Your Moonsign Janam Rashi This Week –
01 April – 07 April 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા તમારા મોજશોખ ઘટવા નહી દે. ધણી ધણીયાણીમાં ખુબ સારા સારી રહેશે. તેઓ એકબીજાના મનની વાત સમજી જશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. બીજાના મદદગાર બની તેમની ભલી દુવાઓ મેળવી લેશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 1, 4, 6, 7 છે.

Venus’ rule till 13th April refuses to lessen your proclivity towards fun and entertainment. Relationship between couples will thrive, there will be great understanding between them. You could get an opportunity for a short trip. You will get the blessings of those you have helped. Pray to Behram Yazad daily.

Lucky Dates: 1, 4, 6, 7


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને તમારી રાશિના માલીક શુક્રની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવામાં દિવસો પસાર કરી શકશો. રોજબરોજના કામો કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. ધનનો ઉપયોગ સારી જગ્યાએ કરી શકશો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કોઈ કસર નહીં કરતા. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

Venus’ ongoing rule will have you spending your days in fun, leisure and travel. You will find no difficulty in doing your daily chores. You could meet the person of your dreams. You will be able to utilize your money effectively. Do not hesitate to make purchases for the house. Pray to Behram Yazad daily.

Lucky Dates: 2, 3, 4, 5


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજ અને કાલનો દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બે દિવસમાં કોઈ વ્યક્તિ તમને હૈરાન પરેશાન કરી નાખશે. 3જીથી તમારી રાશિના માલિક બુધના પરમ મિત્ર શુક્રની દિનદશા 70 દિવસમાં તમારા દુ:ખને ભુલાવીને સુખી બનાવી દેશે. નવા કામ મેળવશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ પણ ભણજો.
શુકનવંતી તા. 1, 3, 5, 6 છે.

You have two last days (today and tomorrow) to go under Rahu’s rule. Someone could harass you greatly in this period. Starting from 3rd April, Venus’ rule for the next 70 days, will convert all your pain into happiness and joy. You will be able to find new work projects. Pray to Behram Yazad as well as the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 1, 3, 5, 6


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

4થી મે સુધી રાહુની દિનદશા ચાલશે. તમને તમારા નાના કામો પુરા કરવામાં મુશ્કેલી આવશે. રાહુ તમારા મગજને જરાબી શાંતિ નહીં આપે. આજુબાજુવાળા કે સગાઓ તમારી સાથે સારા સંબંધ નહીં રાખે. બને તો કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા પહેલા દસ વાર વિચાર કરજો. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 7 છે.

Rahu’s rule till 4th May will make it difficult for you to complete even your smaller tasks. Rahu will not allow you to be at peace mentally. Those around you or even your own relatives will not maintain cordial relations with you. You are advised to think your words through ten times before uttering them to others. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 2, 3, 4, 7


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા કામમાં તમને કોઈ મુસીબત નહીં આવે. બીજાના મદદગાર બની શકશો. ગુરૂની કૃપાથી ધર્મના કામો કરવાથી મનને વધુ આનંદ મળશે. ફસાયેલા નાણાં પાછા મેળવવા માટે થોડી ભાગદોડ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.

Jupiter’s rule till 21st April ensures you face no challenges in your work. You will be able to help others. Doing religious works will bring you much mental contentment. You will be able to retrieve your stuck funds with a little added effort. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 1, 2, 5, 6


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને 22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે જે પણ કામ કરતા હશો તેમાં જશ મળશે. નાણાકીય ફાયદા થતા રહેશે. ધન મેળવવા માટે વધુ મહેનત નહીં કરવી પડે. તમારા કરેલા કામની કદર થશે. ગુરૂની કૃપાથી તમારો સેલ્ફ કોન્ફીડન્સ ખુબ વધી જશે. ઘરમાં વધુ શાંતિ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 2, 3, 4, 7 છે.

Jupiter’s rule till 22nd May will ensure that you get fame and appreciation in all your endeavours. You will continue to get financial benefits. You will not have to work too hard to earn money. Your work will receive much praise. Jupiter’s graces helps increase your self-confidence greatly. You will find peace at home. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 2, 3, 4, 7


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે. તેથી તમે આળસુ બની જશો. નાના કામ પણ સમય પર પુરા નહીં કરી શકો. શારિરીક બાબતમાં ચિંતા વધુ સતાવશે. વડીલવર્ગ તથા બાળકો સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. જૂના રોકાણથી પરેશાન થતા રહેશો. નાણાકીય મુશ્કેલી વધતી રહેશે. કરેલા કામમાં જશ નહીં મળે. શનિનું નિવારણ કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 6, 7 છે.

Saturn’s rule till 23rd April makes you lethargic. You will not be able to complete even your petty tasks in time. You will grow concerned for your physical health. You will find yourself having arguments with the elderly as well as with children. Your old investments will cause you worry. Financial issues could increase. You will not receive appreciation for your endeavours. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 1, 2, 6, 7


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

17મી એપ્રિલ સુધી વાણીયા જેવા બુધની દિનદશા ચાલશે. થોડી કરકસર કરવામાં સફળ થઈ જશો. જે પણ કામ કરતા હશો તેમાં ધનલાભ સાથે માન ઈજ્જત પણ મળતા રહેશે. તમારી બુધ્ધિ વાપરી જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડશો. લેતી દેતી અને હીસાબી કામ પર વધુ ધ્યાન આપજો. રોજના કામ રોજ પુરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

Mercury’s rule till 17th April helps you control your expenditures. You will receive financial benefits as well as appreciation and respect in all your work-related initiatives. You will taste extreme success if you use your intelligence in your endeavours. You are advised to focus more on accounts and financial transactions. You will be able to complete your daily tasks on time. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 2, 3, 4, 5


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને બુધની દિનદશા લાંબા સમય સુધી ચાલશે. હાલમાં 24મી મે સુધીમાં સારૂં ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. બીજાના સાચા સલાહકાર બનીને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. નવા કામો મળવાના ચાન્સ છે. જ્યાંથી તમને ફાયદો થતો હશે તે જગ્યાએ વધુ ધ્યાન આપશો. બીજાના મદદગાર બની શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 4, 6, 7 છે.

Mercury is here to rule you for a long time, till 24th May. You will be able to make profitable investments in this period. You will win over the hearts of others by giving them sincere advice. You could get new work projects. You will focus more on profit-making areas. You will be helpful to others. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 1, 4, 6, 7


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

21મી એપ્રિલ સુધી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે. નાની બાબતમાં ગરમ થઈ જશો. ભાઈ બહેન તમારાથી નાની બાબતમાં નારાજ થઈ જશે. વાહન ચલાવતા હોતો વાહન ખુબ સંભાળીને ચલાવજો એકસીડન્ટ થવાના ચાન્સ છે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 2, 3, 5, 6 છે.

Mars’ rule till 21st April makes you get hot-headed over petty matters. Sibling will get upset with you over small issues. You are advised to drive/ride your vehicles with great caution as there are chances of meeting with an accident. To get mental peace, pray the Tir Yasht daily.

Lucky Dates: 2, 3, 5, 6


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી એપ્રિલ સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે. ચંદ્ર તમને શાંત બનાવી ને તમારા ડીસીઝન લેવામાં મદદગાર થશે. નાની મુસાફરી કરીને મનને આનંદમાં રાખશો. જે પણ કામ કરશો તેમાં જશ મળશે. નાના મોટા કામો કરવામાં કસર નહીં રાખો. મનન શાંતિ મળે તેવા કામ કરશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 1, 2, 4, 7 છે.

The Moon’s cooling graces rule you till 23rd April, making you calmer and helping you make better decisions. You will feel happy by going on small excursions. You will receive fame and appreciation in all your endeavours. You will do work that bring you mental peace. You will leave no stone unturned in doing all your work faultlessly. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 1, 2, 4, 7


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

પહેલા 6 દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 6ઠ્ઠી સુધી તમારા માથાનો બોજો ઓછો નહીં થાય. આંખમાં ગરમી તેમજ તાવ શરદીથી પરેશાન થશો. 6ઠ્ઠી એપ્રિલ પછી થોડી શાંતિમાં રહેશો.
છેલ્લા બે દિવસમાં મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. આ અઠવાડિયામાં અગત્યના કામ કરતા નહીં. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 2, 3, 6, 7 છે.

You have 6 days remaining under the rule of the Sun. Your mental tensions will stay on till 6th April, after which you will be able to find peace mentally. You could suffer from fever, cold and discomfort in the eyes. You will be able to bump into your sweetheart on the last 2 days of this period. Do not attempt doing any omportant work in this week. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.

Lucky Dates: 2, 3, 6, 7

Leave a Reply

*