Your Moonsign Janam Rashi This Week –
02nd January – 08th January, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ઘરવાળા તમને જરાબી સાથ સહકાર નહીં આપે. તમે જે કરતા હશો તેમાં તમારૂં મન નહીં લાગે. નાણાકીય બાબતમાં કોઈના પર વિશ્ર્વાસ મુકતા નહીં. અગત્યની ચીજ વસ્તુની સંભાળ રાખજો. મેન્ટલી પરેશાન થશો. અગત્યના ડીસીઝન લેતા નહીં. ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 03, 04, 05, 06 છે.

Rahu’s rule till 3rd February will steal your appetite and sleep. Family members will not be supportive of you. You will not be able to focus your attention on anything you set out to do. Avoid trusting others on a financial level. Ensure to have your important documents in safe-keeping. You could feel mentally troubled. Avoid making any important decisions. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 03, 04, 05, 06.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી જાણતા અજાણતા કોઈની ભલાઈનું કામ થઈ જશે. કોઈક સગાઓ કે મિત્રને તમારાથી બનતી મદદ કરશો. જો તમે નોકરી કરતા હશો તો ત્યાંબી તમારી સાથે કામ કરનાર તમને માન-પાન ખુબ આપશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. પ્રેમી-પ્રેમીકાનું મળવાનું ફરવાનું વધી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુુકનવંતી તા. 02, 03, 07, 08 છે.

Jupiter’s ongoing rule will have you helping others, inadvertently or consciously. You will go all out to help a relative or a friend. Those who are currently employed will receive much praise and respect from a colleague at the workplace. You will be able to install new purchases at home. Sweethearts will tend to meet more often. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 02, 03, 07, 08.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને 21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમે નવા કામ મેળવવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરી શકશો. ધર્મના સ્થળે જવાથી મનને વધુ આનંદ મળશે. બાળકો તરફથી સારા સમાચાર જાણવા મળશે. રોજના કામમાં મુશ્કેલી નહીં આવે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 04, 05, 06, 07 છે.

Jupiter’s rule till 21st February indicates that you will be successful in getting new employment or work projects. You could receive anonymous financial help. You will be able to cater to the wants of your family members. You will feel great mental peace on visiting religious places. Children could bring in good news. You will not find any difficulties in doing your daily chores. Ensure to make investments. Pray to Sarosh Yasht daily.

Lucky Dates: 04, 05, 06, 07.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. તમારા રોજ બરોજના કામ કરવામાં ખુબ આળસ આવશે. કોઈપણ વ્યક્તિને પ્રોમીશ આપવાની ભુલ કરતા નહીં. શનિને કારણે તમારા વિચારો તમે બદલતા રહેશો. તમે લીધેલા ડીસીઝનમાં ક્ધફયુઝ રહેશો. તબિયતમાં સાંધાના દુખાવા અને ઘુટણના દુખાવાથી પરેશાન થશો. પડવા વાગવાના બનાવો બની શકે છે. દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 03, 04, 07, 08 છે.

Saturn’s rule till 24th January predicts that you could feel lethargy doing your daily chores. Avoid the mistake of making anyone promises. Saturn will cause your mind to have opposing thoughts and this could make you feel mentally confused. You could suffer from joint aches and knee pain. You could meet with accidents, so take care. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 03, 04, 07, 08.


LEO | સિંહ: મ.ટ.

05Leo

બુધની દિનદશામાં છેલ્લા બે અઠવાડિયા પસાર કરવાના બાકી છે. તમારા બધા કામો બાજુ મૂકી લેતીદેતીના કામો પહેલા પૂરા કરી લેજો. જો તમારી પાસે નાણાકીય છૂટછાટ હોય તો લાંબા સમય માટેનું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. રોજના કામમાં તમારા કામો તમે વીજળી વેગે પૂરા કરી શકશો. મીઠી જબાન વાપરી દુશ્મનને દોસ્ત બનાવવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 02, 05, 06, 08 છે.

Mercury’s rule over the next two weeks suggests that you prioritize all your lending and borrowing transactions first, over all others. If you have surplus funds, ensure to make long term investments. You will be able to complete your daily chores at lightning speed. You will be able to turn your enemies into your friends with your sweet words. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 02, 05, 06, 08.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી તમે બુધ્ધિબળ વાપરીને કામ પુરા કરી શકશો. નાનું મોટુ રોકાણ કરવાથી ભવિષ્યમાં તમને કામમાં આવશે. બુધની કૃપાથી ખોટા ખર્ચા પર કાબુ રાખવામાં સફળ થશો. એકસ્ટ્રા ઈન્કમ મેળવી શકશો. નવા કામ મળવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 02, 03, 04, 05 છે.

Mercury’s ongoing rule will help you complete your works with intelligence. Any small or large investments you make now will be of good use in the future. You will succeed in controlling unnecessary expenditures. You will be able to earn extra income. You could get new work projects. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 02, 03, 04, 05.


LIBRA | તુલા: ર.ત.

07Libra

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે ચીડીયા સ્વભાવના થઈ જશો. કોઈની સાથે વાતચીત કરવાનું મન નહીં થાય. તમે શાંતિથી વાત કરતા હશો તોપણ સામેવાળાને તમારી વાતનું દુ:ખ લાગશે. તબિયતની ખાસ કાળજી લેજો. વાહન સંભાળીને ચલાવજો. ધણી-ધણીયાણીમાં મતભેદ પડશે. મંગળને શાંત કરવા રોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 04, 05, 06, 07 છે.

Mars’ ongoing rule makes you irritable. You will not feel like speaking much to others. Even if you speak calmly with others, they could get hurt by it. Take special care of your health. Drive or ride your vehicles with good caution. Couples could get into squabbles. To pacify Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 04, 05, 06, 07.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી જાન્યુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે તમારો કોન્ફીડન્સ ખુબ વધી જશે. તમારા મનની વાત બીજાને સારી રીતે સમજાવી શકશો. નારાજ થયેલી વ્યક્તિને સામેથી મનાવવા જજો. ગામ-પરગામથી કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. જયાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન કે ધનલાભ થવાના ચાન્સ છે.  દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 02, 03, 04, 08 છે.

The Moon’s rule till 24th January boosts your confidence greatly. You will be able to speak out your mind accurately with another. Do take the effort to win over someone who is upset with you. You could receive good news from abroad. At work, you could stand to get a promotion or an increase in your income. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 02, 03, 04, 08.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

પહેલા ત્રણ દિવસ જ સુર્યની દિનદશામાં પસાર કરવાના છે. હાલમાં ઉતરતી સુર્યની દિનદશા માથાનો દુખાવો, તાવ અને બેચેની ખુબ આપશે. વડીલવર્ગની સાથે 4થી જાન્યુઆરી સુધી કોઈ જાતની આરગ્યુમેન્ટ કરતા નહીં. 5મીથી ચંદ્રની દિનદશા 50 દિવસ તમારા મનને ખુબ શાંત બનાવી દેશે. તમારા અધુરા કામ પુરા કરશો. તબિયતમાં ધીરે ધીરે સારા સારી થશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 02, 03, 04, 07 છે.

With 3 days left under the rule of the Sun, you could end up suffering from headaches or a fever or restlessness, under its descending rule. Avoid arguing with the elderly till the 4th of January. The Moon’s rule, starting the 5th of January, for the next 50 days, brings you lots of mental peace. You will be able to complete your incomplete projects. Health will slowly start improving. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 02, 03, 04, 07.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ઓછા થવાની જગ્યાએ વધી જશે.ઓપોજીટ સેકસનું એટ્રેકશન વધી જશે. તમે કોઈના પ્રેમમાં હશો તો તેના તરફથી સારા સમાચાર જાણવા મળશે. 14મી પહેલા તમારા અગત્યના કામો પૂરા કરી લેજો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે.  ઘરનું વાતાવરણ સારૂં રાખવા દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 02, 03, 05, 07 છે.

Venus’ ongoing rule will cause an increase in your inclinations towards fun and entertainment. The attraction towards the opposite gender will increase. Those in love will receive good news from their sweethearts. Ensure to complete all your important works before the 14th. You will not face any financial difficulties. Sudden windfall is predicted. To keep the atmosphere at home cordial, pray to Behram Yazad daily.

Lucky Dates: 02, 03, 05, 07.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં કચાશ નહીં રાખો. તમારા કામની ઉપરી વર્ગ કદર કરશે. નાણાકીય લેતી-દેતી કરવા માટે સારો સમય છે. ઈનવેસ્ટેમન્ટ કરવામાં કરકસર કરતા નહીં. ઘરવાળાનો સાથ મળવથી અગત્યના કામો વીજળી વેગે પૂરા કરી શકશો. ખર્ચ વધવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 02, 04, 06, 07 છે.

You will be able to complete all your works, under Venus’ ongoing rule. Your senior colleagues will appreciate your efforts. This is a good time to indulge in financial transactions. Ensure to make investments. You will be able to complete important tasks at lightning speed, with the support of family members. Despite an increase in expenses, there will be no financial strain. Pray to Behram Yazad daily.

Lucky Dates: 02, 04, 06, 07.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

પહેલા ત્રણ દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તમને શારિરીક પ્રોબ્લેમ આપી જશે. ત્રણ દિવસ કંઈપણ કરવાનું મન નહીં થાય. 5મીથી 70 દિવસ માટે શરૂ થતી શુક્રની દિનદશા તમારા બધાજ દુ:ખોનું નિવારણ લાવશે. ઘરનું વાતાવરણ ખરાબ છે તેમાં 5મીથી સુધારો આવતા જશે. પહેલા ત્રણ દિવસ નાણાકીય વ્યવહાર કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 05, 06, 07, 08 છે.

With the last 3 days under Rahu’s rule, its descending rule could cost your health, physically. You will not be in the mood to do anything in these 3 days. Venus’ rule, starting from the 5th of January, for the next 70 days, will resolve all your sufferings. The situation at home will start improving from the 5th. Avoid any financial transactions in these 3 days. Pray the Mah Bokhtar Nyaish and also pray to Behram Yazad daily.

Lucky Dates: 05, 06, 07, 08.

 

Leave a Reply

*