શરીરમાં કાર્ય કરતી જાનની શક્તિનો પ્રભાવ

આપણા અઝદ શરીરની અંદર બે જાતની ગરીમીઓના દોરો થયા કરે છે. એક ગરમી કે જે શરીરને ખરી સજીવન શક્તિ આપનારી છે તે ઈલ્મીયતમાં ‘હરારતે-ગેરેઝીયા’ કહે છે, બીજી ગરમી જે બદ જુસ્સાઓને લગતી છે તેને ‘હરારતે-ગેરેબીયા’ કહે છે. આ બન્ને ગરમીઓનાં દોરનાં સાથે મળવાથી એક વર્તુળ ઉભું થાય છે, જેમાં અંદર ઉશ્તાન-આપમાંની કુદરત ‘વને-ઝીવત-બીશ’(જીવનનું ઝાડ)નું આબે હયાત આવવાથી જાનની શક્તિ ઉભી થાય છે. ઈન્સાનનો દરેક ભોગવટો અને બલિહારી આ જાન અને તેની છ શક્તિઓથી જ છે, જેનું વર્ણન આપણાં બુલંદ પાજંદ ભણતર ‘દુવા નામ સેતાયશ્ન’માં મળે છે. ત્યાં આપણે ભણીયે છીએ કે ‘અવીજેહ દારમ ખુદી આસ્નીદેહ-કુનશ્ન પાહરીજશ્ન, પાક શશ જોરાન-ઈ જાન-કુનશ્ન, ગવશ્ના, મીનશ્ન વ વીર, વ હોશ, વ ખેરદ’ એટલે કે ‘ખુદીની જાતિ કરણીથી તથા પરહેજીથી જાન (યાને ઉશ્તાન)ની પવિત્ર છ શક્તિઓ કરણી, વાચા, મીથ્ર (વિચાર) પાયદારી, ભાન, તથા ડહાપણ ને ખાલેસ રાખુ છુ.’

ત્યારે એક ઈન્સાનને આપણે જીવતો જાગતો હાલતો ચાલતો પુર ભાન સહિત વિચાર-વચન અને કાર્યો કરતો જોઈએ છીએ, તે આ અઝદ શરીરમાં થતા બે જાતની ગરમીઓના દોરનાં વર્તુળમાં ઉશ્તાનનું જોડાણ થવે ઉભા થતા ‘જાન’ના પ્રભાવથી જ છે.

Leave a Reply

*