Your Moonsign Janam Rashi This Week –
19th November – 25th November

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ગુ‚ની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામ વીજળીવેગે પૂરા કરશો. તમારી સાથે કામ કરનાર પણ મદદગાર થશે. કોઈ મુશ્કેલી આવે તો પરવરદેગારની મદદથી રસ્તો શોધી શકશો. નાણાકીય બાબતની અંદર સારાસારી રહેશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં વધારે કામ કરશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. ૨૧, ૨૩, ૨૪ ને ૨૫ છે.

 

Jupiter is ruling over you and hence you will complete your work at lightning speed. Your colleagues will help you. With the grace of God you will find a way out of your difficulties. Your financial conditions will be good. You will fulfil the demands of your family members. Pray ‘Sarosh Yasht’ everyday.

Lucky Dates – 21, 23, 24, 25


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમા‚ં છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને ખોટા ખર્ચના ખાડામાં ઉતારી દેશે. પડોશીઓ નાની બાબતમાં નારાજ થશે. દરેક બાબતના વિચારો નેગેટિવ થશે. ધનની કમી થશે. શનિના નિવારણ માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૧૯, ૨૦, ૨૩ ને ૨૪ છે.

 

Last week under the rule of Saturn. You might incur unnecessary expenses. Your neighbours will be annoyed at you for the slightest of things. You will have negative thoughts. There will be a financial crunch. To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 19, 20, 23, 24


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમારે આજનો દિવસ શાંતિમાં પસાર કરવાનો બાકી છે. બધા કામો શાંતિથી પૂરા કરજો. ૩૬ દિવસ માટે શનિની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાડી દેશે. નાની ભૂલ મોટી સજા અપાવશે. તબિયત માટે બેદરકાર રહેતા નહી. સાંધાના દુખાવાથી પરેશાન થશો. આજથી ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. ૨૧, ૨૨, ૨૩ ને ૨૫ છે.

 

Today’s day will pass peacefully. Finish all your work at ease. For the next 36 days, Saturn will trouble you. Smallest mistakes will have big repercussions. You will have joint pain. Pray ‘Moti Haptan Yahst’.

Lucky Dates: 21, 22, 23, 25


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

૧૯મી ડિસેમ્બર સુધી બુધ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે તમારા બધાજ કામ વિચારી સમજીને કરવામાં માનશો. કોઈ કામ માટે ના નહીં પાડી શકો. મિત્રો તરફથી ફાયદો મળતો રહેશે. શેરમાં રોકાણ કરજો. રોજના જીવનમાં સુધારો આવી જશે. ધનની કમી નહીં આવે. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૧૯, ૨૦, ૨૩ ને ૨૪ છે.

 

Mercury will rule over you till the 19th of December. You will wisely complete all your tasks. You will not refuse any work. Your friends will prove to be beneficial. Invest in share markets. Your life will be smooth. There will be no financial crunch. Pray ‘Meher Niyaish’.

Lucky Dates: 19, 20, 23, 24

 


LEO | સિંહ: મ.ટ.

05Leo

છેલ્લા ૬ દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. આ અઠવાડિયામાં શાંતિ રાખજો. કોઈ સાથે વાદ-વિવાદમાં પડતા નહીં. ઘરમાં નવી ચીજ વસાવતા નહીં.૨૫મીથી બુધની દિનદશા તમારામાં ઘણો ચેન્જ લાવી દેશે. ઉતરતી મંગળની દિનદશા તબિયત બગાડી દેશે તેથી ખાવાપીવા પર ધ્યાન આપજો. હાઈ પ્રેશરની માંદગીથી સંભાળજો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. ૨૧, ૨૨, ૨૪, ૨૫ છે.

Mars will rule over you for the next six days. Stay calm. Do not buy anything new for your house. The rule of Mercury after the 25th will bring in many changes. The desending rule of Mars might make you sick. Pay attention to your eating habits. Be careful of high pressure. Pray ‘Tir Yasht’ without fail.

Lucky dates: 21, 22, 24, 25

 


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

છેલ્લુ અઠવાડિયું ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલશે. ઘરવાળાને ખુશ રાખવા કોઈબી કામમાં આનાકાની કરતા નહીં. ઉતરતી ચંદ્રની દિનદશા મન અને ધનની શાંતિ આપી જશે. મનગમતી વ્યક્તિ સાથે સારા સારી રાખશો તો ખરાબ સમયમાં તમને મદદ કરશે. નાનો ફાયદો થશે. હાલમાં દરરોજ ૧૦૧નામ ભણી લીધા પછી ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૧૯, ૨૦, ૨૩ ને ૨૫ છે.

 

Moon is ruling over you. You will make your family members happy by doing what they want. The descending rule of Moon will give you mental and financial peace. Have a good equation with your favourite person so that they might come to help during hard times. Financial profits will come your way. After praying 101 name, pray the 34th name, ‘Ya Behstarna’ 101 times.

Lucky dates: 19, 20, 23, 25

 


LIBRA | તુલા: ર.ત.

07Libra

૨૬મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારી નેક મુરાદ પૂરી થશે. બધા કામ દિલ લગાવીને કરજો. ચંદ્રની કૃપાથી શું મળશે તેનો વિચાર નહીં કરતા. તમારા સ્વભાવમાં ખૂબ ચેન્જિસ આવી જશે. સામેવાળાની ચાલ જોઈને તમારા ડિસીઝન લેવાનું શખી જશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. તમે ૩૪મું નામ યા બેસ્તરના ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૨૦ થી ૨૩ છે.

 

Moon will rule over you till the 26th of December. Your noble wishes will be granted. Complete your work with all your heart. Do not bother of the results. There will be changes in your temper. You will make decisions after knowing the opposite persons move. Your financial conditions will be good. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 20, 21, 22, 23

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

૬ઠ્ઠી ડિસેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે તેથી તમારા મગજનો પારો ખૂબ જ ઉપર રહેશે. માથાના દુખાવાથી કે એસીડીટી જેવી બીમારીથી સંભાળ લેજો. સૂર્યને કારણે સરકારી કામમાં મુશ્કેલી આવશે. તમારી સાથે કામ કરતા લોકો તમને સાથ નહીં આપે. મદદ માંગવા જશો તો વ્યવહાર સારો નહીં કરે. વડીલ વર્ગની તબિયતની કાળજી લેજો.  ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧વાર ભણજો.

શુકનવંતી તા. ૧૯, ૨૨, ૨૪ ને ૨૬ છે.

 

Sun will rule over you till the 6th of December. You might be hot tempered. Be careful of headaches and acidity. There might be problems in government related work. Your collegaues will not help you and behave badly with you. Take care of the health of your elders. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 19, 22, 24, 26

 


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ઓછા કરતા વધી જશે. જયાં કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જત વધી જશે. તમારા દુશ્મન તમારા મિત્ર બનવાની કોશિશ કરશે. નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. જયારે પણ ધનની જ‚ર હશે ત્યારે પાક પરવરવેગારની મહેરબાનીથી મળી જશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ઘરમાં દરેક વાતનું સુખ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૨૧ થી ૨૪ છે.

 

Satur is ruling over you and hence your entertainment will increase. You will get increased respect at your workplace. Your enemies will try to become your friends. There will be no financial crunch. You might make new friends. You will get happiness at home. Pray ‘Behram Yazad’ everyday.

Lucky Dates: 21, 22, 23, 24

 


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

૧૪મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી ઘરમાં કે બહાર જેની સાથે મતભેદ થયેલા હશે તેની સાથે મનમેળ થઈ જશે. જ્યાં કામ કરતા હશો ત્યાં નાનું પ્રમોશન મળશે. કામકાજ માટે ગામ પરગામ જવાના ચાન્સ મલશે. અપોઝિટ સેકસ સાથે સંબંધો સુધરશે. તમારા મનની વાત સમજાવી શકશો. ધનની કમી નહીં આવે. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૧૯, ૨૦, ૨૨ ને ૨૫ છે.

 

Venus will rule over you till the 14th of January. Makeup with the people with whom you have had differences. You will get a small promotion at your work place. You will get to travel for work reasons. Improve your relations with the opposite gender. You won’t have any financial crunch. Pray ‘Behram Yazad’.

Lucky Dates: 19, 20, 22, 25

 


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

રાહુની દિનદશા ૬ઠ્ઠી ડિસેમ્બર સુધી ચાલશે તેથી તમારા કામ તમને પૂરા કરતા નાકે દમ આવી જશે. મુસીબતના પહાડ તૂટી પડશે તેવું લાગશે. ધણી-ધણીયાણીમાં નાની નાની બાબતમાં મતભેદ પડશે. તમે સાચા હોવાછતાં તમારી સચ્ચાઈ કોઈને કહી નહીં શકો. પૈસાનો ખર્ચ થતો રહેશે. કોઈની વાતમાં ફસાઈ જતા નહીં. ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૧૯, ૨૧, ૨૩ ને ૨૪ છે.

 

Rahu will you rule over you till the 6th of December and hence you will have problems completing your work. There will be problems between spouses. Even though you are honest you will not be able to prove it. There will be expenses. Do not get carried away in people’s talks. Pray ‘Maha Bokhtar Niyaish’.

Lucky Dates: 19, 21, 23, 24

 


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લા ૫ દિવસ ગુ‚ની દિનદશા ચાલશે તેથી તમારા બને તો ધર્મ કે ચેરિટીના કામો કરવા પડે તો કરી લેજો. ૨૪મીથી ૪૨ દિવસ માટે રાહુની દિનદશા તમારા મગજને ફેરવી નાખશે. તમારા વિચારો નેગેટિવ થઈ જશે. ઉતરતી ગુ‚ની દિનદશા તમને નાણાકીય બાબતમાં ફાયદો કરાવી જશે. ફેમિલી મેમ્બર તમને ભરપુર સાથ સહકાર આપશે. મિત્રો કે સગાઓને મદદ કરવી પડે તો કરજો. હાલમાં ‘સરોશ યશ્ત’ની સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૧૯ થી ૨૨ છે.

 

Last five days under the rule of Jupiter. Indulge in charity work. Starting from 24th, for the next 42 days Rahu will rule over you. You will get negative thoughts. The descending rule of Jupiter will bring financial profits. Your family members will support you. Help your friends and relatives. Pray ‘Sarosh Yasht’ and ‘Maha Bokhtar Niyaish’.

Lucky Dates: 19, 20, 21, 22

 

Leave a Reply

*