Your Moonsign Janam Rashi This Week –
03 November – 10 November 2023


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

તમારી રાશિના મિત્ર ગ્રહ ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધર્મના સારા કામની પાછળ તમારા નાણાનો ખર્ચ થશે. બીજાના મદદગાર થઈને રહેશો. કોઈ વ્યક્તિ તમને સલાહ આપે તો તેની સલાહ ઉપર ધ્યાન આપજો. તેનાથી તમારા અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

The onset of Jupiter’s rule will have you spending money for religious works. You will be of help to others. Pay heed to the advice given to you by others as this advice will help you restart your stalled projects. Ensure to make investments. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 5, 6, 7, 8


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારેબાજુથી ઘેરાયેલા રહેશો. તમને નાની બાબતમાંથી મોટી પરેશાની આવશે. નાણાકીય બાબતમાં ખુબ ખેંચતાણ રહેશે. અગત્યની ચીજ વસ્તુ ગુમાઈ જવાના ચાન્સ છે. તબિયતની ખાસ સાંભળ લેજો. માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 9, 10 છે.

Saturn’s ongoing rule has cornered you. Small problems could become major issues. Financial struggle is indicated. You could end up losing or misplacing important items. Take special care of your health. You could suffer from headaches. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 4, 5, 9, 10


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

20મી નવેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. આજથી લેતી દેતીના કામો પુરા કરવામાં સફળ થશો. તમારી બુધ્ધિ વાપરીને મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. બુધ તમને કરકસર કરવાનું શીખવી દેશે. નાના ધનલાભ મળતા હોય તો લઈ લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 4, 7, 9, 10 છે.

Mercury’s rule till 20th November makes your monetary transactions successful. You will be able to resolve challenging tasks with your intelligence. Mercury’s rule teaches you to be a hard worker. Ensure to take any small financial opportunities or benefits. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 4, 7, 9, 10


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા બધા કામ પ્લાન બનાવીને કરી શકશો. રોજબરોજના કામ સમય પહેલા પુરા કરી શકશો. મનગમતી વ્યક્તિ તરફથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. તમારી મહેનતનું ફળ તમને અવશ્ય મળશે. મિત્રની મદદ કરી તેમની ભલી દુવા મેળવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 10 છે.

Mercury’s rule till 19th December helps you execute all your tasks as per plans. You will be able to complete your daily chores before time. You could receive good news from a favourite person. You will surely receive the fruits of your labour. You will receive the blessings of friends by helping them. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 5, 6, 7, 10


LEO | સિંહ: મ.ટ.

05Leo

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં જરાબી સ્થિરતા નહીં રહે. તમે સાચુ બોલવા છતાં બીજાઓ તમારી વાત પર વિશ્ર્વાસ નહીં રાખે. ઘરમાં ખોટા ખર્ચા થઈ જશે. તમને પ્રેશરની તકલીફ હોય તો દવા લેવામાં આળસ કરતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 6, 8, 9 છે.

Mars’ ongoing rule does not allow you to stay grounded. Despite speaking the truth, others may not believe what you say. You could incur unnecessary house expenses. Those suffering from BP are advised to not slack off in taking your medication. Pray the Tir Yasht daily.

Lucky Dates: 4, 6, 8, 9


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા મનની શાંતિ રહેશે. તમારા કરેલા કામમાં આનંદ મળશે. કોઈ દુ:ખી વ્યક્તિનું દુ:ખ દૂર કરશો. ધન મેળવવા માટે કોઈ પણ મુશ્કેલી નહીં આવે. ચાલુ કામમાં સફળતા મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 10 છે.

The Moon’s rule till 26th November brings much peace to your mind. You will feel great job satisfaction in your work. You will be able to alleviate the pain of someone who is hurting. Earning money will not be difficult. Your ongoing jobs will be successful. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 4, 5, 6, 10


LIBRA | તુલા: ર.ત.

07Libra

પહેલા ત્રણ દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. સુર્યની દિનદશા તમારી તબિયતને બગાડી દેશે. માથાના દુખાવાથી પરેશાન થશો. બાકી 7મીથી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં તમારા મગજને શાંત કરી નાખશે. અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 4, 8, 9, 10 છે.

You have three days remaining under the Sun’s rule. Your health could go down. You could suffer from headaches. The Moon’s rule, starting from 7th November, for the next 50 days, will bring much relief and cooling to your mind. You will be able to restart your stalled projects. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, each, daily.

Lucky Dates: 4, 8, 9, 10


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. આ અઠવાડિયામાં ખર્ચ પર કાબુ કરવા માગતા હશો તો પણ અચાનક ખર્ચ કરવો પડશે. બીજાની ઈચ્છા પુરી કરવા ખર્ચ કરવો પડશે. શુક્રની કૃપાથી તમારા દુશ્મન પણ તમારૂં બુરૂં નહીં કરી શકે. અપોઝીટ સેકસનો સાથ સહકાર સારો મળી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 9 છે.

Venus’ rule till 16th November predicts that you will not be able to hold back on spending money this week, despite your attempts. You will spend money to cater to other’s wants. With Venus’ grace, even your enemies will not be able to harm you. You will receive much support from members of the opposite gender. Pray to Behram Yazad daily.

Lucky Dates: 5, 6, 7, 9


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલશે. આવક અને જાવક બન્ને સરખા રહેશે. ધારેલા કરતા ખર્ચ વધી જવા છતાં તમે નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. લગ્ન કરવા માગતા હશો તો તમારી પસંદગીની વ્યક્તિ મળવાના ચાન્સ છે. બને તો થોડું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 5, 8, 10 છે.

Venus’ rule till 16th December will have money flowing in and going out equally. Despite an increase in your estimated expenditures, you will not face any financial difficulties. Those looking to get married could meet their ideal life-partner during this period. Try to invest some money. Pray to Behram Yazad daily.

Lucky Dates: 4, 5, 8, 10


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આજ અને કાલનો દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાનો છે. ઉતરતી રાહુની દિનદશા તમારા મગજને શાંત નહીં રહેવા દે. 6ઠ્ઠી નવેમ્બરથી શુક્રની દિનદશા 70 દિવસમાં તમારા દુ:ખ દૂર કરશે. નાણાકીય મુશ્કેલી દૂર કરવાનો સીધો રસ્તો મળી જશે. ડોકટરનો ખર્ચ વધી જવાના ચાન્સ છે. બે દિવસ ‘મહાબોખ્તાર નીઆએશ’ અને પછી ‘બહેરામ ‘યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.

You have only today and tomorrow to spend under Rahu’s rule. Rahu’s descending rule does not allow your mind to be peaceful. Venus’ rule, starting 6th November, for the 70 days, will take away all your pain. You will find a straight and simple way out of your financial issues. An increase in medical expenses is indicated. Pray the Mah Bokhtar Nyaish for 2 days, and then pray to Behram Yazad, daily.

Lucky Dates: 6, 7, 8, 9


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મગજ કંટ્રોલમાં નહીં રહે. કોઈ પણ કામ પુરા નહીં કરી શકો. ખોટા વિચારોથી પરેશાન થશો. નાણાકીય મુશ્કેલી આવતી રહેશે. આવક કરતા ખર્ચ વધવાથી કોઈની મદદ લેવાનો સમય આવશે. રાતની ઉંઘ ઉડી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 8, 10 છે.

Rahu’s ongoing rule doesn’t allow your mind to stay in control. You will not be able to complete any work. Negative thoughts will harass you. Financial issues will keep coming in. You might need to borrow money, with your expenditures exceeding your income. You will lose your sleep. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 4, 5, 8, 10


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ઘરના કામ કરવામાં કોઈ કસર નહીં કરો. 24મી નવેમ્બર સુધી ગુરૂ તમને તમારા કામમાં જશ અને ધન બન્ને અપાવશે. ચેરીટી અને શોશિયલ કામ કરવાથી મનને વધુ ખુશી મળશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. નાની મુસાફરીનો ચાન્સ મળશે તેવા હાલના ગ્રહો છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.

You will go all out to do the house work. Jupiter’s rule till 24th November, brings you fame and fortune in all that you do. Doing works of charity and social service will bring you much happiness. You could make new friends. You could get an opportunity for short travels. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 6, 7, 8, 9

Leave a Reply

*