Your Moonsign Janam Rashi This Week –
12 May, 2018 – 18 May, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા બધાજ કામ ખુબ ધીરજ અને શાંતિ રાખીને કરવામાં સફળ થશો. જીવનસાથી મળવાના ચાન્સ છે. ઘરવાળાને મનાવી લેવામાં સફળ થશો. તમારા મનની વાત બીજાને સમજાવવામાં મુશ્કેલી નહીં આવે. મુસાફરી કરી શકશો. શાંતિ મેળવવા 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 13, 14, 17, 18 છે.

Moon’s rule will help you work in peace. You will be able to find your ideal life partner. You will share a cordial relationship with your family members. Speak your heart out to your loved ones. Travel is indicated. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 13, 14, 17, 18


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

પહેલા બે દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બે દિવસ અપોઝિટ સેકસ સાથે સારા સારી રાખજો. 14મીથી 20 દિવસ માટે સુર્યની દિનદશા તમારા મગજનો બોજો વધારી દેશે. તમે જો હાઈ પ્રેશર જેવી માંદગીથી પરેશાન થતા હો તો બેદરકાર રહેતા નહીં. 4થી જૂન સુધી તમે ઘરવાળાની તબિયતથી પરેશાન થઈ જશોે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 12, 13, 15, 16 છે.

Venus rules you for the next two days and hence you will share a good rapport with people from the opposite gender. Starting from the 14, Sun’s rule for the next 20 days might cause stress. Take precautions if you are suffering from high pressure. Look after your family’s health till 4th June. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 12, 13, 15, 16

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા કામકાજને વધારવા માટે ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. શુક્રની કૃપાથી તમે બધા કામો સહેલાઈથી પૂરા કરી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ખર્ચનું પ્રમાણ વધતા છતાં તમારે કોઈ પાસે માંગવાનો સમય નહીં આવે.ઓપોઝિટ સેકસ તરફથી ફાયદા મળવાના ચાન્સ છે. ચાલુ કામમાં નાનુ પ્રમોશન મળીને રહેશે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 13, 14, 15, 18 છે.

Venus rules you till 16th June. You will have to travel to expand your business. Venus’s rule will make all your tasks easy. A good week financially. You will share a good relationship with people from the opposite gender. You might get promoted at work.  Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 13, 14, 15, 18


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

સૌથી ચમકતા સિતારા શુક્રની દિનદશા ચાલે છે તેથી તમે તમારી ઈમપ્રેશન બીજા ઉપર જમાવી શકશો કોઈ કામ કરવામાં જરાબી કંટાળો નહીં આવે. અંગત વ્યક્તિ પર વિશ્ર્વાસ મુકવાથી તમને ફાયદો થશે. નવાકામ શોધવાની જગ્યાએ ચાલુ કામ પર ધ્યાન આપજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના ભણજો.

શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.

Venus’ rule brings in luck and success. You will be able to impress all those around you. Trusting a loved one will benefit you. Instead of looking out for a new job, focus on the task at hand. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 12, 13, 16, 17


LEO | સિંહ: મ.ટ.

05Leo

4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે તેથી  મોના સુધી આવેલ કામ પણ પૂરા નહીં થાય. રાહુને કારણે તમે દરેક બાબતમાં નેગેટીવ વિચાર કરશો. નાણાકીય બાબતમાં ખૂબ ખેંચતાણ રહેશે. ખર્ચ વધી જવાથી માનસિક પરેશાની વધી જશે. ગામ પરગામ જશો ત્યાંપણ પરેશાનીમાં રહેશો. રાહુ ઘરમાં પણ શાંતિ નહીં રખાવે, ઘરવાળા પણ સારી રીતે વાત નહીં કરે. રાહુને શાંત કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 13, 14, 17, 19 છે.

Rahu’s rule will make you think negatively. There might be financial crises. You might get stressed due to an increase in your expenses. There might be family disputes, while your family members might not respect you. Pray ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 13, 14, 17, 19


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરશો. ગુરૂની કૃપાથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મનગમતી વ્યક્તિને વહેલી તકે મળી લેજો. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. ચેરીટીનું કામ કરવામાં સફળ થશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.

With Jupiter ruling over you till 22nd May, you will be able to fulfil all your family’s demands. Make sure you invest money. Catch up with your friends and loved ones. You might get to know some good news. Do charity. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 12, 13, 16, 17


LIBRA | તુલા: ર.ત.

07Libra

ગુરૂ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી સારા કામો થતાં રહેશે. નાણાકીય બાબતમાં જે પણ ફાયદા મળતા હોય તે લઈ લેજો. નાની બચત કરવાનું ચાલુ રાખજો. ફેમિલી પ્રોબ્લેમ હશે તેને બુધ્ધિ વાપરી દૂર કરી શકશો. એકસ્ટ્રા કામ કરવાથી ફાયદો થશે. નવા મિત્ર મળવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 16, 18 છે.

Jupiter rules over you and hence you will indulge in good deeds. Financial profits are indicated. Make sure you save money. Use your wisdom to solve any problems within the family. You will benefit from your hard work and labour. Try making new friends. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 12, 13, 16, 18


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી મે સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા નાના કામો સમય પર પૂરા નહીં થાય. નાણાકીય બાબતમાં ખૂબ ખેચતાણ રહેશે. ખર્ચ વધુ થવાથી માથાનો બોજો વધી જશે. તબિયતની સંભાળ રાખજો. પ્રેશર જેવી માંદગીથી પરેશાન થશે. શનિ તમારા રાતની ઉંઘ ઉડાવી દેશે. ઘરવાળાને કોઈ જાતનું પ્રોમીશ આપતા નહીં. શનિનું દુ:ખ ઓછું કરવા ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 13, 14, 15, 18 છે.

Saturn rules over you till 24th May and hence work harder to complete all your tasks on time. There might be a financial crunch. An increase in expenses might cause stress. Take care of your health, especially if you are suffering from high pressure. You might feel restless. Do not make any promises. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 13, 14, 15, 18


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

છેલ્લુ અઠવાડિયુંજ બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી હિસાબી કામ પહેલા પૂરા કરી લેજો. જો કોઈ પાસે પૈસા લેવાના હોય તો આ અઠવાડિયામાં 25મી જૂન પહેલા માંગી લેજો. ધ્યાન રાખીને કામ કરવાથી તમને ફાયદો થશે. ઉતરતી બુધની દિનદશા તમને તમારા કામમાં સફળતા અપાવી દેશે. ઘરવાળાને કોઈપણ જાતનું પ્રોમીશ આપવાની ભૂલ કરતા નહીં. રોજના કામ પર ધ્યાન આપજો. 18મી મે સુધી ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલતા નહીં.

શુકનવંતી તા. 12, 14, 16, 17 છે.

Last week left under Mercury’s rule and hence complete all your financial transactions on time. Make sure you retrieve all your money before 25th June. Focus on the tasks at hand and you shall surely find success. Do not make any promises. Pray ‘Meher Nyaish’ till 18th May.

Lucky Dates: 12, 14, 16, 17

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જુન સુધી મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલશે તેથી તમે તમારા ડિસીઝન મરજી પ્રમાણે લેશો. બીજાના ઓપીનિયન લેવામાં અચકાશો નહીં. બુધ્ધિ વાપરી કામ કરશો. ધન માટે જ્યાં ફાયદો થતો હોય તે પહેલા કરશો. શેર-માર્કેટ, મ્યુચ્અલ ફંડમાં રોકાણ કરવા માંગતા હો તો સમય ખૂબ સારો છે. નવા કામ મળી જશે. બુધની વધુ કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 13, 15, 16, 18 છે.

With Mercury ruling over you, you will make wise decisions. Consider other people’s opinions. Use your intelligence and wisdom. Focus on tasks that promise financial benefits. A good time to invest in share markets and mutual funds. You will find a new job. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 13, 15, 16, 18


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

22મી મે સુધી મંગળ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા ગુસ્સા પર કાબુ નહીં રહે. આખો દિવસ શાંત જશે પણ સાંજના તમારા પોતાના તમને ગુસ્સો અપાવી દેશે. વાહન સંભાળીને ચલાવજો. નવુ વાહન કે ઘરની કોઈબી ચીજ વસ્તુ લેવાની ભુલ કરતા નહીં. મંગળને શાંત કરવા માગતા હો તો ભુલ્યા વગર દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 17, 18 છે.

Mars’ rule till 22nd May might make you angry on the slightest of things. Try to be calmer around family members, especially in the evenings. Dive carefully. Do not buy anything new. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 14, 15, 17, 18

 


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી શાંત ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે આપેલા પ્રોમીશને પહેલા પૂરા કરી લેજો. આ અઠવાડિયા કામ કાજને વધારવા માટે ગામ પરગામ જવું પડશે. ધણી-ધણીયાણીની એકબીજાની વાત પર ધ્યાન આપી અગત્યના ડીસીઝન લઈ લેજો. ઘરમાં વધુ ખર્ચ થાય તો તેની પરવાહ નહીં કરતા. વડીલવર્ગના આશિર્વાદ લેજો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.

With Moon ruling over you, you will be able to fulfil all your promises. You will have to travel to expand your business. Spouses are advised to confide into each other while making important decisions. Do not worry if your expenses increase. Your elders’ will bless you. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 12, 13, 16, 17

Leave a Reply

*