Your Moonsign Janam Rashi This Week –
7 January – 13 January 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે નાનામાં નાના કામમાં પરેશાન થતા રહેશો. તમે સીધા ચાલશોે તો પણ તમારા દુશ્મન તમને શાંતિથી બેસવા નહીં દે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. ખોટા ખર્ચાઓથી પરેશાન થઈ જશો. રાહુને શાંત કરવા દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.

Rahu’s rule till 3rd February makes even the simplest tasks challenging for you. Despite walking the straight path, your detractors will not leave you in peace. Financially, things could get strained. Wrongful expenses will be of concern. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 8, 9, 12, 13


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી કુટુંબીક વ્યક્તિની ઈચ્છા પુરી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. બને તો કોઈના મદદગાર બની જજો. ગુરૂની કૃપાથી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. દરેક બાબતમાં તમને ઈનવીજીબલ હેલ્પ મળી જશે. રોજ બરોજના કામો ખુબ સારી રીતે કરી શકશો. હાલમાં દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 7, 9, 10, 11 છે.

Jupiter’s ongoing rule will make it easy for you to cater to the wants of your family members. Try to be of help to others. There will be no financial shortage. You will receive anonymous help in all areas of life. You will be able to execute your daily tasks very efficiently. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 7, 9, 10, 11


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને 21મી ફેબ્રુઆરી સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે. તમારા કામમાં બીજાઓ ભુલ નહીં બતાવી શકે. નાના ધનલાભ મળવાના ચાન્સ છે. તમારા દરેક કામમાં સફળતા મળશે. થોડી બચત કરી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.

Jupiter’s rule till 21st February will make all your works flawless. Small profits are indicated. You will taste success in all your endeavours. You are advised to ensure that you save some money and invest the same. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 8, 9, 12, 13


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. તમે થોડા આળસુ બની જશો. રોજના કામો સમય પર પુરા નહીં કરી શકો. સાથે કામ કરનાર વ્યક્તિ તમને નીચા બતાવવાની કોશિશ કરશે. ધન ખર્ચ ખુબ વધી જવાથી કોઈ પાસે ઓછીના પૈસા લેવાનો સમય આવશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 10, 11 છે.

Saturn’s rule till 24th January makes you a bit lazy. You will not be able to complete your daily tasks in time. Your colleagues will try to pull you down. Due to overspending of money, you could have to borrow money from others. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 7, 8, 10, 11


LEO | સિંહ: મ.ટ.

05Leo

બુધની દીનદશા ચાલુ હોવાથી તમારા ચાલુ કામ પર થોડું વધુ ધ્યાન આપીને પુરૂં કરી લેજો. બને તો 18મી પહેલા નાનું ઈનવેસ્ટમેન્ટ કરવાથી ભવિષ્યમાં તમને સમય પર કામમાં આવી જશે. ફેમીલીમાં કોઈ બાબતની અંદર મતભેદ પડી ગયેલા હશે તો મીઠી જબાન વાપરી તે દૂર કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 7, 9, 12, 13 છે.

Mercury’s ongoing rule helps you focus more on your current work at hand and complete it. Try to make a small investment before the 18th, as this will be of help to you in the future. If there are any misunderstandings within the family, use sweet language and resolve the issues. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 7, 9, 12, 13


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે સાંભળશો બધાનું પણ કામ તમારૂં મન કહેશે તે જ કરશો. નોકરી કરતા હશો તો તમારા રોજના કામ સમય પહેલા પુરા કરી શકશો. લેતી દેતી હીસાબી કામ કે જમીનની લેતી દેતીમાં ફાયદો મળશે. ધન બચાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 7, 8, 11, 13 છે.

Mercury’s ongoing rule will have you listen to what others have to say, but you will do only that what your mind feels is right. The employed will be able to complete their works before time. Profits are indicated for any transactions regarding lending of money or related to property. You will be able to save money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 7, 8, 11, 13


LIBRA | તુલા: ર.ત.

07Libra

મંગળની દિનદશા ચાલુ હોવાથી 22મી જાન્યુઆરી સુધીમાં વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. મંગળ તમારી તબિયતને બગાડી દેશે. તમે તાવ શરદી ખાસી જેવી બીમારીથી પરેશાન થશો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 11, 12 છે.

Mars’ ongoing rule till 22nd January, advises you to practice caution while driving or riding your vehicles. Your health could go down. You could suffer from fever, cold and cough. Ensure to consult a doctor. You could face financial shortfall. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 8, 9, 11, 12


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી જાન્યુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કરેલા કામની કદર થશે. મનગમતી ચીજ વસ્તુ મેળવી લેશો. કોઈ અગત્યની વ્યક્તિને મલવાથી મનને વધુ આનંદ મળશે. ચંદ્રની કૃપાથી મુસાફરી સાથે આનંદ પણ મેળવશો. ધનલાભ મલતા રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 7, 10, 11, 13 છે.

The Moon’s rule till 24th January brings you much appreciation for your work. You will be able to obtain objects you desire. Meeting up with someone close to you will bring you great mental happiness. With the grace of the Moon, you will be able to enjoy your travels. Profits are indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 7, 10, 11, 13


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા વિચારોને મજબૂત કરીને ડીસીઝન લેવામાં સફળ થશો. જે પણ કામ કરતા હશો તેમાં મનથી અને ઈમાનદારીથી કામ કરવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી તમારા કરેલા કામની કદર જરૂર થશે. તબિયતમાં સારો સુધારો થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 8, 9, 11, 12 છે.

The ongoing Moon’s rule will help you to collect your thoughts and make a strong decision. You will be successful in doing all your work with focus and honesty. You will receive great appreciation for your work, with the blessings of the Moon. Your health will improve well. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 8, 9, 11, 12


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લું અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. આ અઠવાડિયામાં તમારાથી પુરા થઈ જાય તેવા કામ કરજો. ઘરવાળાને આનંદમાં રાખવામાં સફળ થશો. તમારી સાથે બીજાને ફાયદો કરાવી આપશો. કોઈને પ્રોમીશ આપેલ હોય તો તે આ અઠવાડિયામાં પુરા કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 7, 8, 10, 13 છે.

This is the last week for you under the rule of the Venus. Take up only those work projects in the week that you will be able to complete. You will be able to keep your family members happy. You will be able to benefit others as well as yourself. If you’ve made any promises, ensure to deliver the same within this week. Pray to Behram Yazad daily.

Lucky Dates: 7, 8, 10, 13


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે જેટલા મોજશોખ ઓછા કરવા જશો તેટલા વધી જશે. હાલમાં ખર્ચ વધવા છતાં તમે મુશ્કેલીમાં નહીં આવો. તમારા કામ તમે વીજળી વેગે પુરા કરી શકશો. બગડેલી તબિયત હશે તો તેમાં સુધારો આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.

Under Venus’ ongoing rule, the more you try to clamp down on your fun and entertainment, the more you will indulge in these! Despite an increase in expenses, there will be no financial shortage. You will complete your work at lightning speed. Those suffering from ill-health will find an improvement. Pray to Behram Yazad daily.

Lucky Dates: 9, 10, 11, 12


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શુક્ર તમને લાંબા સમય સુધી સુખ શાંતિ અને લકઝરીયસ લાફઈ આપશે. કામકાજની અંદર સફળતા મળી રહેશે. જો તમે નાણાકીય મુશ્કેલીમાં હશો તો શુક્ર તમારો મદદગાર થશે. નાના ફાયદા મેળવીને તમે વધુ આનંદમાં આવશો. અપોઝીટ સેકસનો ભરપુર સાથ સહકાર મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 7, 8, 9, 13 છે.

Venus’ rule brings you mental peace, happiness and a luxurious life for a long period of time. You will be successful at work. If you are struggling financially, Venus will come to your rescue. Earning financial profits will bring you much happiness. The opposite gender will support you greatly. Pray to Behram Yazad daily.

Lucky Dates: 7, 8, 9, 13

Leave a Reply

*