મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ વધતા જશે. શુક્રની કૃપાથી ત્રણનો ખર્ચ કરતા ત્રીસનો થશે તો પણ નાણાકીય તંગી નહીં આવે. ઓપોઝીટ સેકસની નારાજગી દૂર કરી શકશો. ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. શુક્રની કૃપાથી નાની મુસાફરીનો પ્લાન બનાવી શકશો. ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.
With Venus’s ongoing rule till 13th April, enjoyments will increase. Despite an increase in your expenses, you will not face financial difficulties. You will make up after having arguments with the opposite gender. Your will easily understand your spouse, based even only on body language. With Venus’ grace, travel plans are indicated. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 23, 24, 28, 29
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને તમારી રાશિનાા માલિક શુકઅની દિનદશા ચાલુ હોવાથી નવું કામ જલદી શીખી લેશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. અપોઝીટ સેકસ તરફથી વધારે પ્રેમ મેળવશો. ઘરમાં મહેમાનની અવર જવર વધી જવાથી શાંતિનું વાતાવરણ રહેશે. તબિયતમાં સારા સારી થતી જશે. મનગમતી વ્યક્તિ મળવાથી આનંદમાં આવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.
With Venus ruling you, you will be able to master your new work very soon. Sudden windfall in wealth is indicated. The opposite gender will pamper you greatly. At home, things will be cordial and calm, as a result of a lot of relatives visiting. Your health will improve. You will feel very happy after meeting a favourite person. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 23, 25, 26, 27
GEMINI | મિથુન: ક.છ.ઘ.
3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ધનની પરેશાની વધતી રહેશે. ખોટા વિચારોથી પરેશાન થશો. દરેક બાબતમાં નેગેટિવ વિચાર આવશે. જયાં કામ કરતા હશો તો સાથે કામ કરનાર વ્યક્તિનો સાથ નહીં મળે. રાહુની નિવારણ કરવા માટે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 25, 28, 29 છે.
Rahu’s ongoing rule till 3rd April, will cause you to feel very restless. Financially, you could face a tight situation. Your unhealthy/negative thoughts will keep you up all night. You might not be able to get the support of your colleagues at your workplace. Pray ‘Mahabokhtar Nyaish’ every day.
Lucky Dates: 23, 25, 28, 29
CANCER | કર્ક: ડ.હ.
તમને આજથી રાહુએ પોતાની સોનાની જાળમાં ફસાવી લીધા છે તેથી આવતા 42 દિવસમાં તમે તમારા રોજના કામ સારી રીતે નહીં કરી શકો. ઘરવાળા સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. ખર્ચનું પ્રમાણ વધી જશે. બચાવેલું ધન વાપરવું પડશે. રાહુ તમારી તબિયતને બગાડી નાખશે. બાળકો તમારી રીસ્પેકટ નહીં કરે. ભુલ્યા વગર દરરોજ ‘મહોબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25 , 26 છે.
Under Rahu’s ongoing rule over the next 42 days, daily activities could feel like a struggle. You could get into differences with family over trivial matters. Expenses could rise and you may need to dip into your savings. Rahu could affect your health, so be mindful. Children might not seem respectful. Pray ‘Mahabokhtar Nyaish’ every day.
Lucky Dates: 23, 24, 25 , 26
LEO | સિંહ: મ.ટ.
21મી એપ્રિલ સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા સ્વભાવમાં ચેન્જીસ આવી જશે. બીજાની સાથે હળીમળીને રહેશો. ધન મેળવવા માટે થોડી ભાગદોડ કરવી પડશે તો કરી લેજો. તબિયતમાં સુધારો થતો જશે. નવી વ્યક્તિની ઓળખાણ ભવિષ્યમાં કામ આવશે. ચેરીટી કરીને આનંદમાં રહેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભરજો.
શુકનવંતી તા. 23, 27, 28, 29 છે.
Jupiter’s influence till 21st April could lead to behavioural changes in you. You will be friendly with all. If need be, do work harder, as this will bring you greater income and wealth. Your health will improve. A new acquaintance will prove helpful in the future. To feel good, indulge in acts of charity. Pray ‘Sarosh Yasht’ every day.
Lucky Dates: 23, 27, 28, 29
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે તેથી 22મી મે સુધી તમારા હાથથી નાના મોટા ચેરીટીના કામો થતા જશે. બગડેલા સંબંધને સુધારવામાં સફળ થશો. ગુરૂની કૃપાથી નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ફેમીલીમાં પ્રેમની ભાવના વધતી રહેશે. ઘરમાં નવા મહેમાન આવવાના ચાન્સ છે. બાળકોની ચિંતા ઓછી થશે. ગામ-પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
With Jupiter’s rule starting today till 22nd May, you will be inclined towards doing small and big charities. You will improve strained relations. Jupiter’s support provides you a good week financially. Love within the family will increase. New relatives could come visiting. Your constant worrying about children will lessen. Good news is indicated for you – locally and from abroad. Pray ‘Sarosh Yasht’ every day.
Lucky Dates: 24, 25, 26, 27
LIBRA | તુલા: ર.ત.
23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા બધાજ કામ સમય પર પૂરા નહીં કરી શકો. સવારના તમે ખૂબ સ્વસ્થ હશો પણ સાંજ પડતા આળસુ બની જશો. તબિયતની સંભાળ રાખજો. એસીડીટી થવાના ચાન્સ છે ખાવાપીવા પર ધ્યાન આપજો. નાની ભુલ મોટી આફતમાં મૂકી દેશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.
The Sun’s rule till 23rd April could pose impediments in completing your work on time. Though mornings will feel energetic, by evening lethargy could set in. Do focus on your health. Acidity could trouble you, so be careful of your diet. Even small mistakes could land you in troubled waters. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 23, 24, 28, 29
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
17મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે. તેથી બુધ્ધિ વાપરીને બીજાઓને ઈમપ્રેસ કરશો. રોજના કામ સમય પર પૂરા કરશો. પૈસા બચાવી શકશો. ખર્ચ પર કાબુ રાખી શકશો. જ્યાં ફાયદો થતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. દુશ્મન પણ તમારો મિત્ર બની જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 29 છે.
Mercury’s rule till 17th April calls for you to use your intelligence to impress people at work. You will be able to complete your daily chores on time. You will be able to make savings and will also control your expenses. You will be able to easily find avenues which will bring gain to you. Your enemies will make peace with you. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 25, 26, 27, 29
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને આજથી બુધની દિનદશા 53 દિવસ ચાલશે તેથી તમારાથી થયેલી ભૂલને સુધારી લેવામાં સફળ થશો. પોઝીટીવ વિચાર કરી નવા કામકાજ શોધી શકશો. નાણાકીય મુશ્કેલી દૂર કરશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. તેમાંથી તમને ફાયદો થશે. આજથી ‘મહેર નીઆએશ’ ભણવાનું શરૂ કરજો.
શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.
Mercury’s rule over the next 53 days, helps you correct and learn from your mistakes. You will be able to find new work with a positive mind-set. Financial difficulties will reduce. You are advised to make investments. A very favourite person will come visiting on their own. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 23, 24, 28, 29
CAPRICORN | મકર: ખ.જ.
તમને આજથી મંગળની દિનદશા શરૂ થયેલી છે. તેથી આવતા 28 દિવસ ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. સાથે કામ કરનાર પર વિશ્ર્વાસ રાખતા નહીં. અંગત વ્યક્તિ દગો આપી જશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો એકિસડન્ટ થવાના ચાન્સ છે. ભાઈ બહેન સાથે સંબંધ બગાડતા નહીં. ઓછું બોલવાનું રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.
Mercury’s rule begins today for the 28 days, so try to control your temper. Avoid blindly trusting people you work with. You could be betrayed by those close to you. Be careful while driving as minor accidents are possible in this phase. Try to not let your relations with your siblings get wrecked. Pray ‘Tir Yasht’
every day.
Lucky Dates: 23, 25, 26, 27
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
23મી એપ્રિલ સુધી શીતળ ગ્રહ ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા કામને વધારવા માટે જેટલી મહેનત કરશો તેટલી સફળતા મળશે. મનને શાંત રાખી કામ કરજો. વડીલવર્ગની તબિયતમાં સુધારો થશે. બીજાના મદદગાર થઈને રહેશો. ચંદ્ર તમને મનની શાંતિ આપીને રહેશે. રોજના કામો શરૂ કરતા પહેલા 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 24, 25, 28, 29 છે.
The Moon’s rule, till 23rd April, will ensure that the harder you work, the greater will be your added success. Work with peace of mind. Elder’s health will improve. You will be able to help others in their work. You will feel mentally calm under the Moon’s influence. Before you start your daily work, pray ‘Ya Bestarna’ 101 times.
Lucky Dates: 24, 25, 28, 29
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી વધુ કામનો બોજો આવવાથી માંદગી આવવાના ચાન્સ છે. માથાના દુ:ખાવાથી પરેશાન થશો. સરકારી કામમાં સફળતા નહીં મળે. લાભની જગ્યાએ નુકસાન થવાના ચાન્સ છે. શેર-સટ્ટા જેવા કામથી દૂર રહેજો. બીજાની સલાહ પર ચાલતા નહીં. નકામા ખર્ચ વધી જશે. સુર્યને શાંત કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.
Under the Sun’s rule, an increase in your work could lead to your falling ill. You could suffer from headaches. You will not succeed in any government related work. Instead of making a profit, you might end up making a loss. Avoid investing in shares. DO not blindly follow the advice of others. Avoid making unnecessary expanses. Pray the 96th name ‘Ya Rayomand’ 101 times every day.
Lucky Dates: 23, 24, 27, 28
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024