Your Moonsign Janam Rashi This Week –
29 May – 04 June, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ કામ કરશો તેમાં સફળતાની સાથે મનની શાંતિ પણ મળશે. નાની મુસાફરી કરી શકશો. ખર્ચ પર કાબુ રાખી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થઈ પ્રેમ વધશે. ઘરમાં લોકો તમારી વાત માનશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 29, 30, 31, 4 છે.

The ongoing Moon’s rule brings you success in all your endeavours, along with mental peace. Short travel will be possible. Ensure to control your expenditures and invest your money. Quarrels between couples will reduce and love will blossom. Your family members will listen to you. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 29, 30, 31, 4.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમારે છેલ્લુ અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. આ અઠવાડિયામાં સહિ-સિકકાના કામા કરતા નહીં. કોર્ટને લગતું કામ અઠવાડિયા પછી કરજો. સરકારી કામ કરનાર વ્યક્તિ તમને ફસાવી જાય તેવા ગ્રહ છે. વડીલવર્ગની તબિયતની કાળજી લેજો નહીં તો પરેશાનીમાં મૂકાશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.

This is your last week under the rule of the Sun. Avoid doing any important paper-work during this week. Do any court-related work next week onwards. You could get swindled by government employees. Take care of the health of the elderly, else you could end up in trouble. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 31, 1, 2, 3.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે તમારા કામો વીજળીવેગે પૂરા કરી શકશો. નારાજ થયેલા મિત્ર સામેથી વાત કરવા આવશે. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. તમારા પ્રેેમી કે પ્રેમીકાને મનની વાત કહી શકશો. ખર્ચ પર કાબુ નહીં રાખી શકશો. દરરોજ ‘બેહરામ યઝદ’ની આરાધના કરજો.

શુુકનવંતી તા. 29, 30, 3, 4 છે.

Venus’ rule till 16th June helps you complete your works at lightning speed. Friends who have been upset with you will approach you themselves. You will get to learn beneficial information from friends. You will be able to share what’s on your mind with your sweetheart. You will not be able to control your expenses. Pray to Behram Yazad daily.

Lucky Dates: 29, 30, 3, 4.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને સૌથી વધુ ચમકતો સિતારો શુક્રની દિનદશા ચાલુ હોવાથી મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. સાથે કામ કરનાર તમને માન આપશે. નાણાકીય બાબત માટે ચિતાં ઓછી થતી જશે. શુક્રની કૃપાથી તમારે કોઈ પાસે હાથ લાંબો કરવો નહીં પડે. ઓપોજીટ સેકસનું એટ્રેકશન વધશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 29, 31, 1, 4 છે.

Venus’ ongoing rule helps you execute even challenging tasks with ease and smoothly. Your colleagues will be respectful of you. Financial concerns will reduce. With Venus’ blessings, you will not need to borrow money from others. You will get increasingly attracted to the opposite gender. Pray to Behram Yazad daily.

Lucky Dates: 29, 31, 1, 4.


LEO | સિંહ: મ.ટ.

05Leo

છેલ્લુ અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તબિયતની ખાસ સંભાળ લેજો. ઉતરતી રાહુની દિનદશા તમને માથાનો દુખાવો તથા પ્રેશરની માંદગી આપશે. ઘરવાળા નાની બાબતમાં નારાજ થઈ જશે. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થઈ જાય તેવા કામ કરતા નહીં. સાથે કામ કરનાર લોકો જોડે ઓછું બોલવાનું રાખજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 30, 31, 2, 3 છે.

With the last week remaining under the rule of Rahu, you are advised to take special care of your health. The descending rule of Rahu could cause you headaches or elevated levels of BP. Family members could get upset with you over petty matters. Ensure you don’t end up in trouble while trying to help another. Keep minimal conversations with your colleagues. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 30, 31, 2, 3.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે દરેક બાબતમાં ચિંતામાં રહેશો. અગત્યની ચીજ વસ્તુ ગુમાય જાય નહીં તેનું ધ્યાન રાખજો. તમારા કરેલ કામમાં સંતોષ નહીં મળે. ખોટા વિચારોથી પરેશાન થઈ જશો. રાહુ તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. નાણાકીય ચિંતા તમને પરેશાન કરી મૂકશે. ઉપરી વર્ગનો ત્રાસ વધશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 1, 4 છે.

Rahu’s ongoing rule will keep you worried about everything. Ensure you do not lose or misplace items of importance. You will not get a sense of job-satisfaction. Negative thoughts will cause you much worry. Rahu could steal your appetite and your sleep. Financial concerns will worry you greatly. Senior colleagues will harass you increasingly. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 29, 30, 1, 4.


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથેથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. બીજાના મદદગાર બની શકશો. ઘરમાં ભાઈ બહેનને મદદ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં ફાયદો થશે. ઘરવાળા માટે મનગમતી ચીજવસ્તુ વસાવી શકશો. નવા કામ શોધવા કરતા તમારા ચાલુ કામ પર ધ્યાન આપવાથી ફાયદામાં રહેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 31, 2, 3 છે.

Jupiter’s rule till 23rd June will ensure that you end up doing a noble deed for another. You will be helpful to others, as well as to your siblings. You will receive financial benefits. You will be able to make house purchases, as preferred by your family members. You will stand to profit more with your current work/job, as compared to that from a new venture/job. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 30, 31, 2, 3.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને 24મી મેથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. હાલમાં તમારા વિચારોમાં ખૂબ ફેરફાર આવશે. જે પણ કામ કરશો તેમાં ફાયદો મળશે. નાણાકીય બાબતમાં સારો સુધારો થતો જશે. ખોટા ખર્ચા પર કાપ મૂકી લાંબા સમય માટે ઈનવેસ્ટમન્ટ કરી શકશો. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

Jupiter’s rule starting 24th will cause a lot of changes in the way you think. You will stand to gain in all your endeavours. Financial growth is predicted. You will be able to control unnecessary expenses and make long-term investments. Health will be good. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 30, 31, 1, 2.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે. શનિની સાડાસાતી ચાલતી હોવાથી ખોટા વિચારોથી વધુ પરેશાન થશો. બાળકોના ભવિષ્યનો ખુબ વિચાર કરશો. રોજના કામ પૂરા કરવામાં કંટાળો આવશે. માથાના દુખાવાથી પરેશાન થશો. તમારી પોતાની વ્યક્તિ તમને સમજી નહીં શકે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 29, 31, 3, 4 છે.

Saturn’s rule till 25th June will cause mental anguish with negative thoughts. You will be consumed fretting about the future of your children. You will feel lethargy in completing your daily chores. You could suffer from headaches. Your own people will not be able to understand you. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 29, 31, 3, 4 .


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી બુધની દિનદશા ચાલશે મુશ્કેલીભર્યા કામ મગજ વાપરી સહેલાઈથી કરી શકશો. એકસ્ટ્રા ધન કમાવવાના ચાન્સ છે. રોકાણ કરેલા નાણાને પાછા મેળવવામાં મુશ્કેલી નહીં આવે. મિત્રોનો સાથ મલવાથી આનંદમાં રહેશો. કોઈકના સાચા સલાહકાર બનીને તેનું દિલ જીતી લેશો. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

Mercury’s rule till 18th June will help you resolve even challenging tasks with the use of your intelligence. You could earn extra income. You will not face difficulty in retrieving your stuck loans from others. The support from your friends will bring you much happiness. You will win over the heart of another with your sincere advice. You are advised to share what’s on your mind with others. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 1, 2, 3, 4.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

લાંબા સમય માટે બુધની દિનદશા ચાલશે 20મી જુલાઈ સુધી મુસાફરીનો ચાન્સ મળશે. તમારા ફાયદાની વાત મિત્રો તરફથી જાણવા મળશે. ધર્મ કે ચેરીટીનું કામ કરવાથી આનંદમાં આવશો. કોઈ સગા કે મિત્રો ને નાણાકીય મદદ કરી શકશો. નોકરી કરતા હશો ત્યાં પ્રમોશન મલવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 31, 2 છે.

Mercury’s long-standing rule predicts that you could get an opportunity to travel up to the 20th of July. You will learn beneficial information from your friends. You will feel blissful doing works related to religion and charity. You will able to extend financial support to a relative or a friend. Those who are employed could expect to get a promotion. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 29, 30, 31, 2.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

23મી જૂન સુધી મંગળની દિનદશા ચાલશે તમે અચાનક કોઈ પર ચિડાઈ જશો. તમારા હાથ નીચે કામ કરતી વ્યક્તિ તમારી વાત માનશે નહીં. ભાઈ-બહેનમાં નાની બાબતમાં મતભેદ પડશે. વાહન ખુબ સંભાળીને ચલાવજો. નવું વાહન લેવાનો વિચાર કરતા નહીં. નાની બેદરકારી મોટી મુસીબતમાં મુકી દેશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 29, 1, 3, 4 છે.

Mars’ rule till 23rd June could get you to suddenly snap with others. Your subordinates will not obey your commands. Siblings could end up squabbling over petty matters. Drive/ride your vehicle with the greatest caution. Avoid buying a new vehicle as of now. Even the slightest carelessness could land you in huge trouble. To pacify Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 29, 1, 3, 4.

Leave a Reply

*