શરદીમાં મેથીની ભાજી

ઘણાંને ઠંડીની મોસમમાં શરદી તરત જ થઈ આવતી હોય છે. કેટલાંકને વળી, પ્રકૃતિ જ શરદીની થઈ ગઈ હોય તો ત્યારે વ્યક્તિ બહુ અકળામણ અનુભવે છે. કેમ કે શરદીને લીધે અન્ય પણ ઉપદ્રવોને અવકાશ રહે છે. શરદી માટે અનેક ઔષધો ઉપચારો પ્રચલિત છે પરંતુ એમાનું કશું ન કરવું હોય અને સાવ નરવા નિસર્ગોપચારને અનુસરવું હોય તો?
ઘણા દિવસો સુધી મેથીની ભાજી કાચી કે રાંધીને ખાવાની શરૂ કરો. મેથીની ભાજી એ તાસીર ધરાવે છે કે, જે કોઈ પણ પ્રકારની શરદી જડમૂળથી મટાડી આપે. શરદી જૂની હોય, નવી હોય અથવા કોઠે પડી ગઈ હોય તો પણ મેથીની ભાજીના નિત્ય સેવનથી તે ટળે છે. એ યાદ રાખવું જોઈએ કે શરદીની ચિકિત્સામાં મેથીની ભાજી આટલી બધી ઉપયોગી છે પરંતુ સૂકી મેથી બહુ કફકાર રહે છે. કેવી વિચિત્ર તાસીરોવાળી હોય છે આપણા ભારતખંડની વનસ્પતિઓ પણ..

About ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)

Leave a Reply

*