Your Moonsign Janam Rashi This Week –
19 June – 25 June, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લુ અઠવાડિયું ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. લીધેલા ડીસીઝન ચેન્જ કરતા નહીં તમારા ડીસીઝન તમારા ખરાબ સમયમાં મદદગાર થશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે આ અઠવાડિયામાં વધુ મહેનત કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.

As this is the last week left under the rule of the Moon, you are advised to speak out what’s on your mind to the relevant person. Do not change decisions that you have made, as these decisions will hold you in good stead during your rough times. You will be able to put in effort to cater to the wants of your family members. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 20, 23, 24, 25.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજ બરોજના કામ સારી રીતે કરી શકશો. તમારા કોન્ફીડન્સમાં વધારો થશે. તમારા મનની વાત બીજાને કહેવાથી મનનો બોજો ઓછો થઈ જશે. નાણાકીય ફાયદો થતો રહેશે. ઘરવાળા તરફથી માન સન્માન મળશે. જૂના રોકાણમાંથી ફાયદો થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

The ongoing Moon’s rule helps you execute your daily chores will efficiency. Your confidence will get a boost. Speaking out your heart to another will help you lighten your mental load. Financial growth will continue. You will profit from old investments as well. Family members will be appreciative and respectful of you. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 19, 20, 21, 22.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામમાં ખુબ ધ્યાન આપજો. કોર્ટના કામમાં સફળતા નહીં મળે. 5મી જુલાઈ સુધી વડીલવગર્ર્ની તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. બાળકોના અભ્યાસને લઈને ચિંતા થશે. સુર્ય તમારા મગજને તપાવી નાખશે. ખોટા વિચારો આવતા રહેશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.

શુુકનવંતી તા. 21, 23, 24, 25 છે.

The ongoing Sun’s rule suggests that you pay careful attention when dealing with government related works. You might not be successful in legal issues. The health of the elderly could suddenly deteriorate by the 5th of July. Children’s studies might worry you. The Sun will heat up your mind, filling it with negative thoughts. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 21, 23, 24, 25.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

15મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે દરેક બાજુએથી સારા સમાચાર મળશે. જૂના મિત્રો મલવાથી આનંદમાં આવશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જ્યાં નોકરી કરતા હશો ત્યાંથી પણ ફાયદો મળશે. થોડી ભાગદોડ કરવાથી ફસાયેલા નાણા પાછા મેલવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

Venus’ rule till 15th July will bring in good news from all quarters. You will feel much happiness reconnecting with old friends. Financially, things will continue to improve. You will benefit from your workplace. You will be able to retrieve your bad debts with a little effort. Pray to Behram Yazad daily.

Lucky Dates: 20, 21, 22, 23.

 


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને ભરપુર સુખ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી કામકાજ પૂરા કરવામાં મુશ્કેલી નહીં આવે. ધનની ચિંતા નહીં આવે. ખર્ચનું પ્રમાણ વધી જવા છતાં તમને મુશ્કેલી નહીં આવે. ઓપોજીટ સેકસ સાથે થયેલા મતભેદ દૂર કરી શકશો. નવા કામ કરવામાં સફળ થશો. દરરોજ ‘બેહરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

Bringing you abundant happiness and prosperity, Venus’ ongoing rule makes it easy for you to complete all your tasks. Finances will not pose any concern. Despite an increase in expenditure, you will not feel any financial constraint. You will be able to resolve any misunderstandings with the opposite gender. You will taste success in new ventures. Pray to Behram Yazad daily.

Lucky Dates: 19, 20, 21, 22.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે મુશ્કેલીઓથી ઘેરાઈ જશો. કોઈનું સારૂં કરવા જતા તમારૂં ખરાબ થશે. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મૂકશે. કોઈપણ કામ પૂરૂં કરવા માટે ખુબ મુશ્કેલી આવશે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં તમારાથી નારાજ થશે. બને એટલું પાક પરવેદગારનું નામ લેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

Rahu’s ongoing rule will have you surrounded by difficulties. Trying to help another will land you in trouble. A small mistake could land you in a soup. You will face a lot of challenges in completing any tasks. Your sweetheart will get upset with you over a petty matter. Take the name of God as much as possible. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 20, 21, 22, 23.


LIBRA | તુલા: ર.ત.

07Libra

પહેલા 4 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. 23મીથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારા વિચારોને નેગેટીવ બનાવી નાખશે. રાહુને કારણે નાના કામમાં પણ મુશ્કેલી આવશે. ખર્ચનું પ્રમાણ વધવાથી નાણાકીય મુશ્કેલી આવશે. ‘સરોશ યશ્ત’ની સાથે ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

You have 4 days remaining under Jupiter’s rule. Try to first cater to the wants of your family members. Rahu’s rule, starting 23rd June, for the next 42 days, will rob you of your sleep and your appetite. It will make your thoughts negative. Even small tasks will pose problems. An increase in expenses could result in financial strain. Pray the Mah Bokhtar Nyaish along with the Sarosh Yasht daily.

Lucky Dates: 19, 20, 21, 22.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

23મી જુલાઈ સુધી મિત્ર ગ્રહ ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી ધર્મના કામો થઈ શકશે. ધર્મના કામો કરવાથી તમે બીજાની દુવા મેળવી શકશો. ગુરૂની કૃપાથી ધનની કમી નહીં આવે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. નોકરી કરતા હશો ત્યાં તમારી કદર થશે. તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.

Jupiter’s rule till 23rd July indicates that you will indulge in religious works. This will bring you blessings of others. There will be no financial shortage. You could suddenly come into wealth. Those who are employed will receive praise and recognition at their workplace. Health will be good. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 20, 23, 24, 25.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શનિનું છેલ્લુ અઠવાડિયું સંભાળીને પસાર કરજો. તબિયતની ખાસ સંભાળ લેજો ખાવાપીવામાં બેદરકાર રહેતા નહીં. ઉતરતી શનિની દિનદશા તાવ, સાંધા અને માથાનો દુખાવો આપશે. ઘરમાં નવી ચીજ વસ્તુ લેતા નહીં. કામકાજ શાંતિથી કરજો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ પણ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.

You are advised to be cautious during this period of Saturn’s last week. Take special care of your health – do not slack on your diet. Saturn’s descending rule could cause you to suffer from fever, headaches and joint-pains. Avoid making any purchases for the house. Do your work with a peaceful mind. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 19, 20, 23, 24.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આજથી શનિની દિનદશા શરૂ થયેલી છે. 26મી જુલાઈ સુધી તમને નાની બાબતમાં કંટાળો આવશે. અચાનક તબિયત ખરાબ થશે. તાવ અને માથા દુખાવાથી પરેશાન થશો. નાણાકીય બાબતમાં જ્યાં બચાવવા જશો ત્યાં બીજી બાજુ વધુ ખર્ચ થશે. મિત્રો સાથે મતભેદ થશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 23, 25 છે.

Saturn’s rule starting today till the 26th of July, making you irritable over petty issues. Your health could suddenly go down. Fever or headaches could trouble you. Even if you try to save money in one aspect, you will end up spending more at another. Squabbles with friends indicated. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 20, 21, 23, 25.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

બુધ જેવા બુધ્ધિશાળી ગ્રહની દિનદશા શરૂ થયેલી છે. તમારા કામ બુધ્ધિ વાપરી પૂરા કરશો. બીજાને સમજાવી તેમની મદદથી કામ પૂરા કરવામાં સફળ થશો. ધનને બચાવી શકશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. હીસાબી કામમાં ફાયદો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 19, 22, 23, 24 છે.

The start of Mercury’s rule will help you use your intelligence in doing all your tasks. You will be able to convince others to help you and get your work done successfully. You will be able to save money. Ensure to invest the same. Accounting related work will bring you profits. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 19, 22, 23, 24.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

પહેલા ત્રણ દિવસ તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખજો. 23મીથી બુધની દિનદશા તમારા બગડેલા કામ સુધારી પૂરા કરી આપશે. વાહન સંભાળી ચલાવજો ઉતરતી મંગળની દિનદશા એક્સિડન્ટ કરાવી ન જાય તેેનું ધ્યાન રાખજો. ઘરવાળા સાથે મતભેદ પડવાના ચાન્સ છે માટે ચુપ રહેજો. દરરોજ ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 19, 23, 24, 25 છે.

You will need to control your temper for the first three days under the ongoing rule of Mars. Starting from the 23rd, Mercury’s rule will help mend and complete all your disrupted projects. Drive/ride your vehicle with caution. Mars’ descending rule could cause accidents. You could end up arguing with family members – you are advised to keep silent. Pray the Meher Nyaish along with the Tir Yasht daily.

Lucky Dates: 19, 23, 24, 25.

Leave a Reply

*