સમય અને અહુરા મઝદા

આપણામાંના ઘણા વ્યસ્ત જીવન જીવે છે. મોટાભાગના રોજના કાર્ય કર્યા પછી આપણા હાથમાં સમયજ બચતો નથી. પરંતુ કેટલીક વસ્તુઓ છે જે આપણે બધા ભુલ્યા વિના રોજિંદા કરીએ છીએ. આપણે દાંત સાફ કરીએ છીએ, સ્નાન કરીએ છીએ અને ભોજન કરીએ છીએ, ઓછામાં ઓછું આ આપણે દરરોજ કરીએ છીએ, પછી ભલે આપણે સવારે 2:00 વાગ્યે સૂઈએ અને સવારે 5:00 વાગ્યે જાગીએ! હું આ મૂળભૂત આવશ્યકતાઓમાં એક વધુ ઉમેરવા માંગુ છું, એક વધુ મહત્વપૂર્ણ મૂળભૂત આવશ્યકતા – પ્રાર્થના.
આપણે ખોરાક અને કસરત દ્વારા આપણા શરીરની સંભાળ રાખીએ છીએ, પ્રેમ અને કાળજી સાથે આપણા સંબંધોની કાળજી કરીએ છીએ, સારૂં જોઈ અથવા વાંચન કરી આપણા મગજને ચાર્જ અને તાજું રાખીએ છીએ તો પછી આપણે શા માટે આપણા આત્માની જરૂરિયાતોને અવગણીએ છીએ? પ્રાર્થનાઓ આત્મા માટેનો જરૂરી ખોરાક છે, જેટલી મહત્વપૂર્ણ આપણા માટે હવા છે જેનાથી આપણે શ્ર્વાસ લઈએ છીએ. ઉપરાંત, જ્યારે આપણે કસ્તી બાંધીએ છીએ ત્યારેજ ખોરદેહ અવસ્તામાંથી ભણીયે છીએ ત્યારે જ પ્રાર્થના કેમ કરવામાં આવે છે? શા માટે આપણે આપણા જીવનમાં અહુરાની હાજરીને હંમેશાં શામેલ નથી કરતા. છેવટે, તે સર્વવ્યાપી છે અને તેથી તે દરેક જગ્યાએ અને દરેક વસ્તુમાં છે!
જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ, આપણા પગ જમીનને સ્પર્શે તે પહેલા એક અશેમ વોહુ ભણીયે તો તે 10,000 અશેમના પાઠ સમાન છે! તમે તે જાણો છો? આપણે ફક્ત આપણી આદતોમાં થોડો બદલાવ કરવાની જરૂરત છે. જ્યારે આપણે ઘરમાંથી નીકળીએ છીએ અથવા પ્રવેશ કરીએ છીએ ત્યારે, આપણા કાર્યાલયમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણી કારમાં કે બાઈક પર બેસતા પહેલા, બસ કે ટેકસીમાં બેસતી વખતે અથવા કોઈપણ વાહનમાં બેસતી વખતે, ટ્રેનમાં પ્રવેશતા ફકત એક યથા ભણી શકીયે તો આ કંપન આપણા પ્રભાવના ક્ષેત્રમાં આગળ વધારશે. જ્યારે તમે ભણવા માટે કોઈ પુસ્તક ખોલો છો, વર્ગખંડમાં દાખલ થાવ છો, કંઈક લખવાનું પ્રારંભ કરો છો અથવા તો સવારે તમારો ફોન પહેલી વાર જુવો છો, તો તેની શરૂઆત યથા ભણવાથી કરો. દિવસ અને તેની વાસ્તવિકતા તમારા માટે બદલાશે!
જો કે, કેટલીક પ્રાર્થનાઓ છે જે આપણી દૈનિક ઉપાસના માટે મૂળભૂત અને આવશ્યક માનવામાં આવે છે – તમે તેને તમારા માટે નિર્ધારિત કરેલા લક્ષ્ય તરીકે લઈ શકો છો, જેમ કે ઘણી પ્રાર્થના નીચે મુજબ છે.
1) કસ્તી 2) સરોશબાજ 3) રેલેવન્ટ ગેહ 4) ખોરશેદ નિઆએશ 5) મહેર નીઆએશ 6) વિસ્પા હુમાતા 7) ચાર દિશા નો નમસ્કાર 8) હોરમઝદ યશ્ત
વૈકલ્પિક રીતે, દૈનિક ન્યુનતમ ભણતર કે જેને આપણે પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
1) કસ્તી 2) 101 નામ 3) સરોશ બાજ 4) રીલેવન્ટ ગેહ 5) તંદોરસ્તી
આજના દિવસ અને યુગમાં હું તમને શરૂઆત કરવા વિનંતી કરૂં છું – પછી ભલે તે કેટલું નાનું હોય. સૌથી લાંબી અને મુશ્કેલી ભરી મુસાફરીની શરૂઆત પણ એક પગલું ભરવાથી થાય છે. તમારા આત્માને પોષણ આપવા માટે પ્રથમ પગલું ભરો!

About  ડેઝી પી. નવદાર

Leave a Reply

*