Your Moonsign Janam Rashi This Week –
24 September – 30 September 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલુ હોવાથી તમને નાના કામ કરવામાં પણ આળસ આવશે. નાણાકીય બાબતમાં ખુબ ખેંચતાણમાં રહેશો. તબિયત અચાનક ખરાબ થઈ જશે. હાલમાં જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. ખાવાપીવામાં ખુબ ધ્યાન આપજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ની ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.

Saturn’s rule till 27th October induces lethargy in you, making it difficult to do even small tasks. Financially, things could get strained. Your health could suddenly go down. You could suffer from joint pains. You are advised to pay good attention to your diet. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 24, 25, 26, 27


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમારી રાશિના માલિક ગુરૂના પરમમિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી મિત્રો સાથે મનમેળાપ ખુબ વધી જશે. રીસાયેલા મિત્રને મનાવી શકશો. તમને નાણાકીય ફાયદો મળવાના ચાન્સ છે. જે પણ ફાયદો થશે તેને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. જે કામ કરતા હો તેમાં ચેન્જીસ નહીં કરતા. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 25, 28, 29, 30 છે.

Under Mercury’s rule, you will spend a lot of time with friends. You will be able to win back friends who are upset with you. Financial gains are indicated. You will be successful in profitably investing the profits from these financial gains. Do not make any changes in your current line of work. Pray the Tir Yasht daily.

Lucky Dates: 25, 28, 29, 30


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. હીસાબી તથા લેતી દેતીના કામ તમારી મરજી મુજબ પુરા કરવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિને મનાવી લેવામાં સફળ થશો. બુધની કૃપાથી તમે મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી શકશો. હાલમાં તમે ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 24, 26, 27, 30 છે.

Mercury’s ongoing rule ensures you face no obstacles in completing all your tasks. You will be able to complete your account-related works and other financial transactions as per your will. You will be able to win over your favourite person. You will be able to make strangers your friends with the use of sweet language. Pray the Tir Yasht daily.

Lucky Dates: 24, 26, 27, 30


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

આજનો દિવસ શાંતિમાં પસાર કરી શકશો. બે દિવસમાં ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી લેજો. બાકી 26મીથી 28 દિવસ માટે શરૂ થતી મંગળની દિનદશા તમારા મગજને જરાપણ શાંત નહીં રાખે. ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડશે. તમારી જાત પર કંટ્રોલ નહીં રાખી શકો. આજથી ‘તીર યશ્ત’ ભણવાનું શરૂ કરજો.

શુકનવંતી તા. 24, 25, 28, 29 છે.

You have one last day to spend in peace. Ensure to cater to the wants of your family members over the next two days. Mars’ rule, starting from 26th September, for the next 28 days, will not allow you any mental peace. Couples could end up squabbling over petty matters. You will not be able to control yourself. Starting today, pray the Tir Yasht daily.

Lucky Dates: 24, 25, 28, 29


LEO | સિંહ: મ.ટ.

05Leo

26મી ઓકટોબર સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. તમારા નાના કામ મન લગાવીને પુરા કરવામાં સફળ થશો. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. તમારા મિત્રોને તમારા મનની વાત કહી દેજો. નાણાકીય બાબતમાં વધુ સારા સારી થતી જશે. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’101 વાર ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.

The soothing rule of the Moon rules you till 26th October, helping you to focus on even your smallest tasks and completing them effectively. You will be able to cater to the wants of you family members without any hassles. Be open with your friends about your thoughts. Financial prosperity is indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 26, 27, 28, 29


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

6ઠ્ઠી ઓકટોબર સુધી સુર્યની દિનદશા ચાલશે. સરકારી મુસીબત આવવાના ચાન્સ છે. ઘરમાં વડીલ વર્ગની તબિયતન અચાનક બગડી જશે. તમે જો બેન્ક કે સરકારી કામ કરતા હશો તો તમારા દુશ્મન તમને નાની બાબતમાં પરેશાન કરવામાં કોઈ કસર નહીં છોડે.  સુર્યના તાપને ઓછો કરવા 96મુ નામ ‘ યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 24, 25, 28, 30 છે.

The Sun’s rule till 6th October could invite government related problems. The health of the elderly at home could go down. Those working in banks or government agencies will be on the receiving end of harassment from colleagues. To reduce the heat of the sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 24, 25, 28, 30


LIBRA | તુલા: ર.ત.

07Libra

હાલમાં 17મી ઓકટોબર સુધી શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલશે. તમે જવાબદારી ભરેલા કામ પહેલા પુરા કરજો. મિત્રોની મદદથી તમારા મુશ્કેલીભર્યા કામ સહેલા બનાવી શકશો. નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. નવા મિત્રો મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 24, 26, 27, 29 છે.

Venus’ rule till 17th October advises you to first complete all those tasks that you are accountable for. With the help of friends, you will be able to smoothly accomplish difficult tasks. There will be no financial difficulties. You will be able to make new purchases for the home. You will make new friends. Pray to Behram Yazad daily.

Lucky Dates: 24, 26, 27, 29


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને મોજશોખ કરાવે તેવા શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમે હરવા ફરવા તથા મોજશોખ પાછળ વધુ ખર્ચ કરશો. કોઈ પાસે ઉધાર લેવાનો સમય નહી આવે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. રીસાયેલા પ્રેમી કે પ્રેમીકાને મનાવી લેવામાં મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 25, 26, 27, 29 છે.

The onset of Venus’ rule will have you chasing and spending behind fun and entertainment. However, you will not need to borrow money from others. You could meet the person of your dreams. You will be able to easily win over your upset sweetheart. Pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 26, 27, 29


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા રોજના કામો તમે સમય પર પૂરાં નહીં કરી શકો. કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતનું પ્રોમીશ આપવાની ભુલ કરતા નહીં. જવાબદારીનો બોજો વધી જશે. નાણાકીય ખેચતાણ વધુ રહેશે. કરકસર કરવા છતાં ખોટી જગ્યાએ ધનખર્ચ થશે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 27, 29, 30 છે.

Rahu’s rule till 6th October makes it difficult for you to complete your daily chores on time. Avoid making any promises to anyone. The pressure of your responsibilities will increase. Financial strain is indicated. Despite your best efforts, you will end up spending money in the wrong places. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 25, 27, 29, 30


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

રાહુની દિનદશા શરૂ થયેલી હોવાથી તમારૂં મન એક જગ્યાએ સ્થિર નહીં રહે. ખોટી ભાગદોડ ખુબ વધી જશે. અગત્યના કામો બાજુમાં રહી જશે. ફાલતુ કામમાં ખોટો સમય બગાડી નાખશો. ખર્ચ પર ધ્યાન નહીં આપો તો બીજાની પાસે નાણા માંગવાનો સમય આવશે. રાહુનું નિવારણ કરવા માંગતા હો તો દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 24, 25, 26, 28 છે.

The onset of Rahu’s rule does not allow your mind to stay focus in one place. You will put in a lot of effort to get things done, but these will go in vain. You will side-line that which is important and waste time on unnecessary things. If you do not control your expenses, you might have to borrow money. To placate Rahu, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 24, 25, 26, 28


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

25મી ઓકટોબર સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે. હાલમાં તમે ધર્મ-ચેરીટી કે મદદના કામો કરવામાં સફળ થશો. નાણાકીય છૂટછાટ સારી રહેવાથી કોઈ મુશ્કેલી નહીં આવે. નોકરી કરનારને નાનું પ્રમોશન અથવા ધનલાભ મળવાના ચાન્સ છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 24, 26, 27, 30 છે.

Jupiter’s rule till 25th October will make you successful in doing works related to religion and charity. With your finances doing well, there will be no monetary strain. A promotion or wage increase is predicted for the employed. You will receive good news. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 24, 26, 27, 30


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજ અને કાલનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી શાંતિથી ઘરમાં બેસી રહેજો. ઉતરતી શનિની દિનદશા તમને ખોટી તકલીફ આપશે. 26મીથી શરૂ થતી ગુરૂની દિનદશા આવતા 45 દિવસમાં ભરપુર સુખ આપશે. તમારી મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવશે. આજે અને કાલે મોટી ‘હપ્તન યશ્ત’ અને 23મીથી દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Today and tomorrow are the last two days under Saturn’s rule. You are advised to stay at home in peace. Saturn’s descending rule could bring you difficulty. Jupiter’s rule, starting 26th September, for the 45 days, will bring you immense happiness. It will show you the path out of your difficulties. Pray the Moti Haptan Yasht today and tomorrow, and starting 26th, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 27, 28, 29, 30

Leave a Reply

*