જાલેજરની બાનુ રોદાબે

પેલી તરફ જ્યારે કાબુલના પાદશાહ મેહરાબને ખબર પાડી કે જાબુલસ્તાનનો પાદશાહ સામ, શાહ મીનોચહેરના હુકમથી લશ્કર લઈ કાબુલ ઉપર હુમલો લાવે છે. ત્યારે તે પોતાની રાણી સીનદોખ્ત ઉપર ઘણો ગુસ્સે થયો, અને કહ્યું કે ‘હવે તુંને અને રોદાબેને તેની આગળ લઈ જવી જોઈએ અને તેની હજુરમાં તમો બેઉને કતલ કરવી જોઈએ કે તેથી કાબુલ ઉપરનું […]

શિરીન

તે સંત પુરૂષનાં બોલો વડે દુ:ખી તે બાલાને કંઈક સધ્યારો મળી ગયો ને પછી બધી વિગતો તેણીએ પોતાનાં ભાઈને કહી સંભળાવી, કે તે કમનસીબ જવાન પુકારી ઉઠયો. ‘ઓ16, હું કેવું ઈચ્છુજ કે મારા પપ્પાને છેલ્લી ઘડીએ હું મળી શકયો હતે પણ…પણ તે બનવું મુશ્કેલ હતું.’ ‘અલબત્ત કેરસી તું કેવી રીતે આવી શકતે? ને …ને તેથી […]

દોષ આપણાં તારાઓમાં નથી!

જરથોસ્તીઓની નજરે જ્યોતિષ વિદ્યા: પ્રચલિત જરથોસ્તીઓના ગ્રંથો સુચવે છે કે જ્યોતિષ વિદ્યા પ્રાચીન જરથોસ્તી અને તેમના પાદરી માગી દ્વારા ઉપયોગમાં લેવાતી હતી. મુખ્યત્વે ઐતિહાસિક અને કાલ્પનિક સમયને માપવાની એક પધ્ધતિ તરીકે. તેઓએ જ્યોતિષ વિદ્યાનો ઉપયોગ ઈતિહાસમાં તારીખ ઘટનાઓના સાધન તરીકે ઉપયોગ કર્યો હતો. માગીઓએ ચક્રીય ઘટનાઓની આગાહી કરવા માટે જ્યોતિષવિદ્યાનો પણ ઉપયોગ કર્યો હતો. જેમ […]

મહોબ્બત ઝિંદાબાદ

જમશેદજી કાટપીટીયાને બાળકો થાય પણ તે અલ્પજીવી નીવડતાં, પાંચ છ મહિનામાંજ પાછાં વળતાં આથી તેઓ બહુ પરેશાન રહેતા. તેમના એક મિત્ર મોહને તેમને એક ઉપાય સૂચવતાં કહ્યું કે ‘જમશા તને છોકરાં તો થાય છે એટલે તમારા બેમાં કોઈ શારિરીક ઉણપ નથી પરંતુ મને લાગે છે કે તને કોઈ ગ્રહ નડે છે. મારો જાણીતો એક જોશી […]

શિરીન

‘તે બોલો સાંભળતાં શિરીન વોર્ડન બીજી વાર ચમક ઉઠી. આ છેલ્લી શાંત પલોમાં કેમજ કરી તેણી તે વ્હાલા બાપને જણાવી શકે કે તેમનો બેટો ચોર લુંટારૂં હોવાથી તેને પોતાના ખાનદાનની ઈજ્જતને દુબાડી હતી! તેણી ધપકતાં જીગર સાથ મૂંગી બેસી જ રહી કે ફરી વિકાજી વોર્ડને જ હાંફતા દમે કહી સંભળાવ્યું. ‘ખુદા માલમ કે… કેરસી હાલમાં […]

જાલેજરની બાનુ રોદાબે

સામે જ્યારે શાહને આ મુજબ ગુસ્સામાં બોલતાં જોયો, ત્યારે તે એક સખુન પણ બોલી શકયો નહીં. તેણે જમીનને બોસો કીધો અને તેનો હુકમ માથે ચઢાવ્યો, એવું કહીને કે ‘એ મુજબ કરૂં અને શાહના દિલમાંથી કિનો કાઢી નાખું.’હવે જ્યારે મેહરાબને અને જાલેજરને આ વાત ખબર પડી કે સામ કાબુલ ઉપર શાહના હુકમથી હુમલો લાવે છે ત્યારે […]

શિરીન

‘આબાન, પપ્પા પપ્પા કેમ છે?’ ‘હજી એવણનો દમ ચાલેછ પણ ડોકટરો કહેછ કે હવે આખરી આવી લાગીછ.’ શિરીન વોર્ડન એ સાંભળી ખુદાના હઝારો શુક્રાના કરી લીધા કે તેણી મળી શકે ત્યાં વેર તેણીનો બાપ હજી જીવતો હતો. પછી ઉતાવળે પગલે તેઓ બન્ને વોર્ડમાં દાખલ થયા તે પદડા કરી લીધેલા પલંગ આગળ જઈ ઉભાં કે દીલનાઝ […]

જાલેજરની બાનુ રોદાબે 

હવે મેહરાબે મહેલમાં આવતાં સીનદોખ્તને એ પ્રમાણે અત્યંત દલગીર જોઈ સબબ પૂછયો. તેણીએ ઘણી રડતી આંખે રોદાબે બાબે સઘળી હકીકત કહી કે ‘જાલેજરે તેણીનું દિલ જીતી લીધું છે અને મેં તેણીને સમજાવવા છતાં તેણીએ તેના ઉપર દીલ બાંધ્યું છે જેથી છેવટે આપણી ખાનાખરાબી થશે.’ આ સખુનો સાંભળી મેહરાબ ચોકયો અને પોતાની કમર ઉપરની તલવાર ઉપર […]

બુધ્ધિશાળી ગણપતિને કોઈ ન પહોંચે

બુધ્ધિશાળી ગણપતિને કોઈ ન પહોંચે ગણપતિનો ઉત્સવ શરૂ થાય છે. મુંબઈની તમામ શેરીઓ આગામી અગિયાર દિવસ ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી ગાજી ઉઠશે. ગણેશજી બાળકોને ખૂબ પ્રિય છે. તો આજે તમને દુંદાળા દેવની બાળપણની એક કથા જણાવીએ… ભગવાન શંકર અને માતા પાર્વતીને ગણેશ અને કાર્તિક એમ બે પુત્ર હતા. એકવાર માતાપિતાના ખોળામાં બેસવા બન્ને જીદે ચડયા. […]

શિરીન

‘શિરીન, તું જલ્દી તૈયાર થઈ જા, હું તુંને મોટરમાં લઈ જવશ.’ ‘ઓ થેંકસ…થેંકસ ફિલ, તમારો ઉપકાર હું કદી નહીં ભુલી શકું.’ પછી ઝપાટામાં તૈયાર થઈ તે બન્ને જવાનો ઝરી જુહાકને જણાવી તે નવી કેડીલેકમાં વિદાય થઈ ગયા કે ખરાં અંતકરણથી શિરીન વોર્ડને તે મહાનામી બાપને અરજ કરી દીધી. ‘ઓ ખુદા, દયાળુ પિતા, હું પુગુ ત્યા […]

રોન્ગ નંબર

‘નવા વર્ષના શુભ દિવસે આજે મળવા આવી શકશે?’ ફોનમાં આ વાકય સાંભળતાજ છાતીમાં આનંદનો ફુવારો ફૂટતાં ચેરાગ લીલોછમ થઈ ગયો એના ભાગ્યની કંકોતરી ફરી કોઈ સુવર્ણ અક્ષરે લખી ગયું મહાતાબે આ પ્રશ્ર્ન પૂછવાની જરૂરજ નહોતી પણ નિકટતા અનુભવાતી હોય તો જ આ રીતે પ્રશ્ર્ન પૂછાય ‘અરે, ના પાડવાનો સવાલ જ પેદા થતો નથી.માત્ર પોતે પૂછવાનું […]