Your Moonsign Janam Rashi This Week –
25th November, 2017 – 01 December, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

મેષ: અ.લ.ઈ.

25મી ડિસેમ્બર સુધી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે સોશિયલ કામો સારી રીતે કરી શકશો. ગુરૂની કૃપાથી ધનલાભ મળતા રહેશે. તમે બીજાના મદદગાર બની તેની ભલી દુવાઓ લઈ શકશો. નોકરી ધંધામાં તરકકી મળશે. પ્રમોશન મળવાના ચાન્સ છે. નવા કામ કરવામાં ફાયદો થઈ જશે. ગુરૂની કૃપાથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ‘સરોશ યશ્ત’ભણવાથી વધુ ફાયદો મેળવશો.

શુકનવંતી તા. 25, 26, 28, 1 છે.

Jupiter rules you till 25th December and hence you will socialise more often. By helping others, you will earn their blessings. You will be successful in your business or at your workplace. You might get a promotion or could start a new venture. Make sure to invest your money. Pray ‘Srosh Yasht’.

Lucky Dates: 25, 26, 28, 1

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી આજે ઘરમાં શાંતિથી બેસી રહેજો. વાહન ચલાવતી વખતે ધ્યાન આપજો. કાલથી 58 દિવસ માટે ગુરૂની દિનદશા તમને દરેક બાબતમાં ધીરે ધીરે ફાયદો અપાવીને રહેશે. અટકેલા કામ ફરી શરૂ કરવામાં સફળ થશો. લગ્ન કરવા માગતા હશો તો જીવન સાથી મળવાના ચાન્સ છે. આજથી દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરી દેજો.

શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Saturn’s rule over you for today calls for you to stay calm and be careful while driving. Tomorrow on, Jupiter rules you for 58 days, bringing success. You will restart any pending work. You will find your ideal life partner if you are looking to get married. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 27, 28, 29, 30

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શનિની દિનદશા ચાલુ હોવાથી 26મી ડિસેમ્બર સુધી તમે તમારા કામમાં અટવાયા કરશો. કેટલું પણ સારૂં કામ કરશો બીજા તમારા કામમાં ભુલ શોધીને પરેશાન કરશે. ખોટા ખર્ચાઓ વધી જશે. શનિને કારણે તમારા મિત્રો તમને મળવાનું ઓછું કરી નાખશે. શનિ તમને નાની બાબતમાં પરેશાન કરશે. શનિને શાંત કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 25, 29, 30, 1 છે.

Saturn’s rule brings in sluggish work progress till 26th December. Colleagues might find flaws in your tasks. Avoid spending unnecessarily – it is alright to not meet friends as frequently.  To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 25, 29, 30, 1

.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી કમાણીમાંથી થોડી ઘણી કરકસર કરીને સારી જગ્યાએ રોકાણ કરી શકશો. જ્યાં ફાયદો થતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે બુદ્ધિબળ વાપરીને તમારા કામો સમય કરતા પહેલા પુરા કરી લેશો. શેર કે ડીબેન્ચરમાં રોકાણ કરવાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે. મિત્રોની મદદ લેવી પડે તો લઈ લેજો તેમાંથી ફાયદો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 25, 29, 30, 1 છે.

Mercury’s rule enables you to save and invest money in the right places. You will pay attention to profitable tasks first. Complete these tasks first – your strength and intelligence can come to use later. Investments in shares and debentures will benefit you in the long term. If need be, ask your friends for help. Pray ‘Meher Nyaish’ everyday.

Lucky Dates: 25, 29, 30, 1


LEO | સિંહ: મ.ટ.

05Leo

ગઈ કાલથી બુધની દિનદશા શરૂ થયેલી છે તેથી 18મી જાન્યુઆરી સુધીમાં લેતી-દેતીના કામ સારી રીતે કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં માન-પાન વધી જાય તેવા કામ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. તમારા કામમાં સફળતા  મળશે. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Mercury’s rule since yesterday till 18th January will enable you to complete all financial transactions. You will earn more respect at your workplace, and you will work hard. A good week financially. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 25, 26, 27, 28

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી નવેમ્બર સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે લીધેલા ડિસીઝનથી તમારી સાથે બીજાનો ફાયદો થશે. નાની મુસાફરીનો ચાન્સ છે. ફસાયેલા નાણા મેળવી શકશો. ઘરની વ્યક્તિઓની સલાહ અવશ્ય લેજો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 28, 29, 31, 2 છે.

A peaceful day today. From tomorrow, Mars rules you, calling for you to practice control over your irritation and temper. There might be a financial crunch. Pray ‘Tir Yahst’ everyday.

Lucky Dates: 25, 26, 27, 30


LIBRA | તુલા: ર.ત.

07Libra

શીતળ ગ્રહ ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ શાંતિથી ગભરાટ વગર કરી શકશો. મનને સ્થિર રાખી શકશો. તમારા લીધેલા ડીસીઝનથી તમારી સાથે બીજાને ફાયદો થઈ રહેશે. માગ્યા વગર મનગમતી ચીજ વસ્તુ મળી જશે. નાની મુસાફરીનો પ્લાન બનાવી શકશો. ખોટી મગજમારીથી દૂર રહેશો. મનને શાંતિ આપે તેવી વ્યક્તિને મળી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28, 1 છે.

Moon rules over you helping you complete all your tasks calmly. Your decisions will benefit you and others. All that you desire will come to you without asking. Travel is indicated. Avoid arguments. You will meet someone who brings peace. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 26, 27, 28, 1


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી ડિસેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી તમને કોઈબી બાબતમાં સંતોષ નહીં મળે તેમા કોર્ટના કામથી પરેશાન થશો. તમને જે પણ દેખાતું હોય તે સાચુ સમજવાની ભુલ કરતા નહીં. અંગત વ્યક્તિને સાચી સલાહ આપવા જશો તેને ખોટું લાગી જશે. ધન ગુમાવવાનો ચાન્સ છે. કોઈ જાતના સહીં સિકકા કરતા નહીં. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 30 છે.

The Sun rules you till 6th December. Be satisfied with what you have and avoid legal work. What you see might not always be the truth. Your honest advice might not go down well with a dear one. Take care of your wealth. Avoid signing any papers. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 25, 26, 27, 30


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલશે તમારા નાના કે મોટા કામમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. નાણાકીય અગવડને દૂર કરવાનો સીધો સાચો રસ્તો મળી આવશે. શુક્રની કૃપાથી ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેશો. ચાલુ કામકાજમાં નાના ફાયદા મળતા રહેશે. મિત્રનો સાથ મળશે. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 26, 27, 28, 30 છે.

Venus rule till 16th December brings you success in your endeavours. You will find an easy way out of any financial situation. You will fulfil the demands of your family. Profits at workplace indicated. Your friends will be supportive. Pray to ‘Behram yazad’ every day.

Lucky Dates: 26, 27, 28, 30

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઓપોઝિટ સેકસનો સાથ સહકાર ભરપુર મળતો રહેશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. શુક્રની કૃપાથી નારાજ થયેલી વ્યક્તિને મનાવવાની કોશિશ કરશો તો  તે વ્યક્તિ માની જઈ પહેલા જેવી બની જશે. નવાકામ શોધવાની જગ્યાએ ચાલુ કામમાં ફાયદો થશે તે લેજો. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 25, 28, 29, 1 છે.

Venus’ rule brings you support from the opposite gender. You will make new friends and make amends with those upset with you. Instead of seeking a new job, explore the benefits in your current work. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 25, 28, 29, 1

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી સાથે પડેલી વસ્તુ તમને દેખાશે નહીં. અગત્યની ચીજવસ્તુ સંભાળીને મુકવાનું ભુલતા નહીં. રાહુ તમારા બધાજ કામમાં રૂકાવટ ઉભી કરાવી દેશે. કોઈને ઉધાર પૈસા આપવાની ભુલ કરતા નહીં. માથા ઉપરનો બોજો ઓછો થવાની જગ્યાએ વધી જશે. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28, 30 છે.

Rahu rules you till 6th December, calling for extra caution towards important and relevant things. There might be obstacles in all your endeavours but try and overcome them. Avoid lending money. Pray ‘Maha Bakhtar Nyaish’ everyday.

Lucky Dates:26, 27, 28, 30


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને 24મી નવેમ્બરથી રાહુએ પોતાની માયાજાળમાં લઈ લીધા છે. તમે જે પણ કરશો તેમાં સમયની બરબાદી થશે. કોઈ પણ જાતનું પ્રોમીસ આપવાની ભૂલ કરતા નહીં. તમારા શત્રુઓ તમારા ખોટા વખાણ કરીને ફસાવી દેશે. મીઠીવાત કરનાર વ્યક્તિને પોતાના સમજી લેતા નહી. ધનની ખેંચતાણ વધુ રહેશે. તમે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 28, 29 1 છે.

With Rahu ruling over you from 24th November, make sure you complete your tasks on time. Do not make promises. Your enemies might resort to fake flattery to trap you, so don’t get deceived with sweet talk. There might be a financial crunch. Pray ‘Maha Bakhtar Nyaish’ everyday.

Lucky Dates: 25, 28, 29, 1

About જયેશ એમ. ગોસ્વામી

Leave a Reply

*