8મી ઓકટોબર 2017ને દિને ઉરણની ઉમરીગર અગિયારીએ 113મી સાલગ્રેહની ઉજવણી કરી. લગભગ મુંબઈથી 500 જેટલા જરથોસ્તીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એરવદ હોરમઝ દાદાચાનજી, એરવદ પોરસ કાત્રક, એરવદ કૈવાન કાત્રક, એરવદ અર્દાફ્રઓશ ઝરોલીવાલા અને હોશેદાર ઝરોલીવાલા દ્વારા ખુશાલીના જશનની ક્રિયા સવારે સ્ટે.ટા. 10.00 કલાકે તથા ત્યારબાદ હમબંદગી કરવામાં આવી હતી. એરવદ વિરાફ પાવરી ઉરણની અગિયારીમાં તેમના ગુરૂ એરવદ કૈકોબાદ રાંદેરિયા (ઉરણ અગિયારીના એકસ પંથક)ની યાદમાં બોય આપવાની ક્રિયા માટે છેલ્લા 6 વર્ષથી આવી
રહ્યા છે.
ઉરણ અગિયારીના કેર ટેકર કેરસી સુઈના જણાવ્યા પ્રમાણે આતશ પાદશાહને ઝળહળતા રાખવા માટે ડોનેશનની જરૂરત છે. પીટી વાંચકો આગળ આવી આ ઉમદા કામ માટે ફાળો આપે તેવી અપીલ. વધુ જાણકારી માટે (022) 27230047 પર કેરસી સુઈને કોન્ટેકટર કરે.
Latest posts by Khushroo P. Mehta (see all)
- Cowasji Patell Agiary Celebrates 246th Salgreh - 28 February2026
- 104th Sanjan Day Celebrations At The Sanjan Memorial Column - 16 November2024
- Panchgani’s Choksi Dar-e-Meher Celebrates 94th Salgreh - 27 April2024
