સુખી સ્ત્રી!

ખરેખર સુખી એ સ્ત્રી છે, જેણે નક્કી કરી લીધું છે કે હવે મારે ખુશ રહેવું છે, મને કોઈ પ્રેમ કરે કે ના કરે, મારી ખુશી કોઈના પ્રેમ પર નિર્ભર નથી, મારી ખુશી એ મારી અંગત જવાબદારી છે અને એને હું બખૂબી નિભાવીશ!

સ્ત્રી એ સુખી છે જેણે નક્કી કરી લીધું છે કે હવે હું મારાં ભૂતકાળ ને નહીં વગોળું, જે થઈ ગયું, એ થઈ ગયું, હવે હું મારી આજ ને બહેતર અને આવતી કાલને બહેતરીન બનાવાની પુરી કોશિષ કરીશ!

સ્ત્રી એ સુખી છે જેણે નક્કી કરી લીધું કે હવે હું એક પીડિતા એક લાચાર વ્યક્તિ તરીકેની જિંદગી નહીં જીવું, હું આ દુનિયાનો આ સમાજનો, લોકોનો મારાં પોતાનાંઓનો મજબૂતાઈથી સામનો કરીશ.!

સ્ત્રી એ સુખી છે જેણે નક્કી કરી લીધું કે હવે હું ખુદ પર દયા નહીં ખાઉં, મારાં જીવનનું સ્તર એટલું ઉંચું લાવીશ કે મારી દયા ખાવાવાળા લોકો મારી ઈર્ષા કરવાનું શરૂ કરી દેશે.!

સ્ત્રી એ સુખી છે જેણે એવાં કોઈ વ્યક્તિની જરૂરિયાત નથી જે એને એમ કહે કે તું હવે પાતળી લાગે છે, કે ગોરી લાગે છે, કે સુંદર દેખાય છે, હું આ દુનિયામાં કોઈને ઈમપ્રેસ કરવાં માટે નથી આવી!

સ્ત્રી એ સુખી છે જેને કોઈ વ્યક્તિ પાસેથી એવું સર્ટીફીકેટ નથી જોઈતું જે સાબીત કરે હું ‘કેવી’ છું, આ દુનિયાની કોઈ વ્યક્તિને મને જજ કરવાનો કોઈ હક નથી, અને બધાં ને ખુશ કરવાનો મેં કોઈ ઠેકો લીધો નથી!

સ્ત્રી એ સુખી છે, જેણે ઉપરની બાબતોને હકીકત બનાવા માટે સૌથી વધારે જરૂરી જે છે, ‘આત્મનિર્ભર થવું’ એની કવાયત શરૂ કરી દીધી છે! પ્રેમને ઝંખો નહીં, ખુદને પ્રેમ કરતાં શીખો, ખુશ રહેતાં શીખો, દુનિયા તમારી પાછળ આવશે!

‘હેપ્પી વુમન્સ ડે’

Leave a Reply

*