બટર ચીકન

સામગ્રી: 500 ગ્રામ હાડકા વગર નું ચીકન, 50 ગ્રામ કાજુ, 3 નાની ચમ્મચી દહીં
મસાલા સામગ્રી: 50 ગ્રામ ખસ ખસ, 50 ગ્રામ મગજતરી, 2 મધ્યમ આકાર ના મોટા સમારેલા ટામેટા, 2 મધ્યમ આકાર ની મોટી સમારેલી ડુંગળી, 4-5 લીલા મરચા, 1 નાની ચમ્મચી ગરમ મસાલો, 1 નાની ચમ્મચી આદુ લસણ નું પેસ્ટ, 1/2 નાની ચમ્મચી સુકી કસુરી મેથી, 1/2 નાની ચમ્મચી ધાણાજીરૂ, 1/2 નાની ચમ્મચી હળદર, 1 નાની ચમ્મચી મરચું, 4-5 લવિંગ, 2-3 એલચી, 1-2 ઇંચ દાલ્ચીની, 1-2 ચપટી જીરૂં, મીઠું સ્વાદ પ્રમાણે.
રીત: સૌ પ્રથમ ડુંગળી, ટામેટા અને લીલા મરચા ને બાફી ને એમાં સુકો મેવા કાજુ, ખસખસ અને મગજતરી ને પણ નાખીને ઉકાળો. ત્યાર બાદ તેમાં ચીકનના નાના ટુકડા કરી લો. હવે કાજુ, ખસખસ અને મગજતરી માં થોડુક પાણી નાખીને પ્યુરી બનાવી લો. લો તૈયાર છે. હવે તેમાં ટામેટા અને લીલા મરચા નાખીને પ્યુરી બનાવી લો. હવે 100 ગ્રામ માખણ ને ગરમ કરી ને તેમાં 4 થી 5 નાની ચમ્મચી ડાલડા ઘી અને સુકા ગરમ મસાલા નાખીને એમાં સુકા મેવા ની પ્યુરી નાખીને એને સોનેરી રંગ ની થાય ત્યાં સુધી પકાવો. જયારે એમાં થી તેલ છુટું પાડવા લાગે ત્યારે તેમાં આદુ અને લસણ નું પેસ્ટ નાખીને 2 થી 2 મિનીટ સુધી પકવો. હવે તેમાં હળદર, ધાણાજીરું, મરચું સુકાયેલી મેથી અને અડધી નાની ચમ્મચી ગરમ મસાલો નાખીને હલાવો. હવે તેમાં 1 ચમ્મચી દહીં નાખો. હવે આમાંથી તેલ છુટું પાડવા લાગ્યું છે તો તેમાં ડુંગળી ની પ્યુરી નાખીને 5 મિનીટ સુધી પકવીને તેમાં થોડોક રંગ, ચીકન, મીઠું અને 100 મિલ. પાણી નાખીને ઢાંકીને થોડીક વાર સુધી પાકવા દો. તો લો હવે તૈયાર છે બટર ચીકન મસાલા તો આના પર માખણ, તાજી કોથમીર અને દહીં નાખીને સજાવટ કરો.

Leave a Reply

*