Your Moonsign Janam Rashi This Week –
14th November – 20th November, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. થોડી મહેનત કરવાથી તમારા અટકેલા કામો પૂરા કરી શકશો. ચાલુ કામમાં કોઈ પણ મુશ્કેલીઓ નહીં આવે. નાના-નાના ફાયદા મળતા રહેશે. તમારા નાણાને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. ઘરવાળાને આનંદમાં રાખી શકશો. કોઈની ભલાઈનું કામ કરશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.

Jupiter’s rule till 25th December suggests that with a little extra effort you will be able to complete your stalled projects. Current projects will go smoothly. You will continue to receive small benefits. You will be able to invest your wealth profitably. You will be able to keep your family members happy. You will be able to do a good deed for someone. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 15, 16, 17, 18.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શનિની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતોમાં પણ હેરાન થઈ જશો. દરેક બાબતમાં નેગેટિવ વિચારો આવશે. નાણાકીય બાબતમાં વધારે પરેશાન થશો. ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ ક્યાં પછી પણ સંતોષ નહીં મળે. તમારી હાથ નીચે કામ કરતા લોકો તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં રાખે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુુકનવંતી તા. 14, 17, 19, 20 છે.

Saturn’s ongoing rule will end up raising havoc for you even over petty matters. Your mind will be inclined towards negative thoughts in all matters. Financial challenges will increase. Despite spending ten times the amount for yourself, you will still not feel content. Your junior colleagues will leave no stone unturned in harassing you. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 14, 17, 19, 20.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લુ અઠવાડિયું બુધની દિનદશામા પસાર કરવાનું બાકી છે. લેતીદેતીના કામો પહેલાં પૂરાં કરી લેજો. તમારે જો કોઈ ને પૈસા આપવાના હોય તો તેની પાસે 42 દિવસની મુદત માંગી લેજો. ખર્ચ પર કાબૂ રાખી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. બુધની કૃપાથી મીઠી જબાન વાપરીને બીજાના દિલ જીતી લેશો. રોજના કામ સમય પર પૂરાં કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.

With the last week under Mercury’s rule, you are advised to first complete all transactions related to lending or borrowing money. Ask your creditors for a 42-day leeway to return money to them. You will be able to control your expenditures and make investments. Your sweet words will be able to win over others. You will be able to complete your daily chores in time. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 15, 16, 17, 18.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

બુધની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ કરશો તેમાં લાભ મળતો રહેશે. આવકમાં વધારો થવાના ચાન્સ છે. જે પણ કમાશો તેમાં કરકસર કરી પૈસા બચાવશો. કોઈ બાબતમાં અટવાયેલા હશો તો મિત્રની સલાહથી પરેશાની દૂર કરવામાં સફળ થશો. મિત્રનો લાભ લેવામાં કોઈ નુકસાની નથી. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 17, 18 છે.

Mercury’s ongoing rule will ensure that you profit in all your ongoing projects. Increase in income is indicated. You will be able to save money from your earnings with a bit of effort. A friend’s advice will help you in solving an issue in your life. Taking help from friends will not result in losses. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 14, 15, 17, 18.


LEO | સિંહ: મ.ટ.

05Leo

24મી નવેમ્બર સુધી તમારી જાતને ખૂબ સંભાળજો. વાહન ચલાવતા હોય તો ખુબ સંભાળીને ચલાવજો. તમારી નાની બેદરકારી મોટી મુસીબતમાં મુકશે. ઘરવાળા સાથે ખોટા મતભેદ થશે. કામ કાજનો બોજ વધી જવાથી વધુ પરેશાન થશો. ઇન્વેસ્ટમેન્ટ કરતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Ensure to take special care of yourself till 24th November. Drive or ride your vehicle with great caution. Your smallest mistake could land you in big trouble. You could end up squabbling unnecessarily with family members. You will get stressed out due to increasing work pressures. Avoid making investments. Pray the Tir Yasht daily.

Lucky Dates: 16, 17, 18, 19.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી સુધી મનને શાંતિ આપે તેવા ચંદ્રની દિનદશા ચાલુ છે. નવા કામો કરતા તમારા ચાલુ કામમાં જ ફાયદો મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. ગામ પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. તમારો કોન્ફીડન્સ વધી જશે. તબિયતમાં સુધારો થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.

The Moon’s rule till 26th November brings you greater profits in your ongoing projects, compared to new ones. You will be able to cater to the wishes of your family members. You can expect some good news from abroad. Your self confidence will increase. Health will improve. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 14, 15, 18, 19.


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમને શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે.બીજાના મદદગાર બની શકશો. નવા કામ શોધી શકશો. સેલ્સના કામ કરવામાં સફળ થશો. હમણાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી આગળ જતાં ફાયદામાં રહેશો. મીત્ર ની સલાહ પર ચાલવાથી તમારા મુશ્કેલી ભર્યા કામ જલ્દી થી પુરા કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 14, 16, 17, 18 છે.

The start of the Moon’s rule will make your helpful to another. You will get new projects. Those in the field of sales will be successful. Investments you make now will prove beneficial in the future. Working on the advice of friends will help you finish your challenging tasks with speed. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 14, 16, 17, 18.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને આજનો અને કાલનો દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઓપોઝીટ સેક્સ ને નારાજ નહીં કરતા. 16મીથી 20 દિવસ શરૂ થતી સુર્યની દિનદશા તમારા ચાલુ કામને અટકાવી દેશે. ફેમિલીમાં મતભેદ પડશે. ઘરની વ્યક્તિ તમને માન નહીં આપે તેનું દુ:ખ લાગશે. સરકારી કામમાં પરેશાન થશો. આજથી 96મુ નામ યાદ રયોમંદ 101વાર ભણજો.

શુકનવંતી તા. 14, 15, 19, 20  છે.

Today and tomorrow are the only days left under the rule of Venus – avoid upsetting people of the opposite gender. The Sun’s rule starting from the 16th, for the next 20 days, will pose obstacles in your ongoing work. There could be arguments in the family. You will be hurt by a family member’s lack of respect for you. Government related works will prove to be a challenge. Starting today, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.

Lucky Dates: 14, 15, 19, 20.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમારી મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ વધતા જશે. ખાવા પીવામાં વધુ ખર્ચ થશે. ડિસેમ્બર સુધી ઓપોઝીટ સેક્સ સાથેના સંબંધોમાં સારા સારી થતી જશે. તબિયતમાં સુધારો આવશે. કામકાજમાં મુશ્કેલી નહીં આવે. ધણી ધણીયાણી એકબીજાની વાત ઈશારામાં સમજી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 14, 15, 17, 18 છે.

Venus’ ongoing rule increases your inclinations towards fun and entertainment. You will spend much on dining outside. Relations with people of the opposite gender will continue to improve till December. Health will improve. There will be no challenges at work. Understanding between couples will bloom. Pray to Behram Yazad daily.

Lucky Dates: 14, 15, 17, 18.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે સાંભળશો બધાનું અને કરશો તમારા મનનું. તમારા ધારેલા કામ પૂરાં નહીં કરો ત્યાં સુધી શાંત નહીં બેસો. પૈસા વધુ કમાવવા એકસ્ટ્રા કામ કરી શકશો. સગા સંબંધીઓના સંબંધમાં સુધારો આવતો જશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 14, 17, 18, 19 છે.

Venus’ ongoing rule will have you listening to all but doing only that which your mind decides upon. You will not be able to sit in peace until you have completed the tasks you’ve set out to do. To earn more money, you will be able to put in more work. There will be an improvement in family relations. You will be able to meet your sweetheart. Pray to Behram Yazad daily.

Lucky Dates: 14, 17, 18, 19.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે કોઈ ખોટી બાબતમાં ફસાઈ જશો. તમારા દુશ્મનનું જોર વધી જશે. તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. બીજા ડોક્ટરનો ઓપીનીયન અવશ્ય લેજો. દવા પાછળ ખર્ચ વધી જશે. ખોટી ચીંતા થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.

Rahu’s ongoing rule could get you swindled into a wrongful issue. Your detractors will seem more powerful. Health could suddenly go down – ensure to seek a second opinion from doctors. Medical expenses could increase. You could start worrying unnecessarily. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 15, 16, 17, 18.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. બીજાને મદદ કરી શકશો. નાણાકીય ચિંતા ઓછી થતી જશે. જ્યાં કામ કરતા હશો ત્યાં માન ઈજ્જત મળી રહેશે. 24મી સુધી જીવનભર યાદ રહે તેવા કામ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 14, 18, 19, 20 છે.

Jupiter’s rule till 24th November makes it possible for you to be of service to another. Financial worries will decrease. You will receive respect and appreciation at your workplace. Till the 24th of this month, you will be able to make life-altering changes. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 14, 18, 19, 20.

Leave a Reply

*