તુ કોના જેવો  ભાઈ  ઇચ્છે છે?

એક સગર્ભા માતાએ તેની પુત્રીને પૂછ્યું, ‘તુ શું ઈચ્છે છે? ભાઈ કે બહેન? દીકરી: ભાઈ માતા: તુ કોના જેવો  ભાઈ  ઇચ્છે છે? દીકરી: રાવણની જેવો. માતા: તું શું કહે છે? શું તારૂં દીમાગ ખરાબ થઇ ગયું છે? દીકરી: કેમ શા માટે મમ્મી ? તેમણે તેમની તમામ રજવાડા, મીલકત અને સ્થાવર તેમજ જંગમ સંપત્તિ અને રાજ્યો […]

હસો મારી સાથે

મારી દોસ્ત તરીકે સલાહ જો પત્ની બહુ મગજમારી કરે, તો ચપ્પલ ઉઠાવો અને પહેરીને બહાર જતા રહો. બાકી તમે જે વિચાર્યું એના માટે તો હિમ્મત જોઈએ. *** શોધ સમાચાર-પરણેલા પુરુષનું પેટ વધવાનું કારણ: ઓફીસની બહેનપણી જોડે કરેલા ભરપેટ નાસ્તા બાદ ઘરે પત્નીની બીકમાં ફરીથી ખાવું. *** પરિક્ષામાં ઓછા માર્ક્સ આવે ત્યારે ઘરના બધા કહે સામેવાળીને […]

હ્યુઝીઝ રોડની વાચ્છાગાંધી દરેમહેરની 162માં વરસની ઉજવણીનો મેળાવડો

સરોષ રોજ: તા 31મી ડિસેમ્બર, 162મી સાલગ્રેહ પ્રસંગે, વાચ્છાગાંધી અગિયારીને ફુલ, હાર, તોરણ, ચોક, લાઈટ વગેરેથી શણગારવામાં આવ્યું હતું. સવારે ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુજારીનું જશન 16 મોબેદોની હમશરીકીથી પંથકી દાદાચાનજીએ કીધું હતું, ત્યારબાદ હમબંદગી અને ચાશ્ની થઈ હતી. સાંજે સ્ટાફ તરફથી જશનની ક્રિયા બાદ મેળાવડો યોજાયો હતો. તેમાં એરવદ દરાયસ કાત્રકે સ્પીરીચ્યુઅલ ઈજાયેલા આતશોના વિષય […]

નવસારીના પારસીઓ: ભૂતકાળ – ગર્વભર્યો, વર્તમાન – પ્રગતિશીલ, ભાવિ – આશાસ્પદ

નવસારીના પારસી સમાજના ભવિષ્યની ઓળખ માટેના ત્રણ ખૂબ જ અગત્યના પાસાઓની ઓળખ અને તે માટે કાર્ય કરવા માટે લોકલ કમિટિ ઓફ The WZO Trust નવસારીએ તા. 20-1-2019ને રવિવારના રોજ બાઈ ડોસીબાઈ કોટવાલ પારસી બોયઝ ઓરફનેજ, સીરવઈ પાર્ટી પ્લોટ, નવસારી મુકામે એક કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થશે. આપણા મોબેદ સાહેબો (ધર્મગુરૂઓ) એ […]

ઘરને સ્વર્ગ કઈ રીતે બનાવવું!!

સવારના દસ વાગ્યા હતા. રોજની જેમ ત્રણે જણ ડાયનીંગ ટેબલ આગળ ગોઠવાઈ ગયાં અને ખુશીએ ત્રણેને ઝડપથી યંત્રવત રોટલી, શાક, દાળભાત પીરસી દીધાં. ત્રણે મૂંગા મૂંગા જમવા લાગ્યા. એટલામાં ખુશી બોલી: ‘જુઓ ખુશરૂ આજે સાંજે છ વાગે મારે ‘મધ્યમ વર્ગ ગૃહિણી મંડળ’ની મીટીંગ છે. ઉપપ્રમુખ તરીકે મારે ‘ઘરને સ્વર્ગ કઈ રીતે બનાવવું’ તે વિષય પર […]

વજીરે શુક્રાના કીધા!

તે સોદાગરે જવાબ દીધો કે તે કાંઈ હું ના પાડતો નથી. તે જીને કહ્યું કે ત્યારે તે જ મારા દીકરાને મારી નાખ્યો છે અને તે એ રીતે ખજુરના ઠળિયા આજુબાજુએ નાખ્યા તે વેળા તે રસ્તેથી મારો છોકરો જતો હતો તેથી એક ઠળિયો તેની આંખમાં વાગ્યો કે જેથી તે તરત મરણ પામ્યો માટે હું તને મારી […]

રૂમઝુમ કરતું આવ્યું નવું સાલ!

એમ તો સમગ્ર વિશ્ર્વમાં નવું વર્ષ અલગ અલગ દિવસોએ ઉજવવામાં આવે છે અને ભારતના વિવિધ ક્ષેત્રોમાં પણ નવા વર્ષની શરૂઆત અલગ અલગ રીતે ઉજવાય છે. પરંતુ અંગ્રેજી કેલેન્ડર અનુસાર 1લી જાન્યુઆરીથી નવા વર્ષની શરૂઆત થાય છે કારણ કે 31મી ડિસેમ્બરે એક વર્ષનો અંત પછી 1 જાન્યુઆરીથી નવા અંગ્રેજી કેલેન્ડર વર્ષનો પ્રારંભ થાય છે. તેથી આ […]

જર્મન શાએર ગોએથે મુજબ જરથોસ્તી શિખવણી

ગોએથ નામનો જાણીતો જર્મન શાએર, જે ઈ.સ. 1749 થી 1832 સુધીમાં થઈ ગયો છે, તેણે જરથોસ્તી ધર્મની એ શીકવણી જણાવી છે તેણે પોતાની 65 વર્ષની પાકટ ઉંમરે વેર્સ્ટ ઈર્સ્ટન દીવાન નામની કવિતા લખી છે. કહે છે કે જાણીતા ઈરાની શાએર હાફેજની ગજલોનો જર્મન વિદ્વાન હેમરનો તરજુમો વાંચવા ઉપરથી એનું ધ્યાન પૂર્વ તરફની શાએરી ઉપર ખેંચાયું […]

બંદગીને લગતા થોડાક કાયદાઓ

ભણતી વખતે માંથ્રવાણી સિવાય વચમાં કાંઈપણ બોલવું નહીં. એકજ શાંત જગાએ રહી ધ્યાન આપી દીલથી ભણવું. કાંઈબી કામકાજ કરતાં, ઘેરમાં ફરતાં, રસ્તે ચાલતા ગાડીમાં કે બસમાં જતાં કદીપણ ભણવું નહીં. બદંગી અવાજ કાઢીને તેના કુશાદે અને બીસ્તા ભણવાના કાયદા પ્રમાણે કરવી. બનતાં સુધી ભણતી વખતે તમામ સફેદ સુતરાઉ પોશાક પહેરવો કારણ સફેદ રંગ પહેલવહેલો રંગ […]

શ્રી રતન તાતાને જન્મદિનની શુભેચ્છાઓ!

ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક, રતન તાતા એ તાતા ગ્રૂપ ઓફ કંપનીઝના સૌથી મોટા ભારતીય જૂથના ભૂતપૂર્વ અધ્યક્ષ છે, હાલમાં તાતા ગ્રૂપ ઓફ કંપનીના ચેરમેન એમીરેટસનો હોદ્દો ધરાવે છે, જે કેટલીક મોટી કંપનીઓને જેવી કે તાતા સ્ટીલ, તાતા મોટર્સ, તાતા પાવર, તાતા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, ઇન્ડિયન હોટેલ્સ અને તાતા ટેલિસર્વિસિસને નિયંત્રિત કરે છે. રતન તાતાનો જન્મ 28 […]

સોદાગર તથા જીનની વાર્તા

નામદાર શાહ! આગલા જમાનામાં એક સોદાગર હતો, જે મોટી જમીન, રોકડ તથા માલમત્તા મળી મોટી મીલકત ધરાવતો હતો. તે સાથે તેને ત્યાં ઘણાક નોકરો, કારભારી અને ગુલામો રાખવામાં આવતા હતા. એક દિવસે તેને લાંબી મુસાફરીએ જવાની જરૂર પડી તેથી તે ઘોડે સ્વાર થયો અને ખોરાક તરીકે નાન તથા ખજુર એક જોલામાં ભરી પોતાની ખાંધ પર […]