Your Moonsign Janam Rashi This Week –
11th June – 17th July, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તબિયતની સંભાળ રાખજો. ખાવા-પીવામાં ધ્યાન આપજો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. કોઈ પણ મિત્ર કે સગા સંબંધી તમારી પાસે ધનની માગણી કરે તો તેમને મદદગાર થવાની ભૂલ કરતા નહીં. ઘરમાં ભાઈ બહેન નારાજ થશે. ગુસ્સા પર કાબુ રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Mars’ rule till 24th July suggests that you take good care of your health. Pay attention to your diet. Drive or ride your vehicles with extra caution. Avoid trying to lend money to any family members or friends during this period. Siblings could get upset. You will need to control your temper. Pray the Tir Yasht daily.

Lucky Dates: 12, 13, 14, 15.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. જે પણ કામ કરશો તેમાં પાક પરવરદેગારની મદદ મળી રહેશે. ઘરવાળાને મદદ કરવાથી મનને શાંતિ મળશે. મુસાફરી કરી શકશો. તમારા અધુરા કામ પહેલા પૂરા કરજો. નવા કામ કરવામાં પણ સફળતા મળશે. ધનલાભ મળતા રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 11, 12, 16, 17 છે.

The Moon’s rule till 26th July showers you with divine blessings in all your endeavours. You will feel peaceful by helping family members. Travel is on the cards. Ensure to complete your unfinished projects first. New ventures will be successful. You will continue to make profits. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 11, 12, 16, 17.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

લાંબા સમય માટે શાંતિ મળે તેવા ચંદ્રની દિનદશા ચાલુ છે. જે પણ ડિસીઝન લેશો તેમાં ફેરફાર નહીં કરો. નાણાકીય બાબતમાં ફાયદો થશે. નોકરી કરતા હશો ત્યાં માન ઈજ્જત મળશે. જે પણ કમાશો તેમાંથી બચત અવશ્ય કરજો. ફેમિલી મેમ્બરનો સાથ મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

The Moon’s peaceful rule will grace you for a long time. Do not second guess your decisions. Financial profits are indicated. The employed will receive respect and admiration at their place of work. Ensure to make investments from your earnings. Your family members will be supportive. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 14, 15, 16, 17.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લા પાંચ દિવસ શુક્રની દિનદશા ચાલશે. ધણી-ધણીયાણીમાં જે પ્રોમીશ આપેલા હશે તે પહેલા પૂરા કરી લેજો બાકી 16મીથી 20 દિવસ માટે શરૂ થતી સુર્યની દિનદશા બન્નેમાં મતભેદ ઉભા કરશે. ઉતરતી શુક્રની દિનદશા મનની મુરાદ પૂરી કરશે. કોઈપણ કામમાં 16મી સુધી મુશ્કેલી નહીં આવે. હીસાબી કામ પહેલા પૂરા કરી લેજો. દરરોજ 36મુ નામ ‘યા બેસ્તરના’ સાથે ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Venus rules you for the next five days – ensure to deliver on the promises made to your better half. From the 16th onwards, the Sun’s rule for the next 20 days, could cause squabbles between couples. The descending rule of Venus will make your sincere wishes come true. Things will go smoothly till the 16th, so ensure to complete accounts-related work first. Along with the 36th Name, ‘Ya Beshtarna’, pray ‘Ya Rayomand’, 101 times daily.

Lucky Dates: 11, 12, 13, 14.


LEO | સિંહ: મ.ટ.

05Leo

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામમાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. શુક્રને કારણે ખર્ચ વધી જશે. થોડી મહેનત કરવાથી ધન મેળવી શકશો. શારિરક બાબતની અંદર સારા સારી થતી જશે. માથા પર કરજદારી હશે તો તે ઓછી કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Venus’ ongoing rule brings you success in all that you do. Financially things will be good. Venus’ influence will increase your expenditures but with a little effort you will be able to earn it all back. Health will continue to improve. You will be able to lessen your debts. Pray to Behram Yazad daily.

Lucky Dates: 14, 15, 16, 17.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

લાંબા સમય માટે શુક્રની દિનદશા ચાલશે. તમારી મુશ્કેલીઓ દૂર કરવામાં સફળ થશો. નવા મિત્રો મળવાથી ભવિષ્યમાં ફાયદો થશે. પ્રેમી કે પ્રેમીકા તરફથી સારા સમાચાર જાણવા મળશે. નવા કામ મળશે. અચાનક ધનલાભ મળશે. શેર માર્કેટમાં ઈનવેસ્ટ મેન્ટ કરી શકો છો. રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 11, 13, 14, 15 છે.

Venus’ long-standing rule helps you do away with the challenges you have been facing. Making new friends will prove beneficial in the future. You will get good news from your sweetheart. You will receive new work projects. Sudden profits are indicated. You could invest in the share markets. Pray to Behram Yazad daily.

Lucky Dates: 11, 13, 14, 15.


LIBRA | તુલા: ર.ત.

07Libra

ધનની ખેંચતાણ રહેશે. આવક પહેલા ખર્ચનું લીસ્ટ તેૈયાર રહેશે. રાહુ  તમારી દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારા દુશ્મન ખૂબ વધી જશે. તમારી અગત્યની ચીજ વસ્તુ ખોવાઈ જવાના ચાન્સ છે. રોજના કામમાં ભૂલો થવાના ચાન્સ છે. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.

Financially, things could get difficult. Your list of expenditures will be ready even before you have received your income. Rahu’s influence could take a toll on your hunger and sleep. There could be an increase in the number of your detractors. There’s a chance of you misplacing a crucial item. You could end up making mistakes in your daily works. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 12, 13, 16, 17.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 23મી જુલાઈ સુધી તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. મિત્રના અટકેલા કામમાં તેનો સાથ આપશો. ઘરમાં જોઈતી વસ્તુ ખરીદી શકશો. ઘરવાળાની ડિમાન્ડ આ અઠવાડિયામાં પૂરી કરજો. શારિરીક સુખ સારૂં રહેશે. કામ કરવામાં મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 14, 15 છે.

Jupiter’s ongoing rule till the 23rd of July will nudge you into doing a helpful deed for another. You will help a friend restart a stalled project. You will be able to make purchases needed for the house. Ensure to cater to the needs of your family members this week. Your health will be good. There will be no challenges at work. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 11, 12, 14, 15.

SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. જે કામ કરવા માગતા હશો તે કામ મેળવી શકશો. કરેલા કામનો બદલો મળી રહેશે. જે ધન મેળવશો તેને સારી જગ્યાએ વાપરશો. ઈન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Jupiter’s ongoing rule will safeguard you from any financial strains. You will be able to land the work project that you desire. You will receive the fruits of your labour. You will be able to utilize your earnings in a good place. You will succeed in making good investments. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 14, 15, 16, 17.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે. મોઢા સુધી આવેલા કામ અટકી જશે. મિત્રો કરતા દુશ્મનો વધી જશે. નાણાકીય લેતી દેતી કરવાની ભૂલ કરતા નહીં. કોઈ પણ વ્યક્તિને ઉધાર પૈસા આપતા નહીં. તબિયતની સંભાળ રાખજો. તમારી નાની ભૂલ મોટી મુસીબતમાં મુકશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Saturn’s rule till 26th July could cause undue stoppages in your ongoing work. There could be an increase in the number of your detractors instead of friends. Avoid engaging in any kind of financial transactions. Avoid lending money to anyone. Take care of your health. You smallest mistake could land you in big trouble. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 11, 12, 13, 14.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ વીજળીવેગે પૂરા કરી શકશો. આ અઠવાડિયામાં ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મિત્રને મદદ કરી શકશો. બીજાઓ તમારા કામની કદર કરશે. બુધ્ધિ વાપરી કામ કરવામાં માનશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Mercury’s rule till 20th July will help you complete your work with lightning speed. You will be able to make investments in this week. You will be able to help a friend. You will receive appreciation for your work from others. You will work with intelligence. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 14, 15, 16, 17.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

બુધ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમને તમારા ફાયદાની વાત જાણવા મળશે. થોડી મહેનત કરી વધારે કમાશો. તમારા લેણાના પૈસા થોડી ભાગદોડ કરી મેળવી શકશો. લાંબા સમય માટે રોકાણ કરવાથી ફાયદામાં રહેશો. ગામ પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. ઘરવાળાને આનંદમાં રાખશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 11, 13, 14, 16 છે.

Under the auspicious rule of Mercury, you will receive beneficial tidings. Working a little more will bring you good income. With a little added effort, you will be able to retrieve your debts. Long term investments will prove beneficial. You will receive good news from abroad. You will be able to keep your family happy. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 11, 13, 14, 16.

Leave a Reply

*