મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી હાલમાં નાની વાત પર ધ્યાન આપીને તમારા કામને સારી રીતે પુરા કરી શકશો. ગામ પરગામ જવાના મોકો મળે તો મુકતા નહીં. ચંદ્ર તમારો કોન્ફીડન્સ વધારી આપશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. ધનલાભ થશે. આજથી દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરી દેજો.
શુકનવંતી તા. 13, 14, 18, 19 છે.
The start of the Moon’s rule will help you focus on your work at hand and execute your tasks very efficiently. Do not miss out on opportunities to travel abroad. The Moon’s influence will magnify your self-confidence. You will be successful in all your ventures. Profits are indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 13, 14, 18, 19
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમારે આજનો દિવસ મોજશોખમાં પસાર કરવાનો બાકી છે. કાલથી શરૂ થતી સુર્યની દિનદશા 20 દિવસમાં તમારી શારિરીક બાબતમાં પરેશાની વધારી દેશે. કોઈપણ અગત્યના કામો પુરા નહીં કરી શકો. અંગત વ્યક્તિ પર આંધળો વિશ્ર્વાસ મુકતા નહીં. સરકારી કામો કરતા નહીં. સુર્યના તાપને ઓછો કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 13, 15, 16, 17 છે.
Today is your last day to spend having fun and entertainment. The Sun’s rule, staring tomorrow, for the next 20 days, will tend to take a toll on your physical health. You might not be able to complete any important work. Do not blindly trust even those close to you. Avoid dabbling in any legal/government-related work. To placate the heat of the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 13, 15, 16, 17
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજશોખ ખુબ વધી જશે. ખર્ચનું પ્રમાણ વધી જવા છતાં નાણાંકીય મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી રીસાયેલ મિત્ર, પ્રેમી કે પ્રેમીકાને મનાવી લેવામાં સફળ થશો. નવા મિત્રો બનાવી શકશો. કામકાજમાં સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.
Venus’ rule till 16th June will lead to a great increase in your inclinations towards fun and entertainment. Despite an increase in your expenses, you will not face any financial issues. With Venus’ grace you will be able to win over your friends/sweetheart who are/is upset with you. You will make new friends. There will be progress at work. Pray to Behram Yazad daily.
Lucky Dates: 14, 15, 18,19
______________________________________________________________________________________________________________________________________
CANCER | કર્ક: ડ.હ.
તમને પણ ચમકતા શુક્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા ઘરવાળાનો સાથ સહકાર મળતો રહેશે. જે વ્યક્તિને મળશો તે તમને ખુબ માન પાન આપશે. બાળકો તરફથી કોઈ સારા સમાચાર જાણવા મળશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 13, 15, 16, 17 છે.
Venus’ ongoing rule ensures that your family members support you wholeheartedly. Anyone you meet will be appreciative of you and give you much respect. Children will bring you good news. You will be able to meet your favourite person. Financial prosperity is indicated. Pray to Behram Yazad daily.
Lucky Dates: 13, 15, 16, 17
LEO | સિંહ: મ.ટ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી નાની મોટી બાબત ભુલી જશો. કોઈ પણ કામ પુરૂં કરવામાં મુશ્કેલીઓ આવશે. કોઈ વ્યક્તિ પર વગર કારણે ચીડાઈ જશો. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. તેની સામે આવક ઓછી થતા ચિંતામાં આવી જશો. રાહુ તમને ખોટો ડર આપી દેશે. ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 18, 19 છે.
Rahu’s ongoing rule will cause you to forget things. You will face challenges in completing any work. You could end up getting angry with someone without any reason. The increase in your expenses and insufficient income could have you feeling worried. Rahu’s influence could infuse unnecessary fear in your mind. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 13, 14, 18, 19
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
ઉતરતી ગુરૂની દિનદશા તમારા હાથે કોઈની ભલાઈનું કામ કરાવી દેશે. બીજાના મદદગાર બની શકશો. જે પણ કામ કરશો તેમાં માન ઈજ્જત ખુબ મળશે. ફેમીલી મેમ્બરનો સાથ મળવાથી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી શકશો. કોઈ પાસે ઉધાર પૈસા લીધા હોય તો તેના પૈસા ચુકવી શકશો. 22મી સુધી દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
The descending rule of Jupiter will have you do a noble deed for another. You will be helpful to others. You will receive much appreciation and praise in all your endeavours. You will be able to resolve any challenging tasks with the support of your family members. You will be able to repay your loans. Till 22nd May, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 15, 16, 17, 18
LIBRA | તુલા: ર.ત.
23મી જૂન સુધી ગુરૂની દિનદશા તમને શારિરીક બાબતમાં ખુબ સારા સારી આપશે. તમારા કામો તમે સમય પર પુરા કરી શકશો. તમારા શત્રુઓ તમને હરાવી નહીં શકે. કોઈ સારી વ્યક્તિની ભલી દુવા મેળવી લેશો. નાણાંકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 16, 18 છે.
Jupiter’s rule till 23rd June will provide a major boost to your physical health. You will be able to complete your work in time. Your detractors will not be able to cause you any harm. You will receive the blessings of a good person. Financial prosperity is indicated. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 13, 14, 16, 18
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી મે સુધી શનિની દિનદશા ચાલશે. તમે માથાનો દુખાવો તથા જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. ડોકટરના ખોટા બીલ ભરવા પડશે. તમારી હાથ નીચે કામ કરનાર તમારો સાથ નહીં આપે. ઘર અને ઘરવાળાની પાછળ ખર્ચ વધુ થઈ જશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 15, 20 છે.
Saturn’s rule till 24th May could cause you headaches or joint pains. You could end up having to endure medical expenses. Your subordinates at work will not be supportive of you. Expenses related to home and family members could increase greatly. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 13, 14, 15, 20
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મીમે સુધી બુધની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. તેમાંપણ લેતી દેતીના કામ પહેલા પુરા કરી લેજો. તમારે કોઈ વ્યક્તિને પૈસા આપવા હોય તો તેની પાસે થોડો સમય માંગી લેજો. થોડું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Mercury’s rule till 18th May suggests that you complete your important tasks first, especially transactions related to lending and borrowing money. You are advised to request your creditors to give you some time to repay them. Ensure to invest some money. You will be able to meet your favourite person. Ensure to pray the Meher Nyaish daily.
Lucky Dates: 16, 17, 18, 19
CAPRICORN | મકર: ખ.જ.
બુધ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ધનને બચાવી સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. નોકરી પર પણ તમારૂં માન સન્માન વધી જશે. રોજના કામ સમય પર પુરા કરવા માટે થોડી મહેનત કરવી પડશે. બુધની કૃપાથી ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 15, 18 છે.
Mercury’s ongoing rule helps you to save and invest your money profitably. Your respect and appreciation will increase at the workplace. You will need to work a little hard to complete your daily chores on time. You could get good news from overseas. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 13, 14, 15, 18
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
22મી મે સુધી મંગળ તમારી તબિયતને બગાડી નાખશે. હાઈ પ્રેશર થશે. કાર ચલાવતા સમયે સંભાળીને ચલાવજો. નાનું એકસીડન્ટ થાય તો ચિંતા કરતા નહીં. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહેવાથી મન બેચેન થશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 16, 17, 19 છે.
Mars’ rule till 22nd May could take a toll on your health. You could suffer from high BP. Be careful while driving your vehicle. Do not get too perturbed if you have a small accident. Your mind will feel restless due to the unpleasant conditions at home. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 14, 16, 17, 19
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી શીતળ ચંદ્ર તમારા મનને શાંત રાખી સારા કામ કરાવી આપશે. ઘરવાળા તમારી વાત માની તમે જે કહેશો તે પ્રમાણે ચાલશે. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. કોઈ નવી વ્યકિતની ઓળખાણ ભવિષ્યમાં કામ આવશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 19 છે.
The Moon’s rule till 24th May will help keep your mind calm and have you do good deeds. Family members will agree with you and act as per your suggestions. You could get good news from abroad. A new person you meet during this phase will prove useful in the future. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 13, 14, 15, 19
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024