Your Moonsign Janam Rashi This Week –
23 July – 29 July 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજનો દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઘરમાંથી બહાર નીકળતા નહીં. બની શકે તો વાહન ચલાવતા નહીં. કાલથી શરૂ થતી બુધની દિનદશા આવતા 56 દિવસમાં તમારી બુધ્ધિ વાપરી તમારા કામો ખુબ સારી રીતે કરી શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી લેશો. દરરોજ ‘તીર યશ્ત’ની સાથે ‘મહેર નીઆએશ’ પણ ભણજો.

શુકનવંતી તા. 24, 25, 28, 29 છે.

Today is the last day under the rule of Mars. Avoid getting out of the house. If possible, do not drive/ride any vehicle. Mercury’s rule, starting tomorrow for the next 56 days, will enable you to use your intelligence and complete your tasks very efficiently. You will find a way out of any financial challenges. Pray the Meher Nyaish along with the Tir Yasht daily.

Lucky Dates: 24, 25, 28, 29


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

પહેલા ત્રણ દિવસ મનમાં શાંતિ રાખી શકશો. બાકી 26મીથી 28 દિવસ માટે મંગળની દિનદશા તમારા શાંત મગજને ગરમ કરી નાખશે. મંગળની દિનદશા જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ફેમીલી મેમ્બર અને ભાઈ બહેન સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. મંગળને કારણે એકસીડન્ટ થવાના ચાન્સ છે સંભાળજો. આજથી ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 28 છે.

You have 3 more days to spend in peace. Mars’ rule starting from the 26th, and lasting for 28 days, will heat up your calm mind. Under Mars rule, you will find yourself constantly in disagreement with your siblings and family members. Be careful as accidents are predicted. Starting today, pray the Tir Yasht daily.

Lucky Dates: 23, 24, 25, 28


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા દરેક કામો ખુબ સમજી વિચારીને કરશો. જે કામ મુશ્કેલીભર્યા હશે તે સહેલા બનાવવામાં ચંદ્ર તમારા મદદગાર થશે. મોજશોખ પુરા કરવા નાની ટ્રીપનું આયોજન કરી શકશો. શારિરીક બાબતમાં ખુબ સારા સારી રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 24, 26, 27, 29 છે.

The ongoing Moon’s rule will ensure that you do your work only after applying much thought. The Moon will help ease out any of your challenging tasks. You will be able to organise a small trip for fun and entertainment. Your physical health will be good. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 24, 26, 27, 29


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

સુર્યની દિનદશા ચાલુ હોવાથી માથાનો દુખાવો, આંખમાં બળતરા, હાઈ પ્રેશર જેવી માંદગીથી સંભાળજો. સરકારી કામમાં નુકસાની થવાના ચાન્સ છે. નોકરી કરતા હશો ત્યાં તમારો ઉપરી વર્ગ તમને નાની બાબતમાં પરેશાન કરી નાખશે. વડીલવર્ગની ચિંતા ખુબ સતાવશે. સુર્યના તાપને ઓછો કરવા ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 28 છે.

The Sun’s rule warns you to be careful of headaches, burning eyes and high BP. Government related works could result in losses. Those who are employed could face harassment from your senior colleagues. You will be consumed with worry about the elderly. To placate the heat of the Sun, pray ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 23, 24, 25, 28


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી તમે તમારા ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. મોજ મજાહ અને ખાવા પીવામાં ખુબ ખર્ચ કરશો. અપોજીટ સેકસનું એટ્રેકશન ખુબ વધી જશે. લગ્ન કરેલા હશે તો ધણી ધણીયાણીમાં પ્રેમ ખુબ વધી જશે. મનગમતી વ્યક્તિ મલવાથી વધુ આનંદમાં આવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 24, 26, 27, 29 છે.

You will not be able to control your expenditures till the 16th of August. You will spend excessively on fun, food and entertainment. The attraction toward the opposite gender will increase greatly. Affection will blossom between married couples. Meeting with your sweetheart will bring you immense joy. Pray to Behram Yazad daily.

Lucky Dates: 24, 26, 27, 29


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoશુક્ર જેવા વૈભવ આપનારા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. શુક્રની નેક મુરાદ પુરી થઈને રહેશે. કોઈના મદદગાર બનજો. તેની ભલી દુવાઓ મેળવી શકશો. આ રાશિવાળી સ્ત્રીને ઘરવાળા સાથે બહારવાળનો પણ સહકાર મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Venus’ ongoing rule helps you to purchase household items. Your sincere wishes will come true. You will be helpful to another and gain their blessings. Women of this rashi will receive all-round support from within their homes and outside. Pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 26, 27, 28


LIBRA | તુલા: ર.ત.

07Libraરાહુની દિનદશા ચાલુ હોવાથી તમે કરેલા કામ પર તમારા દુશ્મન પાણી ફેરવી નાખશે. નાણાકીય મુશ્કેલીનો સામનો કરશો. જ્યાં ત્રણની આવક હશે ત્યાં 13નો ખર્ચ થઈ જશે. ખોટા ખર્ચાઓથી પરેશાન થઈ જશો. ખાવાપીવા પર વધુ ધ્યાન રાખશો. તમારી નાની બેદરકારી તમને મોટી મુસીબતમાં મુકશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 23, 24, 27, 29 છે.

Rahu’s ongoing rule has your enemies reducing all your hard work to naught. You might have to face financial challenges. Your expenditures will be many times over your income. Unnecessary expenses will have you worried. Pay attention to your diet. Your smallest carelessness could land you in big trouble. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 23, 24, 27, 29


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આજથી રાહુની દિનદશા તમને 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. દરેક બાબતમાં ખોટા વિચારો તમને પરેશાન કરશે. જો તમે નોકરી કરતા હશો તો કામકાજનો બોજો વધી જશે. તમારા બોલવાની ઉપર વધુ ધ્યાન આપજો. તમારૂં સાચું બોલવાનું બીજાને કડવું ઝેર જેવું લાગશે. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 28, 29 છે.

Rahu’s rule starting today, upto 6th September, will rob you of your sleep and your appetite. Negative thoughts will consume your mind in all aspects. Those who are employed will face extra work pressure. Be very careful of the words you utter. The truth you speak will feel like poison to others. TO placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 25, 26, 28, 29


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ધર્મના કામ કરવામાં સફળ થઈ જશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જે પણ કામ કરશો તેમાં પ્રમોશન મલવાના ચાન્સ છે. નવા કામકાજ મેળવવામાં સફળ થશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.

Jupiter’s ongoing rule makes it possible for you to do religious works. Financial prosperity is indicated. You will receive a promotion in all your endeavours. You will be successful in finding new work or projects. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 23, 24, 27, 28


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

પહેલા ત્રણ દિવસ શનિની દિનદશા ચાલશે. ઉતરતી શનિની દિનદશા તમને માંદગીના બીછાનામાં નાખી દેશે. 26મીથી ગુરૂની દિનદશા આવતા 58 દિવસમાં માન ઈજ્જત વધારી દેશે. માથાનો બોજો ઓછો કરવા 26મી સુધી મોટી ‘હપ્તન યશ્ત’ અને 26મી પછી ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 23, 27, 28, 29 છે.

You have 3 days under Saturn’s rule. Its descending rule could have you falling sick. Jupiter’s rule, starting from the 26th, for the next 58 days, will bring you much fame, praise and admiration. To reduce your mental tensions upto the 26th, pray the Moti Haptan Yasht and post that, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 23, 27, 28, 29


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

26મી ઓગસ્ટ સુધી શનિની દિનદશા ચાલશે. હાલમાં શનિ તમને આળસુ બનાવી દેશે. નેગેટીવ વિચારોથી ઘેરાયેલા રહેશો. ઘરમાં વડીલવર્ગ સાથે નાની વાતમાં મતભેદ પડતા રહેશે. કોઈ જગ્યાએ પૈસા ફસાઈ જાય તેવા હાલના ગ્રહો છે. શનિની નિવારણ કરવા માંગતા હો તો દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 27, 28, 29 છે.

Saturn’s rule till 26th August will make you feel lethargic. You will be consumed with negative thoughts. You will have constant arguments over petty matters with the elderly at home. You could end up making losing investments. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 23, 27, 28, 29


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે. તમારા લેતી દેતીના કામો સારી રીતે કરી શકશો. બુધ તમારી બુધ્ધિને ભવિષ્યમાં ખરાબ દિવસ આવે તો તેમાં ઓછા હૈરાન થાવ તેનો ઉકેલ હમણાં અપાવી દેશે. નાનું ઈનવેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Mercury’s rule till 20th August will help you effectively conduct all your transactions related to lending and borrowing of money. Under Mercury’s rule, you will find the solution currently to a problem that will take place in the future, and this will lighten the load of that issue. You can start making small investments. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 23, 24, 25, 26

Leave a Reply

*