Your Moonsign Janam Rashi This Week –
16 March, 2019 – 22 March, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

મેષ: અ.લ.ઈ.

હાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામો કોઈની મદદ લેવા વગર પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઓપોઝીટ સેકસની ડીમાન્ડ પૂરી કરવા માટે એકસ્ટ્રા કામ કરી શકશો. નવા કામ કરવાથી ફાયદામાં રહેશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 16, 19, 20, 22 છે.

Venus’s ongoing rule helps you complete your important tasks even without anyone’s assistance. Financially, this is a good week for you. Through hard work you will fulfill the demand of the opposite gender. New ventures will prove beneficial. Pray to ’Behram Yazad’ every day.

Lucky Dates: 16, 19, 20, 22


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

14મી મે સુધી શુક્ર જેવા શોખીન ગ્રહની દિનદશા ચાલશે. તેથી પસંદગીનો સાથી મળી જશે. ખર્ચ વધવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. બીજાને મદદ કરી બચાવી લેશો. નવા કામકાજમાં સફળતા મેળવવા થોડી ભાગદોડ કરવી પડશે. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.

Fun-loving Venus’s rule till 14th March indicates that you could find the love of your life. Despite an increase in expenditure, there will be no financial constraints. Your heartfelt wishes will be fulfilled. Your help will save others from difficulties. You may need to double your efforts to be successful. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 17, 18, 21, 22


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા બધાજ કામ ઉલટા થઈ જશે. શત્રુઓનું જોર વધી જશે. આડોશી પાડોશી સાથે સંબંધ બગડવાના ચાન્સ છે. બાળકોની ચિંતા સતાવશે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. કોઈપણ કામમાં મન નહીં લાગે. અંગત વ્યક્તિ તમારી મજાક ઉડાવશે. નાણાકીય બાબતમાં નુકસાન ઓછું કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 16, 19, 20, 21 છે.

Rahu’s rule could prevent your success across all ventures. Your detractors will seem to be more powerful. Relations with those close could get strained. You might end up feeling stressed about your children. Rahu’s rule could affect your hunger and your sleep. Loved ones could seem like they’re mocking you. To reduce financial losses, pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 16, 19, 20, 21


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લુ અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી ધર્મના કામ કરી મનને શાંત કરી શકશો. ફેમિલી મેમ્બર સાથે વધુ સમય પસાર કરતા તમારા ખરાબ સમયમાં તેઓનો સાથ સહકાર મળી જશે. કામકાજમાં મુશ્કેલી નહીં આવે. અગત્યની વ્યકિતને સમય કાઢીને મળી લેજો. ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.

With Jupiter’s ongoing rule for the 6th week, you will you find peace in doing charity. By spending good quality time with family members, you will find their much-needed support in your difficult times. Try to make time for people who are very important to you. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates:  17, 18, 21, 22


LEO | સિંહ: મ.ટ.

05Leo

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમન નાણાકીય મુસીબત નહીં આવે. તમારા રોકાયેલા નાણા પાછા મેળવવા થોડી મહેનત કરશો તો મળી જશે. ઘરની વ્યક્તિ તમારી સલાહ સૂચન લઈ આગળ વધશે. કામમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. ધર્મનું કામ કરતા બીજાઓ તરફથી માન મળશે. વડીલ વર્ગની સેવા કરી શકશો. ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 19, 20 છે.

With Jupiter’s ongoing rule, you will not face financial difficulties. You will recover your money which is blocked for a while now with a little more effort. Your family members will gain in life by listening to your advice. You will get promoted at work. You will gain a lot of respect from others by doing charitable work. You will be able to serve the aged. Pray ‘Sarosh Yasht’ every day.

Lucky Dates: 16, 17, 19, 20

 


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. કોઈપણ વ્યક્તિ સાથે ખોટક્ષ માથાકૂટ કરતા નહીં. ખર્ચનું પ્રમાણ વધી જશે. જયાં એક બચાવશો ત્યાં ચારગણો ખર્ચ થશે. તબિયતની ખાસ સંભાળ રાખજો. ઉતરતી શનિની દિનદશા મોટા ખર્ચમાં ઉતારી દેશે. રોજના કામમાં ધ્યાન ઓછું રહેશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 21, 22 છે.

Under Saturn’s ongoing rule for the 6th week, avoid getting into unnecessary arguments with anyone. Expenses could rise and efforts to save money will be negated with bigger expenses. Be especially cautious about your health. As Saturn’s rule fades, big expenses could be incurred. It will be difficult to focus on your everyday activities. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 18, 19, 21, 22


LIBRA | તુલા: ર.ત.

07Libra

આજ અને કાલનો દિવસ જ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બે દિવસમાં લેતી દેતીના કામો પૂરા કરી લેજો. 18મીથી શનિની દિનદશા આવતા 36 દિવસમાં તમે જ્યાં કામ કરતા હશો ત્યાં વધુ પરેશાન થઈ જશો. તમારી સાથે કામ કરનાર નાની બાબતમાં તમને ઈરીટેટ કરી નાખશે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. આજથી ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 21, 22 છે.

With only today and tomorrow remaining for Mercury’s rule to fade, try to sort out all your pending give and take transactions. 18th March onwards, Saturn’s rule for 36 days could pose a challenging time for you. Your colleagues could prove annoying to you. Financially, this may be a difficult week. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 16, 17, 21, 22

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

બુધ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમને તમારા કરેલા કામનો બદલો જરૂર મળી જશે. નાણાકીય ફાયદો મળવાના ચાન્સ છે. રોકાણ અવશ્ય કરજો. હાથમાનું કામ પહેલા પૂરૂં કરશો. અંગત વ્યક્તિને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.

With Mercury’s ongoing rule, you will get benefited from your work. Financially you might gain this week. Invest for sure. Finish the work you have in hand first. With your advice, you will win the heart of those close to you. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 16, 17, 20, 21


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. મગજનો કંટ્રોલ ગુમાવતા વાર નહીં લાગે. મંગળ તમને ચિડયા સ્વભાવના બનાવી દેશે. તમારા વિચારો ખોટી જગ્યાએ ચાલશે. જે કામ નહીં કરવાનું હોય તે કરીને અપજશ મેળવશો. આ અઠવાડિયામાં બોલવાનું ઓછું કરી નાખજો. ઘરની વ્યક્તિ તમારાથી નાની બાબતમાં નારાજ થઈ જશે.  ખર્ચ વધવાથી ચિંતામાં આવી જશો. મંગળને શાંત કરતા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 22 છે.

Mercury’s descending rule could cause you to get short tempered. You could feel quite irritable. Your thoughts could lead you astray the wrong path. Working on unnecessary chores could end up falling flat on your face. Try to limit your talk this week. Family members could get upset over petty issues. Your expenses could stress you. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 17, 18, 19, 22


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી તમારા અગત્યના કામો પહેલા પૂરા કરી લેજો. ઘરવાળાનો સાથ મળી રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. મનગમતી વ્યકિત સામેથી મળતા આવશે. 23મીથી મંગળની દિનદશા તમારા મગજને સ્થિર નહીં રહેવા દે. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Try and complete all your pending tasks by 23rd March. Your family will be supportive to you. This is a good week for you financially. A favorite person will come visiting. From 23rd March, Mercury’s rule could cause you restlessness and discomfort. Pray the 34th name ‘Ya Bestarna’, 101 times every day.

Lucky Dates: 16, 17, 18, 19


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. અચાનક ગામ પરગામ જવાનો ચાન્સ મળી જશે. નાણાકીય બાબતની સ્થિતિ સુધારવા થોડું વધારે કામ કરવું પડશે. નવા કામ શોધવામાં સફળ થશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રોથી ફાયદો મેળવી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 17, 20, 21, 22 છે.

The Moon’s rule will fulfill your wishes. You will get time to travel both locally and abroad. Try and work harder to improve your finances. You will be successful in finding new ventures. Ensure to make investments. Your friends will prove beneficial. Pray the 34th name ‘Ya Bestarna’, 101 times every day.

Lucky Dates: 17, 20, 21, 22


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

6ઠ્ઠી એપ્રિલ સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી તમને માથાનો દુ:ખાવો થશે. સુર્યન નાની બાબતમાં તપાવો. પ્રેશર હોય તો દવા અવશ્ય લેજો. વડીલવર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ધણી-ધણીયાણીમાં મતભેદ થતા રહેશે. બપોરના સમયમાં કામ કરવામાં કંટાળો આવશે. સુર્યના તાપને ઓછો કરતા દરરોજ ‘યા રયોમંદ’ ભણજો.

શુકનવંતી તા. 16, 18, 19, 21 છે.

The Sun’s ongoing rule till 6th April could cause you headaches. You could get angry about petty things. Those who suffer from blood pressure related disorders should take medicines regularly. Elders could fall ill. There could quarrels between spouses. The afternoon could make you feel lethargic. Pray ’Ya Rayomand’ every day.

Lucky Dates: 16, 18, 19, 21

Leave a Reply

*