કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

મહેલો, મંદીરો, મસ્જીદો, જાહેર મકાનો તથા બજારો એ સંધાને પાયમાલ કરી નાખી ત્યાં એક સરોવર ઉત્પન્ન કરી મેલ્યું છે. અને તમે જોયું હશે કે આ દેાને એક બિયાબાન જંગલ કરી નાખ્યું છે. તમે તે તળાવમાં જે ચાર જુદા જુદા રંગના માછલા જોયા તે ચાર જુદા જુદા ધર્મ પાળનારા લોકોની પ્રજા હતી તે પ્રજામાંથી મુસલમાન લોકોને સફેદ માછલી કરી નાખી, ઈરાની લોકોને લાલ રંગની તથા ક્રિશ્ર્ચિયન લોકોન આસમાની રાતી અને યાહુદી લોકેને પીળા રંગની માછલી કરી નાખી. જે ચાર નાના ડુંગરો છે તે ચાર ટાપુ હતા અને તે ઉપરથી કાળા ટાપુનુ નામ અવ્વલ મળ્યું હતું. તે જાદુગરણીએ સઘળી બિના મને પોતાના ગુસ્સાના બાહરમાં કહી હતી. પણ તેણીનો ગુસ્સો હ્યાંજ અટકતો નથી. મારા રાજપાટનો નાશ કરવામાંજ તેનું વેર ઘરાયું નથી કારણ કે દરરોજ મારી પાસે આવી ગોધાના ચામડાના ચાબુકથી સો સો ફટકા મારા શરીર પર તે મારે છે અને દરેક ફટકા એટલા તો જોરથી મારે છે કે તેથી ચામડીમાંથી લોહી ખેંચી કાઢે છે. એટલી સખત સજા કરી રહ્યા પછી બાલ સાથનું હલકુ બકરાનું ચામડુ તે મારા શરીર પર ઢાકે છે અને તેની ઉપર કિંમતી સોનેરી કસબનો ઝભો નાખે છે જે મને આબરૂ આપવા માટે નહીં પણ મને ખિજવવાને માટે કરે છે.’
તે કાળા ટાપુનો જવાન રાજા એટલું બોલ્યા પછી આંખમાં આંસુ લાવી રોવા લાગ્યો તેથી સુલતાનનું દિલ એટલું તો દુ:ખાયું હતું કે તેને તે કાંઈ પણ દિલાસો આપી શકયો નહીં.
ત્યારબાદ તે જવાન શાહજાદો આસમાન તરફ પોતાની આંખો કરી બોલ્યો કે ‘સર્વ ચીજોનો બળવંત પેદા કરનાર! તારા હુકમને તથા તારા તમામ કામને હું શરણ થાઉં છું. જ્યારે તું સાહેબની મરજી છે ત્યારે હું મારી પર પડતું દરેક દુ:ખ ધીરજથી ખમું છું. તો પણ હું ઉમેદ રાખું છું કે તેનો બદલો કોઈબી દિન તારી બેહદ મહેરબાનીથી મને મળી જશે. આ અરચતી ભરેલી હકીકત સાંભળીને તે સુલતાનને ઘણુંજ લાગ્યું અને તે કમનસીબ રાજા ઉપર પડેલી જફાનું વેર લેવા તે આતુર થયો. તે બોલ્યો કે ‘મને કહે કે આ દગલબાજ જાદુગરણી કયાં રહે છે? તથા તેનો નામેકાર યાર, જેને તેના મરણની આગમચથી કબરમાં નાખી રાખ્યો છે તે પણ કયા છે?
(ક્રમશ)

Leave a Reply

*