Your Moonsign Janam Rashi This Week –
20th March – 26th March, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તમારે કામકાજને વધારવા માટે ભાગદોડ કરવાથી સફલતા મળશે. મોજશોખ ઓછા થવાની જગ્યાએ વધી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. શુક્રની કૃપાથી કામકાજમાં જશની સાથે ધનલાભ મલવાના ચાન્સ છે. ઓપોજીટ સેકસ સાથે સારા સારી રાખવા માંગતા હો તો તેમની ડિમાન્ડ પુરી કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 20, 21, 25, 26 છે

Venus’ rule till 13th April indicates that a bit of extra effort put into your work, will bear good fruit. Your inclinations towards fun and entertainment will increase instead of decreasing. Financially, things will be on the upswing. With Venus’ grace, you will receive both – fame as well as wealth from your place of work. To keep relations cordial with the opposite gender, you would need to cater to their wants. Pray to Behram Yazad daily.

Lucky Dates: 20, 21, 25, 26.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી મે સુધી સારા સારી રહેશે. તમારી સાથે કામ કરનાર વ્યક્તિની મદદથી કામ સહેલા બનાવી શકશો. ફેમિલી તરફથી માન-ઈજ્જત મળશે. ધનલાભ થશે. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. શુક્રની કૃપાથી તમારા મનની વાત બીજાને સમજાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

Venus’ ongoing rule till 14th May keeps everything going well for you. Help from your colleagues will result in quickening your workload. Family members will respect and adore you. You will accumulate greater wealth. You will be able to make investments. Travel abroad is on the cards. You will be able to communicate to others what’s on your mind. Pray to Behram Yazad daily.

Lucky Dates: 21, 22, 23, 24.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

મોઢા સુધી આવેલા કામ પુરા નહીં કરી શકો. રોજના કામ પુરા કરવામાં આળસ આવશે. રાહુની દિનદશા ચાલુ હોવાથી તબિયત બગડી જશે. તમને થોડીબી બેચેની લાગે તો ડોકટરની સલાહ લેવામાં વાર નહીં કરતા. નાણાકીય લેતીદેતી કરતા પહેલા દસવાર વિચારજો. કોઈ પાસે ઉધાર પૈસા લેશો તો ભવિષ્યમાં મુશ્કેલી આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

You will not be able to go the last leg of endeavours which were nearly completed. You could feel lethargy in carrying out your daily chores. Rahu’s ongoing rule could take a toll on your health. Ensure to consult a doctor at the slightest feeling of unease. Think ten times before participating in any financial transactions. Taking a loan from another will result in future problems. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 23, 24, 25, 26.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

પહેલા ત્રણ દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરજો નહીં તો 23મીથી રાહુની દિનદશા આવતા 42 દિવસમાં દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. રાહુ તમને 4થી મે સુધી નાની માંદગી આપી જશે. તમારા અંગત વ્યક્તિ પણ તમારાથી દૂર ભાગતા રહેશે. તમે બચત કરેલી હશે તો થોડા સમય નાણાકીય મુશ્કેલી નહીં આવે. આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 26 છે.

You have the last three days remaining under Venus’ rule, so ensure to cater to the demands of your family members. Rahu’s rule starting from the 23rd, for the next 42 days, will steal your sleep and appetite. Rahu could inflict a minor illness upon you by the 4th of May. Those close to you would seem to alienate you. Due to your savings, you will be spared from financial challenges. Starting today, pray the May Bokhtar Nyaish daily.

Lucky Dates: 20, 21, 22, 26.


LEO | સિંહ: મ.ટ.

05Leo

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા ફેમીલી મેમ્બરના મદદગાર બનીને રહેશો. જે પણ કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. ગુરૂની કૃપાથી તમારા ખર્ચ પર કાબુ કરીને બચત કરવામાં સફળ થશો. ધર્મના કામો કરવાથી મનને આનંદ મળશે. નાણાકીય બાબતમાં અચાનક લાભ મળી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 22, 24, 25 છે.

Jupiter’s ongoing rule will make you helpful towards a family member. You could be in for a promotion at work. You will be able to control your expenses and save money to invest. Indulging in religious works will bring you mental happiness. A sudden financial windfall is indicated. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 20, 22, 24, 25.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

પહેલા ત્રણ દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 22મી સુધી ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવતા નહીં. ઉતરતી શનિની દિનદશા સાંધાના દુખાવાથી પરેશાન કરશે. 23મીથી ગુરૂની દિનદશા તમારા તમામ દુ:ખને દુર કરવામાં મદદગાર થશે. ગુરૂ તમારા વિચારને પોજીટીવ બનાવી દેશે. ઘરવાળાની પરેશાનીઓ ઓછી કરી શકશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Saturn rules you for the next three days, so ensure not to set up any equipment for the house till the 22nd. The descending rule of Saturn could make you suffer from joint-pains. Jupiter’s rule, starting from the 23rd, will take away all your pains, infusing positivity in your mindset. You will be able to resolve the issues of family members. Pray the Sarosh Yasht along with the Moti Haptan Yasht daily.

Lucky Dates: 23, 24, 25, 26.


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમને 23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલુ હોવાથી કોઈપણ બાબતમાં બેલેન્સ નહીં રાખી શકો. તમારા વિચારો સ્થિર નહીં રહેવાથી લીધેલા ડીસીઝનમાં ક્ધફયુઝ થઈ જશો. ઘરવાળા નાની બાબતમાં પરેશાન કરશે. ખર્ચનું પ્રમાણ વધવાથી ચિંતા વધી જશે.બચાવેલી બચત ઉડી જાય તેવા હાલના ગ્રહો છે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 25 છે.

Saturn’s rule till the 23rd April makes it difficult for you to maintain a sense of balance in any are of life. Your thoughts will not be stable and this could cause confusion in the decisions you have taken. Family members could harass you over small issues. Increase in expenses will lead to an increase in your worries. You could end up losing your investments. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 20, 21, 22, 25.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે કરેલા કામમાં બીજાઓ ભુલ શોધી નહીં શકે. લેતી-દેતીના કામ સારી રીતે કરી શકશો. સાચી સલાહ આપી સાથે કામ કરનારના દિલ જીતી લેશો. નાણાકીય બાબતમાં કરકસર કરી ધનને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 23, 26, 27 છે.

Mercury’s ongoing rule will not allow anyone to find fault in your works. You will have successful transactional business. You will win over the hearts of your colleagues by giving them sincere advice. You will be able to save money with some effort and invest the same profitably. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 21, 23, 26, 27.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

મગજ પર કંટ્રોલ રાખી આજનો દિવસ પસાર કરજો. મંગળની દિનદશા એકિસડન્ટ કરાવી દે તેવા ચાન્સ છે તેથી ઘરે બેસજો. આવતી કાલથી શરૂ થતી બુધની દિનદશા 56 દિવસમાં તમારા અટકેલા કામો ફરી ચાલુ કરાવશે. 18મી મે સુધી ધનલાભ મેળશો. બુધ્ધિ વાપરી કામ કરવામાં સફળ થશો. આજે ‘તીર યશ્ત’ આવતી કાલથી ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 25, 26 છે.

Try to keep your mind in control for today. You are advised to stay at home as Mars’ rule could cause you to have an accident. Mercury’s rule, starting tomorrow, for the next 56 days, will help you restart all your stalled works. You will be able to make good profits till 18th May. You will taste success in endeavours where your use your intelligence. Pray the Tir Yasht today, and from tomorrow pray the Meher Nyaish, daily.

Lucky Dates: 22, 23, 25, 26.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

પહેલા ત્રણ દિવસ શાંતિમાં પસાર કરી શકશો. 23મીથી 28 દિવસ માટે મંગળની દિનદશા તમારા શાંત મગજને ગરમ કરી નાખશે. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. ત્રણ દિવસમાં ઘરવાળાની ડીમાન્ડને પૂરી કરજો. જે પણ કામ કરતા હશો તેમાં 23મીથી મુશ્કેલી આવશે. મંગળને કારણે શાંતિ નહીં રહે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 25 છે.

You will be able to spend these last three days in peace. Mars’ rule, starting from the 23rd, for the next 28 days, will heat up your calm mind. You could get irritated over small issues. Ensure to cacter to the needs of your family members within these three days. You could face challenges in all your endeavours from the 23rd. Mars will not allow you to be in peace. Pray the Tir Yasht, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 20, 21, 22, 25.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારૂં હરવાનું ફરવાનું ખુબ વધી જશે. જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડશો. રોજના કામમાં સારા સારી થતી જશે. નવા કામમાં સફળતા મળશે. મનની વાત જેને કહેવા માંગતા હો તેને કહી દેજો. દરરોજ 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

The Moon’s ongoing rule greatly increases your opportunities to go out and travel. You will be highly successful in whatever you strive to do. There will be an improvement in your daily works. New projects will be successful. Speak out what’s on your mind to the person you wish to share it with. Prya the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 23, 24, 25, 26.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

6ઠ્ઠી એપ્રિલ સુધી સુર્યની દિનદશા ચાલશે. સરકારી કામોમાં તકલીફ આવશે. તમે માથાના દુ:ખાવાથી પરેશાન થશો. તબિયતની ખાસ કાળજી લેજો. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. કોઈની વાતમાં આવી જવાથી નુકસાની ભોગવશો. વધુ કામનો બોજો માથા પર આવી જશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 24 છે.

The Sun’s rule till 6th April could pose challenges in government-related works. You could suffer from headaches. Take special care of your health. The health of the elderly could suddenly go down. You could end up in a loss, if you get instigated by someone’s talks. You will feel a lot of work pressure mentally. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 20, 21, 22, 24.

Leave a Reply

*