Your Moonsign Janam Rashi This Week –
13th March – 19th March, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

મોજશોખ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. તમારા રોજબરોજના કામમાં ફાયદા મળતા રહેશે. તમે જે પણ કમાશો તેમાંથી મોજશોખમાં વધુ ખર્ચ થશે. ઘરનું વાતાવરણ ખુબ સારૂં રહેશે. નોકરી કરનારને પ્રમોશન મળવાના ચાન્સ છે. ગામ પરગામ જવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 13, 14, 18, 19 છે

Venus’ rule, which brings you fun and entertainment, will help make your sincere wishes come true. You will profit from your daily works. You could end up spending more than you earn, on your fun activities and entertainment. The house atmosphere will be very cordial. The employed could be up for a promotion. Travel abroad is on the cards. Pray to Behram Yazad daily.

Lucky Dates: 13, 14, 18, 19.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો કરવામાં કોઈ ચિંતા નહીં આવે. ધારેલા કામ કરવામાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઓપોજીટ સેકસનો સાથ મલવાથી અધુરા કામને પૂરા કરી શકશો. તમારી પસંદગીની વ્યક્તિને તમારા મનની વાત કહી દેજો. નવા કામ શરૂ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Venus’ ongoing rule ensures that you don’t sweat about your ongoing endeavours. Your current projects will be successful. Financially things will keep improving. You will be able to complete your unfinished tasks with the support of the opposite gender. You are advised to speak out what’s on your mind with a close person. You will be able to take on new ventures. Pray to Behram Yazad daily.

Lucky Dates: 14, 15, 16, 17.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કામકાજમાં તમારૂં ધ્યાન નહીં રહે. જે કામ સીધુ હશે તે ઉલટુ થઈ જશે. ઘરનું વાતાવરણ બગડી જતા વાર નહીં લાગે. અંગત સગાઓ તમારાથી નારાજ થઈ જશે. તમારી નાની ભૂલ બીજાઓ પહાડ જેવી બતાવશે. નાણાકીય બાબતમાં વધુ ખેંચતાણ આવશે. તમારા નાણા પાછા મેળવવામાં મુશ્કેલી આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુુકનવંતી તા. 13, 15, 18, 19 છે.

Rahu’s ongoing rule makes it challenging for you to focus on your work at hand. Even straightforward tasks will go topsy-turvy. The atmosphere at home could be vulnerable to volatility. Those close to you could get upset with you. Your small mistakes will be magnified into mountains by others. Financial strain is indicated. It could prove difficult to retrieve your lent money. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 13, 15, 18, 19.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

23મીં માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે. ધર્મ અને ચેરીટીના કામો કરી ભવિષ્યને સુધારી શકશો. ઘરની રીસાયેલી વ્યક્તિને મનાવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી હોય તો થોડી રકમ બચાવીને ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રો તરફથી માન ઈજજત મળતા રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Jupiter rules you till 23rd March. You will be able to secure a better future by indulging in religious and charitable works. You will be able to win over an upset family member. Financially things could go well, in which case you are advised to save and ensure to make investments. Friends will continue to respect and admire you. Pray the Sarosh Yasht daily.

Lucky Dates:14, 15, 16, 17.


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને ધર્મના દાતા શુક્રની દિનદશા 21મી એપ્રિલ સુધી ચાલશે. તમે તમારા ફેમીલી મેમ્બરને ખુશ રાખવામાં સફળ થશો. લેતીદેતીના કામ કરવામાં સફળ થશો. જ્યાંબી કામ કરતા હશો ત્યાં તમારા કામના વખાણ થશે. ધનને વધુ કમાવવા માટે થોડી વધુ મહેનત કરી લેજો. વડીલવર્ગ સાથેના સંબંધમાં સારા સારી થતી જશે. નવા કામમાં સફળતા મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 13, 15, 16, 18 છે.

Venus’ rule till 21st April predicts that you will keep you family members happy. Transactions related to lending and borrowing will be successful. You will receive appreciation wherever you work. To earn extra income, you will need to put in more hours at work. Your relationship with elders will improve well. New ventures will be successful. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 13, 15, 16, 18.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે. ખોટા વિચાર તથા ખોટી ચિંતાઓથી ઘેરાયેલા રહેશો. બીજા ભુલ કરશે અને નામ તમારૂં આવશે. સાંધાના તથા બેકપેઈનથી પરેશાન થશો. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. તમારી નાની ભુલ મોટી પરેશાનીમાં મુકશે. તમારા કામો સમય પર પૂરા નહીં કરી શકો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 17, 19 છે.

Saturn’s rule till 23rd March could flood your mind with wrongful thoughts and unnecessary worries. You could end up getting blamed for the faults of others. You could suffer from back-ache and joint-pains. The health of the elderly could suddenly deteriorate. Even a small mistake could land you in big trouble. You might not be able to complete your work in time. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 14, 15, 17, 19.


LIBRA | તુલા: ર.ત.

07Libra

છેલ્લા 6 દિવસ બુધની દિનદશામાં પાર કરવાના બાકી છે. 18મી સુધી લેતી-દેતીના કામો પુરા કરી લેજો. માથા પર કરજદારીનો બોજો હોય તો તે વ્યક્તિ પાસે થોડો સમય માંગી લેજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેજો. મિત્રોની મદદથી કામ પૂરા કરી લેજો નહીં તો 19મીથી 36 દિવસ માટે શનિની તમારા બધા કામને ઉલટા કરી નાખશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 13, 16, 17, 18 છે.

With the last 6 days remaining under Mercury’s rule, you are advised to first complete any transactions related to lending or borrowing money, before the 18th. If you are in someone’s financial debt, request that person for some extra time to pay back their money. This is the time to make any house purchases. Ensure to complete your works, with the help of friends. From 19th March, Saturn’s rule for the next 36 days, could disrupt all your endeavours. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 13, 16, 17, 18.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

17મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે તમે તમારા પ્રેમી કે પ્રેમીકાને મનની વાત કહેવામાં સંકોચ નહીં કરો. મીઠી જબાન વાપરી તમારા કામ પૂરા કરવામાં મિત્રોનો સાથ સહકાર મેળવી લેશો. જે પણ કમાશો તેમાંથી થોડી રકમ બચત કરી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Mercury’s rule till 17th April suggests that you should speak your heart out to your sweetheart, without hesitation. You will be able to complete your pending tasks by using your sweet talks and convincing your friends to help you. Ensure to save some money from your earnings and invest the same in a profitable manner. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 14, 15, 16, 17.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

21મી માર્ચ સુધી મંગળની દિનદશા ચાલશે તમારા ભાઈ-બહેન તથા મિત્રો સાથે નાની બાબતમાં મતભેદ પડી જશે. તમે સાચુ બોલશો તો સામેવાલી વ્યક્તિ તમારી વાત પર વિશ્ર્વાસ નહીં રાખે. બધા સાથે ઓછા સંબંધ રાખજો. નાણાકીય બાબતમાં ખેચતાણ વધી જશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.

શુકનવંતી તા. 13, 14, 16, 17 છે.

Mars’ rule till 21st March predicts that you could end up having squabbles with siblings and friends. Your responses will not be believed by people. Try to keep to yourself as much as possible. Financial strain is indicated. Pray the Tir Yasht daily.

Lucky Dates: 13, 14, 16, 17.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. મનને શાંત રાખી અગત્યના કામ પુરા કરવામાં સફળ થશો. કૌટુંબીક વ્યક્તિનું દિલ જીતી લેશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. નાની મુસાફરી કરી શકશો. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થઈ પ્રેમ વધી જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.

The Moon’s rule till 23rd March helps you keep your peace of mind and complete your important works. You will win over the heart of a family member. Your favorite person will come to meet you. Quarrels between couples will reduce and affection will blossom. Short travel is predicted. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates:14, 15, 18, 19.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને શીતળ ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા માથાનો બોજો ઓછો થતો જશે. શારિરીક બાબતમાં સુધારો થતો જશે. મનને શાંત રાખી કામ પૂરા કરવામાં સફળ થશો. જે પણ ધનલાભ મળશે તેને સારી જગ્યાએ ઉપયોગ કરી શકશો. આજથી 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

The ongoing Moon’s rule will reduce your mental tensions. Your health will also improve. You will be successful in keeping your mind peaceful and completing your tasks. You will be able to employ your proceeds profitably. Starting today, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 14, 15, 16, 17.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજનો દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઓપોજીટ સેકસની ઈચ્છા પૂરી કરી શકશો. બાકી કાલથી સુર્યની દિનદશા આવતા 20 દિવસમાં તમારૂં પ્રેશર વધારી દેશે. વડીલવર્ગની સાથે નાની બાબતમાં મતભેદ પડશે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. મનને શાંત રાખવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 13, 17, 18, 19 છે.

Today marks the last day under Venus’ rule. You will be able to cater to the wishes of the opposite gender. The Sun’s rule, starting tomorrow, for the next 20 days, could cause an increase in your Blood Pressure. You could end up quarrelling with the elderly over petty matters. Your favourite person will get upset with you over a small issue. To keep your mind in peace, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 13, 17, 18, 19.

Leave a Reply

*