અર્દીબહેસ્ત મહિનો સત્ય, ઈશ્ર્વરી હુકમ અને ઉપચાર

ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરમાં બીજો મહિનો અને ત્રીજો દિવસ અર્દીબહેસ્ત છે. તે ખૂબ મહત્વનું છે કારણ કે અર્દીબહેસ્ત એ અહુરા મઝદાના સત્ય, ઈશ્ર્વરી હુકમ અને ઉપચારનું દૈવી લક્ષણ છે.
અર્દીબહેસ્ત એ અહુરા મઝદાનું સત્ય, ન્યાયીપણું અને દૈવી હુકમ છે. જેની સાથે અહુરા મઝદાએ આ બ્રહ્માંડની રચના કરી અને તેને ટકાવી રાખી છે. અર્દીબહેસ્ત એ અમેશાસ્પન્દ (મુખ્ય પાત્ર) અથવા અમેશા સ્પેન્ટા (અમર) અગ્નિ ઉર્જાની અધ્યક્ષતા કરે છે. આદર યઝદ એ અર્દીબહેસ્તના સહાયક છે. આ કારણોસર જ આ મહિનામાં ઘણા અગ્નિ મંદિરો પવિત્ર કરવામાં આવ્યા હતા, સૌથી વધુ નોંધપાત્ર અંજુમન આતશ બહેરામ છે જે માહ અર્દીબહેસ્ત (1897) રોજ અર્દીબહેસ્ત પર પવિત્ર કરવામાં આવ્યા હતા. નવસારી આતશ બહેરામ જે માહ અર્દીબહેસ્ત અને રોજ સરોશના દિને (1765)માં પવિત્ર કરવામાં આવ્યા હતા.
દરેક ઝોરાસ્ટ્રિયન ઘરના પ્રાર્થના કરવા માટે એક જગા હોય છે જયાં એક દિવો (તેલનો દીવો) પ્રકાશિત કરવામાં આવે છે. જે સમય જતાં અર્દીબહેસ્તનું ઘર બની જાય છે – આપણે સત્યવાદી બનીએ છીએ આપણા જીવનમાં ન્યાયીપણું આવે છે. વધુ મહત્ત્વની વાત એ છે કે
અર્દીબહેસ્ત, આપણા ઘરમાં ઉપચાર અને જીવન આપવા ઉર્જાનો ઉપયોગ કરે છે. ખરેખર, ઘરે દિવો સળગાવવું એ જીવનની ઉર્જા અને સારા સ્વાસ્થ્યને ઘરે વહેતા રાખવાનું છે.
અર્દીબહેસ્ત યશ્તની પ્રાર્થના કરવી એ તમામ પ્રકારની બિમારીઓને મટાડવાની શ્રેષ્ઠ પ્રાર્થના છે. અર્દીબહેસ્ત યશ્ત પાંચ પ્રકારના ઉપચાર કરનારાઓનો ઉલ્લેખ કર્યો છે: “Ashō-baēshazō, dātō-baeshazō, karetō-baēshazō, urvarōbaēshazō, mānthrō-baēshazō; baēshazanām baēshazyōtemō yat mānthrem-spentem-baēshazyō; yō narsh ashaonō hacha uruthwān baēshzyāt, aeshō zī asti baēshazanām baēshazyōtemō”જે વ્યક્તિ શુદ્ધિકરણના સંસ્કાર દ્વારા અથવા તેના પોતાના અશોઈ અથવા ધર્મનિષ્ઠા(Ashō-baēshazō), દ્વારા સાજા થાય છે.
જે કાયદા અને ન્યાય દ્વારા (સામાજિક બિમારીઓ) મટાડે છે(dātō-baeshazō),
જે સર્જનની જેમ છરી વડે સાજા કરે છે (karetō-baēshazō),
જેઓ જડીબુટ્ટીઓ અને વનસ્પતિ (urvarōbaēshazō), દ્વારા આરોગ્ય પુન:સ્થાપિત કરે છે, અને જે મંત્ર અથવા પ્રાર્થના (mānthrō-baēshazō)ના પાઠ દ્વારા સાજા થાય છે.
યશ્ત પુષ્ટિ આપે છે કે સારવાર કરનારાઓમાં શ્રેષ્ઠ તે છે જે મંત્રનો પાઠ કરીને સાજા કરે છે.
અર્દીબહેસ્તનો નીરંગ એક ખૂબ જ શક્તિશાળી કેપ્સ્યુલ પ્રાર્થના છે જે અર્દીબહેસ્ત યશ્તના પાઠ પછી ત્રણ વખત પાઠ કરવી જોઈએ. અર્દીબહેસ્ત યશ્તેે એર્યામાન ઇશોની પ્રાર્થનાનો પણ ઉલ્લેખ કર્યો છે, જે ખરેખર યાસ્ના 54 છે. તે ખૂબ શક્તિશાળી છે અને અર્દીબહેસ્ત યશ્તના જાપ કરતા પહેલા જ પ્રાર્થના કરવી જોઈએ. એર્યામાન યઝદ અર્દીબહેસ્ત અમેશાસ્પંદના સહ-કાર્યકર છે અને તેથી, અર્દીબહેસ્ત યશ્ત સમક્ષ આ માથ્રનો પાઠ કરવો તે ખૂબ જ યોગ્ય અને ફાયદાકારક માનવામાં આવે છે.
45.1 યાસના 4 વખત પાઠ કરવામાં આવે છે. તેમાં રોગો, શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિકને દૂર કરવાની શક્તિ છે. તેનો એક ભાગ ગેથિક બોલીમાં બનેલો છે અને તે પુષ્ટિ આપવામાં આવે છે કે આ વિશિષ્ટ યાસના 54 વિશ્ર્વનું ભાવિ પુન:સ્થાપના સમયે પાઠ કરવામાં આવશે.

– નોશીર દાદરાવાલા

Leave a Reply

*