મને સમજમાં નથી આવતું કે આ સાંજ પડતાની સાથે જ મચ્છર કયાંથી આવી જાય છે. સાલા એમની કઈ ઓફિસ છે જે સાંજે પાંચ વાગ્યે છૂટે છે?
***
પત્ની: જો તમને એક કરોડની લોટરી લાગે અને એ જ દિવસે એ એક કરોડ રૂપિયા માટે મારુ અપહરણ કરી જાય તો તમે શું કરો??
પતિ: સવાલ આમ તો સારો છે પણ હું એ વિચારૂં છું કે એક જ દિવસમાં મારી 2 લોટરી કેવી રીતે લાગે??
***
પત્ની: કહો જોઈએ આપણા બેમાંથી મૂર્ખ કોણ છે? હું કે તમે?
પતિ: (શાંતિથી) બધાને ખબર છે કે તું એકદમ ચબરાક ને ચતુર છે, તું કદાપિ મૂર્ખ વ્યક્તિને પરણે નહી. નિષ્પક્ષ ભાવે અપાયેલ બિન વિવાદાસ્પદ બૌધ્ધિક જવાબ.
***
સાચા ખગોળશાસ્ત્રી તો પરિવાર માં જ છે..
એક ‘મા’ જે બાળપણમાં ચંદ્ર દેખાડતી હતી,
બીજા ‘પપ્પા’ જે એક થપ્પડમાં આખું બ્રહ્માંડ દેખાડી દેતા હતાં.
ત્રીજી ‘પત્ની’ જે ધોળા દાડે તારા દેખાડે છે.
આ નાસા બાસા તો માત્ર ભ્રમ છે.
Latest posts by PT Reporter (see all)
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024