ગુંદર પાક

સામગ્રી: 100 ગ્રામ ગુંદર, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ પિસ્તા, 1 કપ નારિયેળનું છીણ, 1/2 કપ ઘી, 200 ગ્રામ માવો, 2 કપ ખાંડ
1/2 કપ પાણી, 1/2 ચમચી ઈલાયચી પાવડર
સજાવટ માટે: 6-7 કાપેલી બદામ, 6-7 કાપેલા પિસ્તા, 6-7 કાપેલા કાજુ
1 મોટી ચમચી નારિયેળનું છીણ.
ગુંદરપાક બનાવવાની રીત: સૌથી પહેલા ગેસ ઉપર એક નોનસ્ટિક પેન ગરમ કરો તેમાં સૌથી પહેલા પિસ્તાને શેકી લેવા અને બહાર કાઢી બાજુ ઉપર રાખી લેવા.
ત્યારબાદ એજ પેનમાં નારિયેળનું છીણને સામાન્ય શેકી લેવું અને તેને પણ બહાર કાઢી લેવું. હવે આજ કઢાઇની અંદર ઘી ગરમ કરવા રાખી લેવું. ઘી ગરમ થયા બાદ તેમાં ગુંદર નાખીને સારી રીતે તળી લેવો જ્યાં સુધી ગુંદર ફૂલવા ના લાગે. ત્યારબાદ ગૂંદરને એક પ્લેટની અંદર કાઢી લેવો. ત્યારબાદ કઢાઈમાં એક એક કરીને કાજુ બદામ પણ ફ્રાય કરી લેવા. કાજુ બદામ અને પિસ્તા ઠંડા થઇ જાય પછી તેને થોડા થોડા પીસી લેવા. હવે એક કઢાઇની અંદર માવો નાખીને થોડો શેકી લેવો. થોડીવાર પછી તેમાં ખાંડ નાખી લેવી અને સારી રીતે શેકી લેવો જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય. હવે આ માવાની અંદર બધા જ મેવા, ઈલાયચી પાવડર, નારિયેળ પાવડર નાખીને સારી રીતે મિક્સ કરવું. થાળીની અંદર ઘી લગાવીને થોડી ચીકણી કરી લેવી. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું મિશ્રણ નાખીને ફેલાવી લેવું. ત્યારબાદ તેમાં કાપેલી બદામ, નારિયેળનું છીણ અને પિસ્તા નાખીને સજાવી લેવું. જયારે તે ઠંડુ થઇ જાય ત્યારે તેને મનગમતા ટુકડામાં કાપી લેવું. તમારો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક ગુંદરનો પાક તૈયાર છે.

Leave a Reply

*