ઝેડટીએફઆઈ નવરોઝ સ્પેશિયલ ‘ફીડ-એ-ફેમીલી’ કાર્યક્રમની ઉજવણી કરી

9મી માર્ચ, 2019ને દિને કામા બાગમાં ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ ઈન્ડિયા (ઝેડટીએફઆઈ)એ નવરોઝ સ્પેશિયલ ‘ફીડ-એ-ફેમીલી’ કાર્યક્રમની રજૂઆત કરી. તે એક આનંદદાયક સાંજ હતી જેમાં અસંખ્ય રમતો રમાઈ હતી તથા તે સાંજ મનોરંજનથી ભરપુર હતી વિજેતાઓને ભેટો આપી ચારો તરફ આનંદનું વાતાવરણ હતું. અને તે યોગ્ય છે કેમ કે નવરોઝ એ આનંદ ફેલાવવાનો મોસમ છે. યાસ્મીન […]

સુરતે નવરોઝની ઉજવણી પુલવામાના શહીદોને શ્રધ્ધાંજલિ આપી કરી

તા. 21મી માર્ચ, 2019ને દિને સુરતના ધ જમશેદી નવરોઝ ફંડ કમીટી, પારસી પ્રગતી મંડળ અને ઝોરાસ્ટ્રિયન વુમન્સ એસોસીએશન સુરતના પારસી સમુદાયને સાથે લાવી જમશેદી નવરોઝની ઉજવણી સાથે પુલવામાના (17મી માર્ચ, 2019) શહીદોને શ્રધ્ધાંજલિ પણ આપી હતી. ત્રીસ વર્ષ સુધીના સહભાગીઓ મળીને દેશભક્તિના થીમ સાથે પ્રતિભા સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત હમબંદગી સાથે કરવામાં આવી […]

દસ્તુરજી કુકાદારૂ સાહેબની 188મી શુભ સાલગ્રેહ

11મી એપ્રિલ 2019ને દિને આપણા જરથોસ્તીઓના સંત કુકાદારૂ સાહેબની 188મી શુભ સાલગ્રેહ પડે છે. 19મી સદીના જરથોસ્તી સંત તરીકે જાણીતા, દસ્તુરજી કુકાદારૂનો જન્મ 26મી મે, 1831ના રોજ ગુજરાતના સુરત શહેરમાં થયો હતો. તેઓ તેમની વિનમ્રતા, સાદગી તથા ચમત્કારો માટે જાણીતા હતા. તેઓ પવિત્રતામાં માનનારા હતા. ધર્મગુરૂ તરીકે સંતોષ અને શિસ્તનું પાલન કરનારા હતા તથા સરળ […]

હસો મારી સાથે

બસમાં યુવતી આવીને ઉભી રહી એટલે પાસેની બેઠક પરથી યુવાન ઉભો થવા ગયો. યુવતીએ કહ્યું: ‘બેસી રહો ઉઠવાની જરૂર નથી. મારે તમારો ઉપકાર નથી જોઈતો. બેસી જાવ. ‘પણ બહેન મારૂં ઉતરવાનું સ્ટોપ આવ્યું છે, મારે ઉતરવુંજ પડશે.

મોબાઈલનું રમખાણ!

મોબાઈલની અસર છે બધી. મોન્ટુને તપાસવાનું શરૂ કરતાં કરતાં ડોક્ટર મને સમજાવી રહ્યાં, બાળકોને શક્તિમાન, સુપરમેન, હનુમાન અને ટારઝન જેવી ગેમ ગમતી હોય છે. અને પછી તેઓને તેમના જેવું થઈ જવું હોય છે. તમારા મોન્ટુને સ્પાઈડરમેન પજવે છે. શિરીન હકારમાં માથું હલાવવા સિવાય કશું બોલી નહીં શકી. સ્પાઈડરમેન મોન્ટુની ફેવરીટ ગેમ લાગે છે. આમ તો […]

માછીની વાર્તા

પોતાનો છુટકો કરનાર દયાળુ ધણીઓનો ઉપકાર માનવાને તે સોદાગર ચુકયો નહીં. તેઓ પણ તેનો બચાવ થયાથી ખુશી થયા અને ‘સાહેબ મહેરબાન’ કહી પોતપોતાને માર્ગે ચાલતા થયા. તે સોદાગર પોતાને વતન જઈ પહોંચ્યા અને પોતાના બચાં છોકરા સાથે આરામ અને સંતોષથી પોતાની બાકી જીંદગી ગુજારવા લાગ્યા. પછી શેહરાજાદીએ સુલતાનને કહ્યું કે ‘આજે જે વાર્તા તમો નામદારને […]

Your Moonsign Janam Rashi This Week –
06 April, 2019 – 12 April, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઓપોઝીટ સેકસની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. 13મીથી સુર્યની દિનદશા શરૂ થતા સરકારી કામમાં મુશ્કેલીઓ આવશે. વડીલવર્ગની તબિયત બગહવાના ચાન્સ છે. ઉતરતી શુક્રની દિનદશા ખર્ચ પર કાબુ નહીં રખાવે. […]

યંગ રથેસ્તારોએ ગુજરાત અને પુણેની મુલાકાત લીધી

દર વર્ષે, દાદર, મુંબઈના ‘યંગ રથેસ્તાર’ સમિતિના સભ્યો, ‘અન્યોની સહાય કરનાર હમેશા ખુશ રહે છે’, એ વાત દૃઢ વિશ્વાસ સાથે, ગુજરાતના આજુબાજુના ગરીબ પરીવારોને મદદ અને ટેકો પૂરો પાડવા સુરત જીલ્લાના માંડવી અને મંગ્રોલના તાલુકો તેમજ અંકલેશ્વરની આસપાસ અને ઇલાવ, સુરાલી, ઝાંખવવ વગેરે જેવા ગુજરાતના આંતરિક ભાગોમાં પહોંચ્યા. આ પરંપરા 30 વર્ષથી ચાલી રહી છે, […]

થાણેની પટેલ અગિયારીના કુવા પર આવા યઝદનું પરબ

24મી માર્ચ 2019ના દિને થાણાના જરથોસ્તીઓ દ્વારા  પટેલ અગિયારીના કુવા પર  આવા યઝદના પરબની ઉજવણી કરવામાં આવી હતી. જશનની પવિત્ર ક્રિયા સાંજે સ્ટે.ટા. 5.00 કલાકે એરવદ કેરસી સિધવા અને એરવદ આદિલ દસ્તુર દ્વારા કરવામાં આવી હતી. દસ્તુરજીની આગેવાની હેઠળ હમદીનોએ કુવા પર પ્રાર્થના કરી હતી. હમબંદગીમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જે નિયમીત મુલાકાતીઓ પણ […]

ડી. મહેતા મેમોરિયલ ટ્રસ્ટ પારસી વ્યક્તિત્વને સન્માનિત કરે છે

પાછલા દાયકામાં, ડી. ડી. મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જરથોસ્તીઓનું તેમના સિદ્ધાંતો માટે તેમના યાદગાર અને પ્રેરણાદાયક પરાક્રમો અને સિદ્ધિઓને સ્વીકારવા માટે અને આપણા ગૌરવને આગળ વધારવા માટે તેમનું સન્માન થયું હતું. ‘પ્રતિષ્ઠિત દારબશા અચીવમેન્ટ એવોર્ડ’ જરથોસ્તીઓને પ્રસ્તુત કરવામાં આવે છે જેમણે વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી છે અને તેમના પગલે ચાલવા માટે અન્યો માટે એક […]

બેબીકોર્ન સોલ્ટ એન્ડ પેપર

સામગ્રી: 16-20 બેબી કોર્ન, 2 ટેબલ સ્પૂન કોર્નફલોર, સ્વાદાનુસાર મીઠું, 7-8 વાટેલા કાળા મરી, 2 ટેબલ સ્પૂન+ડીપ ફ્રાઈંગ માટે તેલ, 4 લીલા કાંદા પાંદડા સાથે, 4 દાંડી સમારેલી સેલરી, 2 લીલા મરચાંની સ્લાઈસ, 1 નાનો ટુકડો સામરેલું આદું, 3-4 કાળી સમારેલું લસણ. રીત: બેબીકોર્ન અધકચરા બાફો. પાણી નીતારી તેની લાંબી ત્રાસી સ્લાઈસ કરો. તેને બાઉલમાં […]