તંત્રીની કલમે

પ્રિય વાચકમિત્રો,

પારસી નવા વર્ષનો આ બમ્પર સ્પેશિયલ ઈશ્યુ તમારા હાથમાં મૂકતાં મને બહુ આંદ થાય છે! આ વર્ષે, અમે પપારસીપણુંપ – પારસી હોવું એટલે શું અને પારસી હોવાના મૂળભૂત આનંદની ઉજવણી કરી રહ્યા છીએ. પારસીપણું આપણને અન્યોથી અલગ તારવે છે – આપણી અનોખી સત્યનિષ્ઠા, ઈમાનદારી, મૂલ્યો, સંસ્કૃતિ અને ધર્મમાં યકીન. તેમ જ જીવનના અંગત તેમ જ વ્યાવસાયિક બંને મોરચે આપણી સફળતાનું એ સાક્ષી છે.

 મને વિશ્વાસ છે કે નવા વર્ષનો સ્પેશિયલ ઈશ્યુ તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે, તમને હસાવશે, અંદરની તરફ ડોકિયું કરવા પ્રેરશે અને તમારા વીકઍન્ડમાં જ નહીં પણ આવનારા વર્ષમાં કંઈક નવું અને મૂલ્યવાન ઉમેરશે અને નવા વર્ષની ઉજવણી તથા તેના મિજાજને વધુ સરસ બનાવશે! અને હા, અમારા વાચકો માટે ઘણું બધું એવું છે, જેમાં ભાગ લઈ તેઓ ઈનામો પણ જીતી શકશે! આ વાત નીકળી જ છે તો તમારા સૌનો આભાર પણ માની લઉં કે તમે અમારી ન્યૂ યર કોન્ટેસ્ટને બહુ જોરદાર રિસ્પોન્સ આપ્યો. ટેલેન્ટનું લાજવાબ પ્રદર્શન જોઈ અમારું તો દિલ ખુશ ખુશ થઈ ગયું. તો, ભાગ લેનારા તમામને અને અમારા વિજેતાઓને દિલથી અભિનંદન… કોન્ગ્રેચ્યુલેશન્સ!

પોતાના લખાણોથી પારસી ટાઈમ્સને સતત ઊંચે ને ઊંચે લઈ જનારા અમારા તમામ લેખક-લેખિકાઓનો હું આભાર માનું છું; તો સાથે જ અમારા ઉદાર એડવર્ટાઈઝર્સની પણ હું શુક્રગુઝાર છું કે તેમણે દરેકે દરેક પારસીના ઘરમાં પીટીના માધ્યમથી તેમની બ્રાન્ડ્સને પહોંચાડવાની અમારી ક્ષમતામાં યોગ્ય વિશ્વાસ મૂક્યો અને તેમનો ટેકો સતત જાળવી રાખ્યો.

અને સૌથી મોટો આભાર અમારા વાચકો તથા શુભચિંતકોનો – તમારો સતત અને એકનિષ્ઠ આધાર અહીં પીટીમાં અમને સૌને દર અઠવાડિયે સત્ય તમારા સુધી પહોંચાડવાની શક્તિ પૂરી પાડે છે અને કોમના નંબર વન વીકલીમાં તમે મૂકેલા વિશ્વાસને વાજબી પુરવાર કરે છે.

પારસી ટાઈમ્સ વતી, તમને સૌને નવરોઝ મુબારક!

– અનાહિતા

Latest posts by Anahita Subedar (see all)

Leave a Reply

*