ઝાલાવારના પારસી ઓપેરા થિયેટરને મળે છે નવું રૂપ

ઝલાવાર(રાજસ્થાન)ના મહારાજા ભવાનીસિંહ દ્વારા ગઢ પેલેસ,  ભવાની નાટ્યશાળાની નજીક પારસી ઓપેરા થિયેટરની સ્થાપના કરવામાં આવી હતી. રાજસ્થાનના પુરાતત્વ અને મ્યુઝિયમ વિભાગ દ્વારા અંદાજે પાંચ કરોડ રૂપિયાના બજેટમાં પારસી ઓપેરા થિયેટરની પુન:સ્થાપના કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર 2018માં પારસી ઓપેરા થિયેટરનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું જેનું લગભગ 45% કામ પૂરૂં થઈ ગયું છે અને જે કામ હજુ 2021 સુધી ચાલશે. 1950 સુધી, રાણા પ્રતાપ, ભુલ ભુલૈયા, મહાભારત, રાજા હરીશ ચંદ્ર અને અભિગ્યાન શાકુંતલમ જેવા ક્લાસિક નાટકો ભવાની નાટયશાળામાં ભજવવામાં આવ્યા હતા.

Leave a Reply

*