ભારતમાં 14મી નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે ‘બાલ દિવસ’

27 મે, 1964ના રોજ પંડિત નેહરૂના નિધન પછી બાળકો પ્રત્યેના તેમના પ્રેમને જોતાં સર્વસંમતિ સાથે એ નિર્ણય લેવાયો હતો કે હવેથી દેશમાં દર વર્ષે ચાચા નેહરૂના જન્મદિવસ 14મી નવેમ્બરના રોજ ‘બાલ દિવસ’ મનાવામાં આવશે. બાલ દિવસ દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોનું મહત્વ દર્શાવે છે આ દિવસે લોકોને બાળ અધિકારો પ્રત્યે જાગૃત કરાય છે. પંડિત નેહરૂ બાળકોને ખુબ જ પ્રેમ કરતા હતા અને એટલા માટે જ તેઓ ચાચા નેહરૂ તરીકે પણ ઓળખાતા હતા. તેઓ કહેતા હતા કે, આજના બાળકો આવતીકાલનું ભારત બનાવાના છે. આપણે તેમનો જેવી રીતે ઉછેર કરીશું, દેશના ભવિષ્યનું એ મુજબ નિર્માણ થશે.
બાલ દિવસ અને બાલ અધિકાર
આંતરરાષ્ટ્રીય બાલ દિવસ 20મી નવેમ્બરના રોજ મનાવાય છે. 1959માં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ બાલ અધિકારોની જાહેરાત કરી હતી. બાલ અધિકારોને ચાર જુદા-જુદા ભાગમાં વહેંચવામાં આવેલા છે.
1. જીવન જીવવાનો અધિકાર
2. સંરક્ષણનો અધિકાર
3. સહભાગિતાનો અધિકાર
4. વિકાસનો અધિકાર
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા 20મી નવેમ્બરને ભલે આંતરરાષ્ટ્રીય બાલ દિવસ જાહેર કરાયો હોય, પરંતુ અનેક દેશોમાં જુદી તારીખે બાલ દિવસ મનાવાય છે. દુનિયાના અનેક દેશોમાં 1 જુનના રોજ બાલ દિવસ મનાવાય છે. ચીનમાં 4 એપ્રિલ, પાકિસ્તાનમાં 1 જુલાઈ, અમેરિકામાં જુન મહિનાના બીજા રવિવારે, બ્રિટનમાં 30 ઓગસ્ટ, જાપાનમાં 5 મે, પશ્ચિમ જર્મનીમાં 20 સપ્ટેમ્બરના રોજ બાલ દિવસ મનાવાય છે.

Leave a Reply

*