લીલવાની કચોરી

સામગ્રી: અઢીસો ગ્રામ લીલવા (લીલી તુવરના દાણા) તેના બદલે તમે લીલા વટાણા પણ વાપરી શકો છો. 1 લીલું મરચું, આદુનો નાનો ટુકડો, પ્રમાણસર તેલ, અર્ધી ચમચી રાઈ, 1 ચમચી તલ, 4 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 2 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો, અર્ધી ચમચી લીંબુનો રસ, પ્રમાણસર મીઠું.
300 ગ્રામ ઘઉંનો લોટ અથવા મેંદો
બનાવવા માટે ની રીત: લીલવાને ધોઈને બાફી લો. મીકસરમાં અધકચરા વાટો, લીલા મરચાં, આદુને પણ વાટો. આ પછી એક વાસણમાં તેલ લઈને રાઈ, તલ, લીલાં મરચાં, આદુ નાખી લીલવા વઘારો, મીઠું નાખો બધો મસાલો નાખી સરખું મીશ્રણ તૈયાર કરો. ઘઉના લોટમાં અથવા મેંદામાં થોડો ઘઉનો લોટ નાખીને ચમચી મીઠુ અને બે ચમચી તેલ નાખી લોટ બાંધો. પૂરી વણીને મસાલો ભરી કચોરી વાળો તથા ગરમ તેલમાં તળી લો.કચોરી તૈયાર.

Leave a Reply

*