ માટે ફ્રુટ જુસ કારેછ. તો પ્લીઝ હવેથી હમો સારૂં પણ એક એક ડઝન નારંગીનો રસ કાઢી મુકજે. ને પ્લીઝ રોજ સવારે જરા તારા હાથે દુધ પરની મલાઈ કાઢી રાખજે.’ કારણ હમોને એક ચોકકસ પાવડર સાથ મેડમ ડુબારીએ લગાડવા કહીછ.’

અને તે લોકોની સુચના મુજબ રોજ શિરીન વોર્ડન તે હુકમ બજા લાવતી, કે એક દહાડો ઝરી જુહાક એ બધા ફારસો જોઈ છેડાઈ ગયા.

‘શિરીન, પેલી દુકતીઓ રોજના ટમલર ભરી ભરીને નારંગીના રસો શાની ગટાવેછ? આવી ઠંડમાં કંઈ રૂમેટીઝમ ફુમેટીઝમ પર નાખી દેશે તો કોણ ડોકટરોના બીલ ભરવાનું છે?’

ઝરી જુહાકે કરકસરની પોઈન્ટ પરથી રોકડું પરખાવી દીધું. અલબત્ત તેમણે મેડમ ડુબારીનાં બ્યુટી ટ્રીટમેન્ટની તો કશી વાતની માહિતી હતીજ નહીં કે શિરીને પણ ભરમમાં કહી દીધું.

‘જરા…જરા નબલાઈ થઈ જવાથી પીએછ.’

‘શું બોલી, નબલઈ થઈ ગઈછ? ગોળ ડુંબા જેવી તો થતી જાયછ, ને અમથી અમથી ઈતરઈને મરી જતીઓ અને મારા પોરીયાને તું રોજનાં બાટલા ને ચમચા લઈને શું આપેછ?

‘એ તો…જરા મારા ફિરોઝને યાદ રાખીને ખાવા આગમજ ટોનિક આપુંછ કે જરા ભુખ લાગે.’

શિરીન વોર્ડને અચકઈને બોલી દીધું કે ઝરી જુહાકનાં એ સાંભળતાં નેનજ ફરી ગયા. ‘તે હાથે નહી પીવાય શું? બધા લાડ કરીને તારી આગળ ફાવી જાયછ, ને નાલ્લો બુચો હોય તેમ ખવડાવેછ પીવડાવેછ શાની?’

ને એ વાત તો ખરીજ હતી કે બધાંજ તે મીઠી આગળ લાડ કરી પોતાનું કામ કરાવી લેતાં ને નોકરો વટીક પણ કંઈ રજા યા પૈસા જોઈતા હોય તો હમેશ તે નાની શેઠાણી આગળ જ દોડી જતા.

તે નોકરોમાં સર્વથી ફેવરીટ શિરીન વોર્ડનનો પોતાનો એક વખતનો જૂનો ડ્રાઈવર અનતુનજ હતો અને જ્યારે પણ તેણીને ગાડીનું કામ પડતું તો હમેશ તેનેજ લઈને તેણી જતી.

ને પોતાનાં વ્હાલા પપ્પાના માસીસા તથા છમસી પર પણ અનતુન સાથેજ ગાડીમાં શિરીન વોર્ડન મદ્રાસ જઈ આવી કે તે ગરીબ માણસનું જીગર તેની એક વખતની ‘મીસ’ માટે મગરૂર બની ગયું,

પોતાની બેનને આટલી બધી સુખમાં જોતાં પહેલા તો આબાન વોર્ડન અદેખીજ પડી ગઈ. પણ વરી પછી વિચાર કરતાં તેમાં તેણીનું પણ ભવિષ્ય સુધરી શકે તેમ હોવાથી તેણીએ નાખતી કરી કહી સંભળાવ્યું.

‘ચાલ શિરીન, તું તો હવે ફિરોઝ ફ્રેઝરને પરણી હવે ડરબી કાસલની મોટી શેઠાણી થનાર હોવાથી, તારી ગરીબ બેનને પણ યાદ રાખી કોઈક વાર તારા કાસલમાં બોલાવજે.’

(વધુ આવતા અંકે)

 

About અરના હોમી પેસીના

Leave a Reply

*