Your Moonsign Janam Rashi This Week –
02 July – 08 July 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજનો પારો ઉપર ચઢેલો રહેશે. નાની વાતમાં ગરમ થઈ જશો. ધન આવવાની જગ્યા ખર્ચ ખુબ વધી જશે. ઘરમાં ખોટા ખર્ચા કરવા પડશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. ભાઈ બહેન સાથે મતભેદ પડવાના ચાન્સ છે. મંગળને શાંત રાખવા રોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 02, 03, 04, 08 છે.

Mars’ ongoing rule will keep you on the edge and feeling hot-headed. You will lose your temper over petty matters. Your expenses will be more than your income. You might have to end up paying for unnecessary expenses at home. Be very cautious while driving/riding your vehicles. Squabbles between siblings is predicted. To pacify Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 02, 03, 04, 8


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ચંદ્ર તમારા મનને શાંત રખાવી અગત્યના કામો વીજળીવેગે પુરા કરાવી આપશે. આપેલા પ્રોમીશ સમય પર પુરા કરશો. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. મિત્રોનો સાથ સહકાર મળતો રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 03, 04, 05, 07 છે.

The ongoing Moon’s rule helps keep your mind calm and effectively execute your important tasks at lightning speed. You will be able to deliver your promises on time. You will get opportunities to travel abroad. Friends will be supportive. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 03, 04, 05, 07


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

પહેલા ત્રણ દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી સુર્યની દિનદશા તમને બીમારી નહીં આપી જાય તેની સંભાળ લેજો. બાકી 5મી જુલાઈથી 50 દિવસ માટે ચંદ્રની શીતળ દિનદશા તમને ધીરે ધીરે સુખી બનાવશે. નવા કામ પૂરા કરી શકશો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો અને 5મીથી ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 02, 06, 07, 08 છે.

You have the last 3 days under the rule of the Sun. Take care to prevent falling ill during its descending rule. The Moon’s rule, starting 5th July, and lasting for the next 50 days, will gradually bring in comfort and happiness. You will be able to complete your new projects. Pray the 96th Name, ‘Ya Rayomand’ 101 times daily, and from the 5th, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 02, 06, 07, 08


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજશોખ પર કાબુ નહીં રાખી શકો. ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. બે અઠવાડિયામાં કામકાજ વધારી શકશો. કોઈ પણ કામની ના નહીં પાડતા. અપોઝીટ સેકસનો સાથ સહકાર મળતો રહેશે. મન આનંદમાં રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 03, 04, 05, 06 છે.

Venus’ rule till 16th July will make it impossible for you to control your inclinations towards fun and entertainment. There will be no financial shortfall even after spending money. You will be able to expand your business within two weeks. Do not refuse to take on any work projects. You will receive support from the opposite gender. You will be mentally content. Pray to Behram Yazad daily.

Lucky Dates: 03, 04, 05, 06


LEO | સિંહ: મ.ટ.

05Leo

શુક્ર જેવા મોજીલા અને ચમકીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી બગડેલા કામ સુધારવા સીધો રસ્તો મળી જશે. શુક્રની કૃપાથી માન ઈજ્જત વધી જશે. ઘરનું વાતાવરણ ખુબ સારૂં રહેશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. મિત્રો તરફથી લાભ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 02, 05, 07, 08 છે.

Venus’ ongoing rule helps you find a simple and straight path to rectify any stalled or wasted projects. You will receive much fame and admiration with Venus’ blessings. The atmosphere at home will be very cordial. Financially there will be no problems. Friends will prove advantageous. Pray to Behram Yazad daily.

Lucky Dates: 02, 05, 07, 08


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoપહેલા 3 દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તમારા મગજનો બોજો વધારી દેશે. બાકી 5મીથી 70 દિવસ માટે શુક્રની દિનદશા તમારા તમામ દુખને દૂર કરવામાં મદદ કરશે. ચાલુ કામથી કંટાળી ગયેલા હશો તેમાં પણ રાહત મળશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 03, 05, 06, 08 છે.

You have 3 last days under Rahu’s rule. Rahu’s descending rule will increase your mental tensions. Starting from the 5th, Venus’ rule, for the next 70 days, will help relieve all your problems. You will get relief even in your daily monotonous chores. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 03, 05, 06, 08


LIBRA | તુલા: ર.ત.

07Libraરાહુની દિનદશા ચાલુ હોવાથી કામમાં તમારૂં બેલેન્સ સરખુ નહીં રહે. માથાનો દુખાવો તથા ચક્કર આવવાથી પરેશાન થશો. રોજ બરોજના કામથી કંટાળી જશો. ખોટા ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. તમારા પોતાના લેણાના નાણા તમને નહીં મળવાથી ચિંતામાં આવી જશો. રાહુના ઉશ્કેરાટને દૂર કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 03, 04, 05, 06 છે.

Rahu’s ongoing rule will not allow you to have a balanced outlook at work. You could suffer from headaches or nausea. You will get fed up of your daily chores. Your unnecessary expenses will increase. Not being able to retrieve your own money that you lent to others, will get you worried. To pacify Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 03, 04, 05, 06


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

23મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા ચાલશે તમારા કરેલ કામમાં સેલ્ફકોન્ફીડન્સ વધી જશે. ધનલાભ મલતા રહેશે. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળશે. સગા સંબંધીઓને ખુશ કરવા તમારાથી બને તેટલી મદદ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 02, 04, 07, 08 છે.

Jupiter’s rule till 23rd July will infuse a lot of self-confidence in you, with regard to projects that you have executed. You will continue to prosper. You will receive good news from overseas. You will go all out to please your relatives. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 02, 04, 07, 08


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમારી રાશિાના માલિક ગુરૂની દિનદશા ચાલશે તમારા હાથથી ધર્મના કામો કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં ખુબ સારા સારી રહેશે. તમારા કામમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. મનગમતી વ્યક્તિને મળી શકશો. શારિરીક બાબતમાં સારા સારી થતી જશે તથા માંદગીથી દૂર રહેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 03, 05, 06, 08 છે.

Jupiter’s ongoing rule will have you succeed in doing religious works. Financial prosperity is indicated. You could receive a promotion at work. You will be able to meet with your favourite person. Your physical health will continue to improve and you will successfully escape any illnesses. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 03, 05, 06, 08


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે તમને તમારા રોજના કામ પુરા કરવામાં કંટાળાની સાથે મુશ્કેલીઓ પણ આવશે. વાહન ખરીદવાની ભુલ કરતા નહીં. નાણાકીય બાબતમાં ખુબ ખેંચતાણ રહેશે. બીજાને મદદ કરવાથી તમારા ઘરવાળા તમારાથી નારાજ થશે. સાથે કામ કરનાર પણ તમને સાથ નહીં આપે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 02, 03, 06, 07 છે.

Saturn’s rule till 26th July will pose both – lethargy and challenges in the completion of your daily works. You are advised to not purchase any vehicles. Financially, things could get very difficult. Your family member will be upset with you for helping others. You will not receive the support of your work colleagues. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 02, 03, 06, 07


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

બુધ્ધિશાળી બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા મુશ્કેલી ભર્યા કામ સહેલા બનાવી દેશો સાથે તમારા કામ વીજળીવેગે પૂરા કરી શકશો. બુધની કૃપાથી થોડી કરકસર કરી પૈસા બચાવી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. જેનાથી ભવિષ્યમાં તમને ફાયદો થશે. શેરમાર્કેટમાં ફાયદો થવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 03, 04, 05, 08 છે.

Mercury’s ongoing rule helps you tackle even your challenging tasks smoothly, and with ease. You will be able to complete your work at lightning speed. With a little effort to save money, you will be able to invest some money. These savings will serve you well in the future. You will make profits in the share markets. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 03, 04, 05, 08


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી કોઈના સાચા સલાહકાર બની તેને સાચો રસ્તો દેખાડી શકશો. તમારા ધારેલા કામો સમય પર પૂરા કરી શકશો. ધન કમાવવા મુશ્કેલી નહીં આવે. દેશ-પરદેશથી સારા સમાચાર મળશે. નવા કામ કરવામાં સફળતા મળશે.દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 02, 05, 06, 07 છે.

Mercury’s rule will help you provide sincere advice to a friend and show them the right path. You will be able to complete your work in time. Earning money will not be difficult for you. You will receive good news from abroad. You will be successful in your new work ventures. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 02, 05, 06, 07

Leave a Reply

*