Your Moonsign Janam Rashi This Week –
05 November – 11 November 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં 25મી ડિસેમ્બર સુધી ગુરૂ જેવા જ્ઞાની ગ્રહની દિનદશા ચાલશે. ગુરૂની કૃપાથી તમને ધન માટે કોઈ પાસે હાથ લાંબો કરવાનો સમય નહીં આવે. ફેમીલીમાં સુખ શાંતિ રહેશે. માન ઈજ્જત ખુબ મેળવશો. ધન કમાવવા માટે એકસ્ટ્રા કામ કરવાનો ચાન્સ મળશે. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.

શુકનવંતી તા. 6, 9, 10, 11 છે.

Jupiter’s rule till 25th December will ensure that you will not need to borrow money from others. The family atmosphere will be peaceful. You will receive great appreciation and respect. You will get the opportunity to work harder for earning more income. Ensure to pray the Sarosh Yasht daily.

Lucky Dates: 6, 9, 10, 11


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી નવેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તમે થોડા આળસુ બની જશો. ઘરમાં લોખંડ કે ઈલેકટ્રીક સામાન લેવાની ભુલ કરતા નહીં. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જાય તેવા હાલના ગ્રહો છે. ખોટી ભાગદોડ કરીને થાકી જશો. નકામા કામો પાછળ સમય બરબાદ કરશો. શનિના નિવારણ માટે દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.

Saturn’s rule till 26th November will make you lethargic. Do not make any purchases of metallic or electronic items for the home. The health of the elderly could unexpectedly go down. Unfruitful efforts will get you exhausted. You will waste time on unnecessary works. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 7, 8, 9, 10


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

20મી નવેમ્બર સુધીમાં લેતી દેતીના કામ સાથે તમારા અગત્યના કામ પુરા કરી લેજો. તમારા લેણાના પૈસા પાછા મેળવવા માટે થોડી ભાગદોડ વધુ કરી લેજો. રોજ બરોજના કામ જલદી પુરા કરી શકશો. બીજાને સમજાવી પટાવી ધન કમાઈ લેશો. એસ્ટેટ એજન્ટના કામથી ફાયદામાં રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 8, 11 છે.

Ensure to complete all your important works and financial transactions related to lending-borrowing, by 20th November. Put in extra effort to get back the money you have lent. You will be able to complete your daily tasks at good speed. You will be able to earn money with your convincing abilities. Work related to estate agency will be profitable. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 5, 6, 8, 11


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

હાલમાં બુધની દિનદશા ચાલુ હોવાથી 19મી ડિસેમ્બર સુધી તમારા ખોટા ખર્ચા પર કાબુ રાખવામાં સફળ થશો. બુધને કારણે નાણા બચાવીને સારી જગ્યાએ રોકાણ કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં થોડી મહેનત વધુ કરવામાં તમને કોઈ જાતની મુશ્કેલી નહીં આવે. મિત્ર મંડળમાં વધારો થશે. તમે ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 6, 7, 9, 10 છે.

Mercury’s ongoing rule till 19th November, you will be able to control your excessive expenditures. You will be able to save your money and invest it profitably. You will face no challenges in working extra at the workplace. Your friend circle will increase. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 6, 7, 9, 10


LEO | સિંહ: મ.ટ.

05Leo

24મી નવેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા મગજનો પારો ખુબ ઉંચો રહેશે. તમે હાઈ પ્રેશથી પરેશાન થતા હો તો દવા લેવામાં આળસ કરતા નહીં. મંગળને કારણે નાનું એકસીડન્ટ થવાના ચાન્સ છે. સીધા ચાલતા હશો તો પાછળથી કોઈ ટક્કર મારી જશે. કારણ વગર હેરાન ઓછા થવા માટે  દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી થોડી રાહત મળશે.

શુકનવંતી તા. 5, 6, 8, 11 છે.

Mars’ rule till 24th November keeps you hot headed. Those suffering from high BP are advised not to be lazy and take medicines on time. Mars could cause a small accident. Even if you are walking the straight path, you could get run into externally. To lessen your problems, you will find peace in praying the Tir Yasht daily.

Lucky Dates: 5, 6, 8, 11


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે હાલમાં તમારા નાના કામ પ્લાન કર્યા પછી શરૂ કરજો. ઘરવાળાને આનંદમાં રાખવા કોઈ કસર નહીં મૂકો. ચંદ્ર તમારા મનને શાંત રાખીને અગત્યના કામે પૂરા કરાવીને રહેશે. બીજાના સાચા સલાહકાર બની શકશો. તબિયતમાં સારો સુધારો થતો જશે. હાલમાં દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 5, 7, 9, 10 છે.

The Moon’s rule till 26th November suggests that you embark on any tasks only after proper planning. You will leave no stone unturned to keep your family members happy. The Moon’s influence helps you complete all your important tasks with a cool mind. You will be able to offer sincere advice to others. Health will improve. Pray the 34th Name, ‘Ya Behstarna’, 101 times, daily.

Lucky Dates: 5, 7, 9, 10


LIBRA | તુલા: ર.ત.

07Libra

આજ અને કાલનો દિવસ સુર્યના ઉતાપામાં પસાર કરવાનાં બાકી છે. સરકારી કામોમાં 8મીથી સારા સારી થતી જશે. 7મીથી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં મનને શાંત રાખીને કામ કરવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી અટકેલા કામ ફરી ચાલુ કરવામાં જે પણ મુશ્કેલી હશે તેને દૂર કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 6, 7, 8, 11 છે.

The Sun rules you for the last 2 days – today and tomorrow. From 8th November, your government-related works will start progressing. The Moon’s rule, starting 7th November, for the next 50 days, will help you do your work with a peaceful mind. With the Moon’s blessings you will be able to restart any stalled works, without any difficulties. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 6, 7, 8, 11


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. અપોઝીટ સેકસનો સાથ લેવામાં જરાબી અચકાતા નહીં. શુક્રની કૃપાથી ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં જરાબી કસર રાખતા નહીં. ઉતરતી શુક્રની દિનદશા ખર્ચ વધુ કરાવા છતાં તમને કોઈ પાસે નાણાં માંગવાનો સમય નહીં આવે. જ્યાંથી ફાયદો મળતો હોય તે લઈ લેજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 5, 8, 9, 10 છે.

Venus’ rule till 16th November suggests that you do not hesitate to take any support coming in from members of the opposite gender. Do not think twice before making purchases for the house. Though the descending rule of Venus will cause an increase in expenses, you will not feel the need to borrow money. Take in any benefits coming your way. Pray to Behram Yazad daily.

Lucky Dates: 5, 8, 9, 10


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસો હરવા ફરવામાં પસાર કરી શકશો. શુક્રની કૃપાથી નવા મિત્રો મળવાના ચાન્સ છે. શારીરીક બાબતમાં સારા સારી રહેશે. પોતાની પસંદગીની વ્યક્તિ મળવાના સારા ચાન્સ છે. ઓછી મહેનત કરી વધુ ધન કમાઈ શકશો. ઘરમાં કોઈ સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 5, 6, 8, 11 છે.

Venus’ ongoing rule will have you spending your days in fun, travel and entertainment. You could make new friends. Your physical health will be good. You will bump into the person of your choice. Even a little effort will yield a lot of income. You will celebrate an auspicious occasion at home. Pray to Behram Yazad daily.

Lucky Dates: 5, 6, 8, 11


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમારે આજનો દિવસ ટેન્શનમાં પસાર કરવાનો બાકી છે. બને તો ઘરવાળા સાથે ખોટી આરગ્યુમેન્ટમાં પડતા નહીં. બાકી કાલથી તમારી રાશિના માલીક શનિના મિત્ર ગ્રહ શુક્રની દિનદશા આવતા 50 દિવસમાં તમારા ઉપર આવેલા પ્રોબ્લેમને દૂર કરવામાં સહાયતા કરશે. ધીરે ધીરે કામકાજમાં સુધારો થતો જશે. ધનલાભ મળશે. આજથી  ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.

Today is the last day to spend under tension. Avoid getting into wrong arguments with family members at home. Starting tomorrow, Venus’ rule, for the next 50 days, will help resolve all the problems you have been dealing with. There will be an eventual improvement at the workplace. Prosperity is coming your way! Starting today, pray to Behram Yazad daily.

Lucky Dates: 7, 8, 9, 10


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. વાંકગુના વગર બીજાની કડવી વાતો તમારે સાંભળવી પડશે. નાની બાબતમાં ધણી ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે. તમારા બોલવા પર જરાબી કંટ્રોલ નહીં રહે. ધરમ કરવા જતાં ધાડ પડે તેવી તમારી હાલત છે. સારૂં કરવા જતાં તમારૂં ખરાબ થશે. રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 9, 11 છે.

Rahu’s rule till 6th December will cause a lot of harassment for you. You could have to be at the receiving end of other’s mean words without any fault of yours. Couples will squabble over petty matters. You will not be able to control what you say. Trying to help others could land you in trouble. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 5, 6, 9, 11


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24 નવેમ્બર સુધી તમારી રાશિના માલીક ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં તમને દરેક વ્યક્તિ પર દયા આવી જશે. કોઈની ભૂલ બતાવી તેને ખરાબ સ્થિતિમાંથી બહાર કાઢી શકશો. નાના અચાનક ધનલાભ મળતા રહેશે. લગ્ન કરવા માંગતા હશો તો મનપસંદ જીવનસાથી મળી જશે. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે  ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 10, 11 છે.

Jupiter’s rule till 24th November will have you feeling empathy for all around you. You will be able to identify the mistake of others and help them out of a bad situation. You could expect sudden windfall. Those looking to get married will find their ideal life partner. To gain Jupiter’s further blessings, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 7, 8, 10, 11

Leave a Reply

*