Your Moonsign Janam Rashi This Week –
01 September, 2018 – 07 September, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી બુધ તમારી બુધ્ધિને વાણીયા જેવી બનાવી દેશે   ફાયદાની વાત પહેલા જાણવા મળી જશે. કામકાજને વધારવા માટે ગામ-પરગામ જવાનો પ્લાન બનાવી શકશો. બીજાને તમારા મનની વાત સમજાવી શકશો. ફસાયેલા નાણા ભાગદોડ કરી મેળવી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 1, 4, 5, 6 છે.

Mercury’s rule till 20th September will boost your business. Look for profitable opportunities. You might have to travel to expand your business. Speak openly with others. You will have to work harder to get back your money. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 1, 4, 5, 6


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમારી રાશિના માલિક શુક્રના પરમમિત્ર બુધની દિનદશા શરૂ થયેલી છે તેથી 21મી ઓકટોબર સુધીમાં તમારા કામની અંદર તમને પ્રમોશન મળી રહેશે. ઘણા સમયથી કોઈ વ્યક્તિને તમે મળવાની કોશિશ કરતા હશો ને વ્યક્તિને અચાનક તમારો મેળાપ થઈ જશે. નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે. આવકમાંથી થોડી ઘણી બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 4, 7 છે.

Mercury rules over you and hence you could get promoted by 21st October. A loved one will meet you. A good week financially. You are advised to invest money. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 2, 3, 4, 7


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

મંગળ જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે સ્વભાવે ખૂબ ચીડચીડીયા થઈ જશો. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. ભાઈ-બહેનો સાથે નાની બાબતમાં મતભેદ પડી જશે. 24મી સપ્ટેમ્બર સુધીમાં તમે તમારા કામમાં ધ્યાન આપી શકશો નહીં. જમીન જાયદાદના કામો કરવાની ભૂલ કરતા નહીં. આવક કરતા ખર્ચ વધી જશે. મગંળને શાંત કરવા માટે ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6 છે.

Mars’ rule could make you irritable. There could be arguments with siblings. You will have to pay greater attention to your tasks until 24th September. Avoid dealing in any property related matters. Expenses could increase. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 4, 5, 6


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સપ્ટેમ્બર સુધી તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારૂં હરવા ફરવાનું વધી જશે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને શીતળ કહેલ છે તેથી તમે જે પણ ડીસીઝન લેશો તે સમજી વિચારીને લેજો. મનને મજબૂત રાખજો.  તમે જયાં કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જત વધી જશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 2, 3, 6, 7 છે.

Moon’s rule till 26th September calls for you to stay firm on your decisions. Enjoy yourself. Think twice before making decisions. You colleagues will respect you. You could earn more wealth. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 2, 3, 6, 7


LEO | સિંહ: મ.ટ.

05Leo

6ઠ્ઠી સુધી સુર્યની દીનદશા ચાલશે તેથી આખા અઠવાડિયામાં સરકારી કામો કરવાની ભૂલ કરતા નહીં. ઉતરતી સુર્યની દિનદશા અચાનક તબિયતમાં બગાડો આપી જશે, બીપી જેવી માંદગીથી પરેશાન થશો. 7મી પછી શાંતિ રહેશે. અઠવાડિયાને છેલ્લે દિવસે સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. ધનની લેતી-દેતી કરતા નહીં. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 1, 2, 4, 5 છે.

Sun will rule over you till 6th September and hence avoid government related work. Take care of your health, especially if you are suffering from blood pressure. Things will be more peaceful after 7th September. Your self-confidence will increase. Avoid making financial transactions. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 1, 2, 4, 5


 

VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે મીઠું બોલી દુશ્મનને ચૂપ કરાવશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળશો. જૂના રોકાણમાંથી ફાયદો થશે તે લઈ લેજો. નાની મુસાફરી કરી શકશો. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 4, 6, 7 છે.

Venus rules over you till 16th September and hence you will be able to win over your opponents. A good week financially. Old investments could bring in profits. Travel is indicated. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 3, 4, 6, 7


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમારી રાશિના માલિક શુકની દિનદશા ચાલુ હોવાથી ધન સહેલાઈથી મળી રહેશે. તમારી સાથે બીજાને ફાયદો અપાવીને રહેશો. શુક્રની મહેરબાનીથી ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. થોડી ઘણી કરકસર કરીને ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Venus’ rule ensures constant inflow of wealth. Your decisions will benefit others. Travel is indicated. Fulfil your family’s wishes. You are advised to invest money. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 3, 4, 5, 6


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લા 6 દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી આ આખા અઠવાડિયામાં તમે આપેલા પ્રોમસીને પૂરા નહીં કરી શકશો. 7મીથી શાંતિ મળશે. ઉતરતી રાહુની દિનદશા માથાના ઉપરના બોજાની સાથે માથાનો દુખાવો આપી જાય તેવી વ્યક્તિ સાથે મેળ કરાવી દેશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી  તા. 1, 2, 4, 7 છે.

Rahu rules you for the next six days and hence you will need to work harder to fulfil your promises. The descending rule of Rahu could be stressful. You might experience headaches. Pray ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 1, 2, 4, 7


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને તમારા કામમાં જશ નહીં મળે. જ્યાં ત્રણ સાંધશો ત્યાં તેર તૂટશે. આવકની સામે ત્રણ ગણો ખર્ચ થશે. તમે સાચુ બોલીને પરેશાન થશો. કામકાજમાં તમારા કામનો બદલો બીજાને મળશે. ગામ-પરગામ જતા પરેશાની વધશે. તબિયત અચાનક બગડી જશે. પેટની માંદગીથી સંભાળજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Rahu’s rule could cause obstacles in your routine tasks. Your expenses could increase. Speaking the truth might be difficult. Others could take credit for your labour. Traveling could become tiresome. Take care of your health and eat healthy. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 3, 4, 5, 6


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

24મી સપ્ટેમ્બર સુધી મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલશે તેથી તમારા બુધ્ધિના બળથી તમે એકસ્ટ્રા ઈન્કમ મેળવી લેશો. કોઈને સાચી સલાહ આપી શકશો. રોજના કામો વીજળીવગેે પૂરા કરી શકશો. કંપનીને ફાયદો કરાવશો. ગામ-પરગામ જવાથી આવકમાં વધારો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 1, 4, 6, 7 છે.

Mercury rules you till 24th September, bringing in wealth and prosperity. You will be efficient at work. Travel is indicated. A growth in wealth is indicated. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 1, 4, 6, 7


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને 25મી ઓકટોબર સુધી બુધની દિનદશા ચાલશે તેથી  તમારા કામો વીજળીવેગે પુરા કરી શકશો. હીસાબી કામ ઉપર વધુ ધ્યાન આપી કંપનીને ફાયદો બતાવી દેશો. ગામ-પરગામથી આવકમાં વધારો થશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 1, 4, 6, 7 છે.

Mercury’s rule till 25th October ensures efficiency at work. Pay attention to your company’s financial transactions. Travel is indicated. Your earnings will increase. You will fulfil your family’s wishes. Pray ‘Meher Nyaish’.

Lucky Dates: 1, 4, 6, 7


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શનીની દિનદશા ચાલુ હોવાથી તમે થોડા આળસુ બની જશો. રોજના કામ પર સમય પર પહોંચી નહીં શકો. સમય પર ધન નહીં મળવાથી બનાવેલા પ્લાન ઉપર પાણી ફરી જશે. ઘણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. એસીડીટી જેવી માંદગીથી પરેશાન થશો. પેટના દર્દોથી સંભાળજો. શનિનું નિવારણ કરવા માંગતા હો તો રોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 1, 2, 3, 6 છે.

Saturn’s rule could make you lazy. Try to be punctual. Lack of funds could spoil your plans. There could be arguments and misunderstandings among spouses. Take care of your health, especially if you are suffering from acidity. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 1, 2, 3, 6

Leave a Reply

*