Your Moonsign Janam Rashi This Week –
04th June – 10th July, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજનો પારો ખુબ ગરમ રહેશે. ધનનો ખર્ચ ખૂબ વધી જશે. ભાઈ બહેન સાથે નાની વાતમાં મતભેદ પડશે. કોઈ સાથે વધારે વાતચીત કરતા નહીં. ઘરમાં કોઈ પણ જાતનું રીપેરીંગ કામ કરતા નહીં. ઈલેકટ્રીકના કામ કરતા હો તો સંભાળજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 04, 08, 09, 10  છે.

Mars’ ongoing rule will tend to keep you hot-headed. Expenses could increase greatly. Squabbles amidst siblings indicated. Avoid talking too much with people. Avoid undertaking any kind of repair work at home. Ensure to practice great caution if your work is connected to the direct usage of electricity. Pray the Tir Yasht daily.

Lucky Dates: 04, 08, 09, 10.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનને શાંતિ મળે તેવા કામ કરવામાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. મનગમતી વ્યક્તિને મળવાથી ખૂબ આનંદ થશે. અથવા તેની પાસેથી સારા સમાચાર મળશે. ચાલુ કામમાં સફળતા મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 05, 06, 07, 08 છે.

The Moon’s ongoing rule brings you success in all endeavors which lead to mental peace. You financial situation will grow in strength. Meeting with a much-loved person will bring you a lot of happiness and you will receive good news from them too! Your ongoing work will be successful. You will be able to cater to the wants of your family members. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 05, 06, 07, 08.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજનો દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. વડીલવર્ગની તબિયત સંભાળજોે. કાલથી 50 દિવસ માટે શરૂ થતી ચંદ્રની દિનદશા દરેક બાબતમાં સુખી બનાવશે. અધુરા કામ પૂરા કરવામાં બીજાની મદદ મળી જશે. અટકેલા સરકારી કામો પૂરા કરી શકશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ની સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 05, 06, 09, 10 છે.

With today marking the last day under the Sun’s rule, take care of the elderly at home. Tomorrow onwards, the Moon’s rule, for the next 50 days, brings you great contentment across all areas. You will receive help from others in completing your unfinished works. You will be able to complete any Government or legal related works which were stalled earlier. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 05, 06, 09, 10.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

15મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા કામ સમય કરતા પહેલા પૂરા કરી શકશો. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કહી દેજો. નાણાકીય બાબતમાં સારા સારી થશે. ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. જે પણ કમાવ તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 04, 06, 08, 10 છે.

Venus’ rule till 15th July helps you complete your work in very good time! Ensure to speak your heart out to a much-loved person. Financial situation will continue to improve. You might not be able to control your expenses. Ensure to make investments from your earnings. Pray to Behram Yazad daily.

Lucky Dates: 04, 06, 08, 10.


LEO | સિંહ: મ.ટ.

05Leo

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા બધા કામ સરખી રીતે પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. જ્યાં જશો ત્યાં માન ઈજ્જત મળશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. ધનની કમી નહીં આવે. લગ્ન કરવા માગતા હશો તો પસંદગીનો જીવનસાથી મળી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 05,06, 07, 09 છે.

Jupiter’s ongoing rule helps you complete your work efficiently. Financially, this is a good time. The atmosphere at home will be cordial and content. You will receive respect everywhere you go. You will be able to make purchases for the house. There will be no financial shortage. Those looking to get married could find an ideal life partner in this phase. Pray to Behram Yazad daily.

Lucky Dates: 05,06, 07, 09.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આજનો દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. કોઈ સાથે બોલાચાલ કરતા નહીં. કાલથી 70 દિવસ માટે શરૂ થતી શુક્રની દિનદશા મનની દરેક નેક મુરાદ પૂરી કરાવશે. અધૂરા કામ પૂરા કરી શકશો. નવા કામમાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં વારા વારી થતી જશે. રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 05, 08, 09, 10 છે.

With today as the last day under Rahu’s rule, try to avoid getting into arguments with anyone. Starting tomorrow, Venus’ rule for 70 days, brings to fruition all your sincere wishes. You will be able to complete your unfinished projects. New ventures will be successful. Financially, you will continue to do well. Pray to Behram Yazad daily.

Lucky Dates: 05, 08, 09, 10.


LIBRA | તુલા: ર.ત.

07Libra

રાહુની દિનદશા ચાલુ હોવાથી કોઈપણ કામમાં બેલેન્સ નહીં કરી શકો. રોજના કામમાં સફળતા નહીં મળે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી વધી જશે. તબિયતની સંભાળ રાખજો. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 04, 05, 06, 07 છે.

Rahu’s ongoing rule will pose difficulties in letting you maintain balance in your life. You will not be successful in executing even your basic daily chores. Expenses will be on the rise. Financially, things could get difficult. Take care of your health. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 04, 05, 06, 07.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

21મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા ચાલુ રહેશે. કામમાં કોન્ફીડન્સ વધી જશે. ધનલાભ મળતો રહેશે. નવા કામ મેલવી શકશો. ધર્મ કે ચેરીટીના કામ કરી શકશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 05, 08, 09, 10 છે.

Jupiter’s rule till 21st July infuses confidence in your work. You will make profits. You will get new projects. You will be able to do religious and charitable works. You will be able to cater to the wants of your family members. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 05, 08, 09, 10.

SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ભલાઈના કામો થતા રહેશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. તબિયતમાં સારા સારી થતી જશે. કોઈ વસ્તુથી પરેશાન થતા હશો તો તેનો સચોટ ઈલાજ મળી જશે. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મળી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 04, 06, 07, 10 છે.

Jupiter’s ongoing rule will place you in a position of executing noble work. Financial stability is indicated. Health will continue to get better. You will be able to find the root cure to any ailment that you have been suffering. Family members will be supportive. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 04, 06, 07, 10.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે. ખાસી-શરદીથી પરેશાન થશો તબિયતની સંભાળ રાખજો તમારી નાની ભૂલ મોટી મુસીબતમાં નાખશે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. તમારા દરરોજના કામ સમય પર પૂરા નહીં કરી શકો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 05, 07, 08, 09 છે.

Saturn’s rule till 26th July could bring on a bout of cough and cold – so do take care of your health. A small mistake of yours could land you into big trouble. Expenses could increase greatly. You will not be able to complete your daily chores on time. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 05, 07, 08, 09.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

બુધની દિનદશા ચાલુ હોવાથી અગત્યના કામ સફળતાથી કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. આગળ જતા મુશ્કેલીના સમયે કામ આવશે. ગામ-પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 04, 06, 09, 10 છે.

Mercury’s ongoing rule helps you to successfully execute all your important works. Financially, things will continue to improve. Ensure to make investments from your earnings – these will hold you in good stead for a rainy day. You could receive good news from abroad. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 04, 06, 09, 10.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

લેતી-દેતી અને હિસાબી કામમાં સફળતા અપાવે તેવા બુધની દિનદશા ચાલુ છે. જે પણ કામ કરશો તે સમય કરતા પહેલા પૂરા કરી નાખશો. તમારા લેણાના નાણા પાછા મેળવી શકશો. બીજાને ખોટું લાગે તેવા કામ નહીં કરો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 05, 06, 07, 08 છે.

Mercury’s ongoing rule helps you gain success in all transactional / accounting matters. You will be able to complete your work before time! You will be able to retrieve your debts from your debtors. Try to avoid doing anything that could offend others. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 05, 06, 07, 08.

Leave a Reply

*