કરાચી પારસી સંસ્થામાં જશ્ન-એ-સાદેહની ઉજવળી કરાઈ

30મી જાન્યુઆરી, 2022ના રોજ કરાચીમાં જરથોસ્તી સમુદાયના સભ્યો જશ્ન-એ-સદેહ ના તહેવારની યાદમાં કરાચી પારસી સંસ્થામાં એકઠા થયા હતા – જે દિવસ નવરોઝના 50 દિવસ અને રાત પહેલા આવે છે. જશ્ન-એ-સાદેહ એ શિયાળાની મધ્યમા આવતો ઉત્સવ છે, જે વસંતઋતુના આગમન પહેલા ઉજવવામાં આવે છે અને ઠંડા શિયાળાની ઋતુના અંતનું પ્રતીક છે, જે લાંબા દિવસો અને ટૂંકી રાતોનો સંકેત આપે છે.
કરાચી જરથોસ્તી બાનુ મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમની શરૂઆત તહેવારના મહત્વ વિશેની સમજણ અને તેના રસપ્રદ ઈતિહાસની સમજ સાથે થઈ હતી. ત્યાર પછી ઉપસ્થિત દસ્તુરજી સાહેબોે દ્વારા આતશ નિયાશનું પઠન કરવામાં આવ્યું હતું – એરવદ ફરઝીન યઝેશની અને એરવદ સોહરાબ હંગોમી, જેઓ હાલમાં વાડિયા દર-એ-મેહર, પાકિસ્તાન ચોક, કરાચી ખાતે સેવા આપે છે.
કરાચી પારસી સંસ્થાના જીમખાના મેદાનમાં પ્રગટાવવામાં આવતા આતશને બોનફાયરમાં લઈ જવામાં આવતાં દસ્તુરજી સાહેબો દ્વારા સરઘસનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. સમુદાયના બાળકો પણ આ શોભાયાત્રાનો એક ભાગ હતા અને બોનફાયર પ્રગટાવવામાં મદદ કરી હતી. સાંજ સંગીત અને નૃત્ય સાથે આગની આસપાસ પસાર કરવામાં આવી હતી અને દરેક મિત્રો અને પરિવાર સાથે આનંદ માણતા હતા.

Leave a Reply

*